G-23 માં સામેલ નેતા પૃથ્વીરાજ ચવ્હાણને સોનિયા ગાંધીએ સોંપી મહત્વની જવાબદારી

અમસના પાર્ટી મામલાના પ્રભારી કોંગ્રેસ મહાસવિચ જિતેન્દ્ર સિંહ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રિપુન બોરા, ધારાસભ્ય દળના નેતા દેબબ્રત સૈકિયા, કોંગ્રેસ સચિવ અનિરુદ્ધ, પૃથ્વીરાજ પ્રભાકર સાઠે અને વિકાસ ઉપાધ્યાય છે. 

G-23 માં સામેલ નેતા પૃથ્વીરાજ ચવ્હાણને સોનિયા ગાંધીએ સોંપી મહત્વની જવાબદારી

નવી દિલ્હીઃ કોંગ્રેસે અસમ વિધાનસભા ચૂંટણી (Assam Assembly elections) ને લઈને એક સ્ક્રીનિંગ કમિટી બનાવી છે. તેના અધ્યક્ષ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ (Prithviraj Chavan) ને બનાવવામાં આવ્યા છે. ચવ્હાણ કોંગ્રેસ નેતાઓના G-23 નો ભાગ છે જેણે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં ધરમૂળથી ફેરફાર તથા દરેક પદ માટે ચૂંટણીની માગ કરી હતી. પાર્ટીએ નિવેદનમાં કહ્યું, કોંગ્રેસ અધ્યક્ષે અમસમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પૃથ્વીરાજ ચવ્હાણના નેતૃત્વમાં તત્કાલ પ્રભાવથી સ્ક્રીનિંગ કમિટી બનાવી છે જેમાં કમલેશ્વર પટેલ તથા દીપિકા પાંડેને સભ્ય બનાવવામાં આવ્યા છે. સમિતિમાં અન્ય સભ્યો પણ છે.  

અમસના પાર્ટી મામલાના પ્રભારી કોંગ્રેસ મહાસવિચ જિતેન્દ્ર સિંહ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રિપુન બોરા, ધારાસભ્ય દળના નેતા દેબબ્રત સૈકિયા, કોંગ્રેસ સચિવ અનિરુદ્ધ, પૃથ્વીરાજ પ્રભાકર સાઠે અને વિકાસ ઉપાધ્યાય છે. 

કમિટી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની શોર્ટલિસ્ટ કરી કેન્દ્રીય ચૂંટણી સમિતિની પાસે પોતાની ભલામણ મોકલશે. ગાંધીની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિ પાર્ટી ઉમેદવારો પર અંતિમ નિર્ણય કરશે. અસમમાં 126 વિધાનસભા સીટો માટે 27 માર્ચ, એક એપ્રિલ અને છ એપ્રિલે ત્રણ તબક્કામાં મતદાન થશે. મતગણના બે મેએ થશે. 

કોંગ્રેસ આ પૂર્વોત્તર રાજ્યમાં સત્તામાં વાપસીની આશામાં છે. વર્ષ 2016માં ભાજપે આશરે 15 વર્ષ સત્તામાં રહેલી કોંગ્રેસને બહાર કરી દીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news