'હું યોદ્ધા છું...', પ્રિયંકા ગાંધીની વાયનાડમાં જીતના છે આ 3 મહત્વપૂર્ણ કારણ, જાણો
Wayanad by poll election result: તમામ લોકોની નજર હાલ કેરલના વાયનાડ લોકસભા પેટાચૂંટણી પર છે, જ્યાંથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પહેલીવાર ચૂંટણી લડી રહી છે. પ્રિયંકા ગાંધી બપોરે લગભગ 3 વાગ્યા સુધી એલડીએફના સત્યન મોકેરી અને ભાજપની નવ્યા હરિદાસથી 404619 વોટથી આગળ ચાલી રહ્યા છે. આવો જાણીએ કે આખરે શું છે તે ત્રણ કારણ, જેના કારણે પ્રિયંકા ગાંધી વાયનાડ સીટ પર ઈતિહાસ રચ્યો છે.
Trending Photos
Priyanka Gandhi win Wayanad bypoll: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની જીતથી એક દિવસ પહેલા જ પ્રયાગરાજમાં એક પોસ્ટર લાગ્યું- ઈંદિરા ઈઝ બેક. નહેરૂ-ગાંધી પરિવારના પૈતૃક શહેર પ્રયાગરાજમાં લાગેલા આ પોસ્ટરમાં તેમણે વાયનાડ લોકસભા સીટ પર જીતની શુભેચ્છા આપવામાં આવી. અને આજે એટલે કે 23 નવેમ્બરે જ્યારે વાયનાડ લોકસભા ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે તો પ્રિયંકા ગાંધી ઈતિહાસ રચતા નજરે પડી રહ્યા છે.
બપોરે 2 વાગ્યા સુધી ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ અનુસાર પ્રિયંકા ગાંધીને વાયનાડમાં અત્યાર સુધીમાં 612020 મત મળ્યા છે. અને તેમની સામે વિરોધ પક્ષનો કોઈ ઉમેદવાર ટકી શક્યા નથી. પ્રિયંકા ગાંધી અત્યાર સુધી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPM)ની આગેવાની હેઠળના વામ લોકતાંત્રિક મોર્ચાના સત્યન મોકેરી અને NDA ગઠબંધનના નવ્યા હરિદાસ કરતાં 404619 મતોથી આગળ છે. તો ચાલો જાણીએ એ ત્રણ કારણો કયા છે જેના કારણે વાયનાડની જનતાએ પ્રિયંકા પર પોતાનો પ્રેમ વરસાવ્યો.
વાયનાડની જનતાને ભરોસો
પોતાની રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા પ્રિયંકા ગાંધીએ વાયનાડ લોકસભા પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન લોકોને કહ્યું હતું કે હું પાછળ હટીશ નહીં. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તે એક 'યોદ્ધા' છે અને જો તેમને તક મળશે તો તેઓ સંસદ અને અન્ય દરેક મંચ પર વાયનાડના લોકો માટે લડશે જેથી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. તેણીએ કહ્યું, "હું પાછળ હટીશ નહીં". હું તમારા માટે લડીશ. હું તમને નિરાશ નહીં કરું. લોકોએ પ્રિયંકાના આ શબ્દો પર વિશ્વાસ કર્યો અને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું. એટલા માટે પ્રિયંકા ગાંધીને વાયનાડમાં તેમના ભાઈ રાહુલ ગાંધી કરતાં વધુ મત મળ્યા છે.
40 ટકા મુસ્લિમ, 20 ટકા ઈસાઈ
ઈન્ડિયા સ્ટેટ ઈલેક્શનના આંકડા પ્રમાણે વાયનાડ લોકસભા સીટ પર 40 ટકા મુસ્લિમ વોટર છે. જ્યારે, સીટ પર 40 ટકા હિન્દુ મતદાતા છે. 20 ટકા વોટર ઈસાઈ સમુદાયના છે. આ સીટ પર એસસી અને એસટી મતદાતાઓની સંખ્યા ક્રમશ: 7 ટકા અને 9.3 ટકા છે. વાયનાડ સીટ પર ગ્રામીણ મતદાતા 93 ટકા અને શહેરી મતદાતા 7 ટકા છે. જે રીતે પીએફઆઈ, એસડીપીઆઈ અને અન્ય મુસ્લિમ સંગઠનોએ કોંગ્રેસને ચૂંટણી પહેલા સમર્થન કર્યું, તેનું જ પરિણામ હવે જોવા મળી રહ્યું છે.
રાહુલ ગાંધીની ભાવુક અપીલ
વાયનાડમાં પેટાચૂંટણી ત્યારે થઈ રહી છે, જ્યારે રાહુલ ગાંધીએ આ સીટ ખાલી કરી હતી, વાયનાડથી રાહુલ ગાંધી સળંગ બીજી વાર જીત્યા હતા. તેનાથી એ તો ખબર પડે છે કે વાયનાડની જનતા કોંગ્રેસ પર અને કોંગ્રેસને વાયનાડની જનતા પર ખુબ ભરોસો છે. એટલા માટે પ્રિયંકા ગાંધીના ભાઈ રાહુલ ગાંધીએ મનાંથાવાડીના ગાંધી પાર્કમાં એક જનસભામાં કહ્યું હતું કે, મારી બહેને આટલા વર્ષોમાં મારી માતા, મારા પિતા અને મારા માટે ચૂંટણી પ્રચાર કર્યો છે. આ પહેલીવાર છે જ્યારે તે પોતે ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ પરિવારની આ પસંદગીની સીટ છે, એટલે જ આ વખતે આ સીટ પરથી પ્રિયંકા ગાંધીએ રાજનીતિની શરૂઆત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે