PM મોદીના એ વાક્યો જે બની ગયા પથ્થરની લકીર, એટલે જ દેશ કહે છે "મોદી હૈ તો મુમકીન હૈ"
ભારતના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ 17 સપ્ટેમ્બર શનિવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આઝાદ ભારતમાં જન્મેલા પહેલા અને વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રીના જન્મ દિવસની લોકો અલગ અલગ રીતે શુભકામના પાઠવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો 1950માં ગુજરાતમાં જન્મ થયો હતો. આફતને અવસરમાં પરિવર્તિત કરવાની વાત પણ મોદી હંમેશા કરતા હોય છે. નકારાત્મક બાબતને પણ કઈ રીતે હકારાત્મક રીતે લઈ શકાય તે મોદી પાસે શીખવા જેવું છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી ભાષણની પોતાની આગવી છટા માટે પણ જાણીતા છે. ત્યારે તેમણે ભાષણમાં કહેલા કેટલા વાક્યો લોકો માટે પથ્થરની લકીર સમાન બની ગયા છે. આ એવા સૂત્રો છે જે દેશના દરેક નાગરીકે અપનાવ્યા છે. ત્યારે આવો જાણીએ તેમણે આપેલા કેટલાક એવા સૂત્રો જે લોકો માટે પ્રેરણાત્મક બની રહ્યા.
ભારતને વિશ્વ ગુરુ બનાવવાનો સ્વપ્ન-
પ્રધાનંત્રી પોતાના ભાષણમાં હંમેશા ભારતના વિકાસનું વિઝન રજૂ કરતા હોય છે. જેમાં તેમણે કહેલું કે ભારત આંખ ઝુકાવીની કે આંખ ઉઠાવીને નહીં પણ આંખમાં આંખ નાંખીને વાત કરવામાં વિશ્વાસ રાખે છે. જેને લોકોએ ખુબ જ પસંદ કર્યુ.
અમેરિકાના લોકો પણ ભારતના વિઝા લેવા લાઈનો લગાવશે-
અમેરિકાને લોકો જગત જમાદાર કહે છે. પરંતુ પ્રધાનમંત્રીએ અમેરિકા માટે કહેલું વાક્ય લોકો માટે એક સૂત્ર બની ગયું છે. પ્રધાનમંત્રી મોદીએ કહેલું કે હું એક એવું ભારત બનાવવા માગુ છું કે જ્યાં તમામ અમેરિકન ભારતના વીઝા લેવા માટે લાઈનમાં ઊભા રહેશે.
ગરીબીને હરાવી પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યા-
ભારતના વિકાસમાં ગરીબી મોટો અવરોધ રહ્યો છે. પરંતુ ગરીબીને હરાવીને પણ સફળ થવાની ચાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે છે. એટલા માટે તેમણે કહેલું કે એક ગરીબ પરિવારનો દીકરો આજે તમારી સામે પ્રધાનમંત્રી બનીને ઊભો છે તે જ પ્રજાતંત્રની સૌથી મોટી તાકાત છે
પરિશ્રમ એ જ પારસમણી-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુબ જ મહેનત કરવામાં માને છે. જેથી પ્રધાનમંત્રી બન્યા બાદ પણ તેઓ 18-18 કલાક કામ કરી લોકો માટે ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહેલું કે મારી મૂળી કઠોર પરિશ્રમ અને સવ સૌ કરોડ લોકોનો પ્રેમ જ છે.
દેશ સેવા જ સૌથી મોટું સૌભાગ્ય-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશ દેશ હિતને જ પ્રાથમિકતા આપી છે. ત્યારે પ્રધાનમંત્રીએ કહેલું કે આપણને આઝાદીની લડાઈમાં શહીદ થવાની તક નથી મળી. પરંતુ આપણને દેશ માટે જીવવા અને દેશ સેવા કરવાની તક મળી એ સૌભાગ્યની વાત છે.
ચીનને આપી ચૂક્યો છે પડકાર-
પ્રધાનમંત્રીની મક્કમતા સામે દુશ્મદેશ પણ ઘૂંટણીએ પડે છે. પ્રધાનમંત્રીએ કહેલું કે સ્કેલ, સ્કિલ અને સ્પીડ પર ભાર આપવામાં આવે તો આપણે ચીનને પણ પાછળ છોડી શકીએ છીએ. જેને લોકોએ એક મિશનના રૂપમાં અપનાવ્યું હતું.
સપના જોશો તો સાકાર થશે-
પ્રધાનમંત્રીએ કહેલું કે દરેકમાં સપના જોવાની શક્તિ હોય છે. પરંતુ સપનાને સંકલ્પમાં બદલવા જોઈએ. ક્યારેય કોઈના વિચારોને મરવા દેવા ના જોઈએ. સપનાને દ્રઢ સંકલ્પ બનાવી જ સફળતા મેળવી શકાશે.
મોદી હૈ તો મુમકીન હૈ-
પ્રધાનમંત્રીએ વારંવાર કહ્યું છે અસંભવ લાગતા કામ પણ હું કરી બતાવીશ. અને તેને સાકાર થતા લોકોએ જોયા છે. જેથી લોકો જ કહી રહ્યા છે કે મોદી હૈ તો મુમકીન હૈ.
નવા ભારતનો સંકલ્પ-
દુશ્મન દેશ પાકિસ્તાનની નાપાક હરકતનો મુંહતોડ જવાબ આપવામાં ભારત હંમેશા સફલ રહ્યું છે. જેનું સૌથી મોટું ઉદાહરણ છે એરસ્ટ્રાઈક. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહેલું કે આ નવું ભારત છે જે ઘરમાં ઘૂસીને જવાબ આપવામાં માને છે.
ડબલ એન્જીનની સરકાર, સપના સાકાર-
હાલ ડબલ એન્જીનની સરકારની કામગીરીથી ગુજરાતનો વિકાસ રોકેટ ગતીએ ચાલી રહ્યું છે. ત્યારે આ ડબલ એન્જીન સરકારનો સંકલ્પ પણ પ્રધાનમંત્રી મોદીની જ દેન છે. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર એટલે ડબલ એન્જીનની સરકાર. ત્યારે પ્રધાનમંત્રી એ કહેલું કે ડબલ એન્જીનની સરકારથી રાજ્ય અને દેશના વિકાસને આગળ વધારાશે. અને તે સાચુ સાબીત પણ કરી બતાવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે