મહારાષ્ટ્ર: 25 કિલ્લાઓને હેરિટેજ હોટલ્સમાં કરાશે પરિવર્તીત, NCP- કોંગ્રેસનો વિરોધ

મહારાષ્ટ્રનાં ટૂરિઝમ ડેવલપમેન્ટ બોર્ડે 25 કિલ્લાઓની યાદી તૈયાર કરી છે જે ખાનગી ઉદ્યોગગૃહોને 50-90 વર્ષ માટે ભાડે અપાશે

મહારાષ્ટ્ર: 25 કિલ્લાઓને હેરિટેજ હોટલ્સમાં કરાશે પરિવર્તીત, NCP- કોંગ્રેસનો વિરોધ

મુંબઇ : મહારાષ્ટ્રનાં 25 કિલ્લાઓને હેરિટેજ હોટલ બનાવી દેવામાં આવશે. મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ બોર્ડે 25 કિલ્લાઓની યાદી તૈયાર કરી છે. આ કિલ્લાઓમાં હોટલ્સ, રિઝોર્ટ ચલાવવા માટે કોન્ટ્રાક્ટ પર આપવામાં આવશે. વિપક્ષી પાર્ટીઓનાં આ નિર્ણયનો વિરોધ કર્યો છે.  આ કિલ્લાઓમાં હેરિટેઝ હોટલ ઉદ્યોગપતિઓને ચલાવવા માટે 60થી 90 વર્ષના કેન્ટ્રાક્ટ પર આપવામાં આવશે. પર્યટન ક્ષેત્રમાં ખાનગી રોકાણ વધારવા માટે મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર કેબિનેટે 3 સપ્ટેમ્બરે આ નવા નિર્ણયને મંજુરી આપી હતી.

ઈસરો ડાયરીઃ ભારતીય અંતરીક્ષ એજન્સીના ચંદ્રયાન-2 અને અન્ય સિમાચિન્હો
વિપક્ષી પાર્ટી એનસીપી અને કોંગ્રેસે સરકારનાં આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આ શિવાજી મહારાજનાં કિલ્લાઓ છે, તેમ કહેતા વિપક્ષે તેને લગ્ન, સમારંભો અને હોટલ્સ માટે ફાળવવાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ નેતા નાના પટોલેએ કહ્યું કે, શિવાજી મહારાજનો ઇતિહાસ સમાપ્ત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ઐતિહાસિક કિલ્લાઓ વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોમવારથી કોંગ્રેસનાં આ નિર્ણયની વિરુદ્ધ સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન કરશે.

પાકિસ્તાનને ખાવાના ફાંફા છે પણ વાતો મોટી મોટી કરે છે: વી.કે સિંહનો પ્રહાર
એનસીપી નેતા સુપ્રિયા સુલેએ ટ્વીટ કરીને જણાવ્યું કે, મહારાષ્ટ્રનાં કિલ્લાઓ એટલે કે છત્રપતી શિવાજી મહારાજનો ગૌરવશાળી ઇતિહાસ છે. તેનું હેરિટેજ હોટલ્સ અને રિઝોર્ટમાં પરિવર્તનનો અમે વિરોધ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર આ કિલ્લાઓનુ સંવર્ધન કરવામાં આવવું જોઇએ. બીજી તરફ આ નિર્ણયનો વિરોધ કરતા મહારાષ્ટ્ર ક્રાંતિ મોર્ચાએ વિરોધ કર્યો છે. કિલ્લાને હેરિટેઝ હોટલ્સમાં બદલવાનાં નિર્ણયની વિરુદ્ધ 8 ઓગષ્ટે પ્રદર્શન કરવામાં આવશે.
જાણો શા માટે આખો ચંદ્ર છોડીને ISRO એ દક્ષિણ ધ્રુવ પર પસંદગી ઉતારી
બીજી તરફ મહારાષ્ટ્રનાં પર્યટન મંત્રી જયકુમાર રાવલે કહ્યું કે, છત્રપતી શિવાજી મહારાજ અને ઐતિહાસિક પરંપરા ધરાવતા કિલ્લાઓને છોડી અન્ય કિલ્લાઓ જ ખાનગી ડેવલપરને ચલાવવા માટે સોંપવામાં આવશે. કોન્ટ્રાક્ટ પર અપાયેલા કિલ્લાઓને વિકસીત કરીને તેને સમારંભ માટે આપવામાં આવશે. જેનાથી સરકારને આવક થશે ઉપરાંત હાજર લોકોને કિલ્લાનાં વૈભવી ઇતિહાસ અંગે પણ માહિતી મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news