Presidential Candidate: BJP જલદી કરશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત, જાણો કોની દાવેદારી છે મજબૂત

Presidential Candidate Of BJP: ચૂંટણીને ધ્યાનમાં રાથી ભાજપ રાષ્ટ્રપતિ ઉમેદવારના નામની જલદી જાહેરાત કરી શકે છે. ભાજપ તમામ સંભાવનાઓ પર વિચાર કર્યા બાદ નામ નક્કી કરશે.

Presidential Candidate: BJP જલદી કરશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત, જાણો કોની દાવેદારી છે મજબૂત

નવી દિલ્હીઃ જુલાઈમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તેવામાં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભાજપ કોઈ ઓબીસી કે મહિલાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકે છે. મહિલાઓ અને ઓબીસીનું દેશની વસ્તીમાં વધુ પ્રતિનિધિત્વ છે. પરંતુ અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, કે દક્ષિણ ભારતના ઉમેદવાર જેવી અનેક થિયરી રાજકીય વર્તુળોમાં ચાલી રહીછે. ભાજપ સંભાવના અને 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી નામ જાહેર કરી શકે છે. 

ઓબીસી કે મહિલાને બનાવી શકે છે ઉમેદવાર
જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ વચ્ચે રાજકીય પાર્ટીઓ જાણે છે કે ઓબીસી દેશની કુલ વસ્તીમાં 40 ટકાથી વધુ છે, જ્યારે મહિલાઓ ભારતની વસ્તીની લગભગ અડધી છે. પીએમ નરેન્દ્ર મોદી પણ અનેકવાર કહી ચુક્યા છે કે મહિલાઓ ભાજપની નવી વોટબેંક છે.

રાષ્ટ્રપતિ કોવિંદનો એસસી સમુદાય સાથે છે સંબંધ
પાર્ટીના એક આંતરિક સૂત્રએ કહ્યુ કે, તમામ રાજકીય સમીકરણો વચ્ચે, એસસી સમુદાયથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની સંભાવના નથી, કારણ કે વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સમુદાય સાથે સંબંધ રાખે છે. તેમણે કહ્યું- આ વખતે એસસી સમુદાયના કોઈ નેતાને તક આપવાની સંભાવના ઓછી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ પદ માટે આ સમયે મહિલાઓ અને ઓબીસીને સૌથી વધુ પસંદ કરવામાં આવ રહ્યાં છે. 

ઘણા રાજ્યોમાં ઓબીસી મોટી તાકાત
મહારાષ્ટ્રથી લઈને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં ઓબીસી એક મોટી શક્તિ છે. ઉત્તર પ્રદેશમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઓપીસી સમુદાયનું મોટુ સમર્થન મળ્યું હતું. પાર્ટીના એક પદાધિકારીએ કહ્યુ કે, ભાજપની સહયોગી જેડીયૂ સહિત અન્ય પાર્ટીઓએ ઓબીસી સમુદાયનો વિશ્વાસ જીતવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી છે અને તેમાંથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવાથી પાર્ટીને આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં ફાયદો થશે. 

આ હોઈ શકે છે સંભવિત ઉમેદવાર
ભાજપના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યુ કે, મહિલા અને ઓબીબી દેશમાં મતદાતાઓમાં સૌથી મોટો ભાગ છે. તેવામાં પાર્ટી ઓબીસી કે કોઈ મહિલાને ઉમેદવાર બનાવી શકે છે. વર્તમાનમાં છત્તીષગઢના રાજ્યપાલ અનુસાઇયા ઉઇકે, તમિલનાડુના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન અને કેરલના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું નામ સંભવિતોમાં છે. તો ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનું નામ પણ ભાજપના રાષ્ટ્રપતિ પદનું નામ ઉમેદવાર માટે સામે આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news