રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ, આ ધારાસભ્યોએ દાવો કરતા કહ્યું-દ્રૌપદી મુર્મૂને આપ્યો મત

President Election 2022: રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે આજે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થયું જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને વિપક્ષના જોઈન્ટ ઉમેદવાર યશવંત સિન્હા પડકાર આપી રહ્યા છે. દેશના 15માં રાષ્ટ્રપતિ માટે આજે મતદાન થઈ રહ્યુ છે. સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મતદાન થઈ રહ્યું છે. 

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ, આ ધારાસભ્યોએ દાવો કરતા કહ્યું-દ્રૌપદી મુર્મૂને આપ્યો મત

President Election 2022: રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે આજે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થયું જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને વિપક્ષના જોઈન્ટ ઉમેદવાર યશવંત સિન્હા પડકાર આપી રહ્યા છે. દેશના 15માં રાષ્ટ્રપતિ માટે આજે મતદાન થઈ રહ્યુ છે. સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મતદાન થઈ રહ્યું છે. મતદાન દરમિયાન અનેક જગ્યાએથી ક્રોસ વોટિંગ થયું હોવાના અહેવાલ આવી રહ્યા છે.  

શિવપાલ યાદવનું પણ ચોંકાવનારું નિવેદન
સમાજવાદી પાર્ટીમાંથી અલગ થઈને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી બનાવનારા શિવપાલ યાદવે પણ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે નેતાજી (મુલાયમ સિંહ યાદવ)ને ISI ના એજન્ટ કહેનારા (વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા)નું અમે ક્યારેય સમર્થન કરી શકીએ નહીં. સપાના કટ્ટર નેતા, નેતાજીના સિદ્ધાંતોનું પાલન કરનારા આવા આરોપ લગાવનારા ઉમેદવારનું ક્યારેય સમર્થન કરશે નહીં. 

— ANI_HindiNews (@AHindinews) July 18, 2022

યુપીમાં પણ ક્રોસ વોટિંગ?
યુપીમાં સપાના બરેલીના ભોજીપુરાના ધારાસભ્ય શહજીલ ઈસ્લામે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમણે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મત આપ્યો છે. 

ઓડિશામાં થયું ક્રોસ વોટિંગ
ઓડિશાના કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ મુકીમે દાવો કર્યો છે કે તેમણે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મત આપ્યો છે. તેમણે કહ્યું કે આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે અને તેમણે તેમના અંતરાત્માનો અવાજ સાંભળ્યો છે અને દ્રૌપદી મુર્મૂને મત આપ્યો છે. 

— ANI (@ANI) July 18, 2022

ગુજરાતમાં આ MLA એ કર્યું ક્રોસ વોટિંગ
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો જે ડર હતો આખરે તે જ થયું. ગુજરાતમાં પ્રથમ ક્રોસ વોટિંગ થયું છે. NCP ના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું. કાંધલ જાડેજાએ NDA ઉમેદવારને મત આપ્યો હોવાનો દાવો કર્યો છે. NCPએ રાષ્ટ્રીય સ્તરે યશવંત સિંહાને સમર્થન આપ્યુ છે. કાંધલ જાડેજા એ કુતિયાણાથી એનસીપીના ધારાસભ્ય છે. તેમણે ક્રોસ વોટિંગ કરતા કહ્યુ કે, મેં બીજેપીના ઉમેદવારને વોટ આપ્યો છે. 

મતદાન માટે વ્હીલચેર પર આવ્યા પૂર્વ પીએમ
પૂર્વ પીએમ અને કોંગ્રેસના સાંસદ મનમોહન સિંહ વ્હીલચેર પર સંસદમાં આવ્યા અને તેમણે સહાયકોની મદદથી ભારતના રાષ્ટ્રપતિ પદ માટે થઈ રહેલી ચૂંટણી માટે મતદાન કર્યું. 

— ANI (@ANI) July 18, 2022

યશવંત સિન્હાએ આપ્યું નિવેદન
મતદાન વચ્ચે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે. આ ચૂંટણી નક્કી કરશે કે લોકતંત્ર છે કે નહીં. આ સાથે જ સાંસદો અને ધારાસભ્યોને કહ્યું કે તમારા અંતરાત્માનો અવાજ સાંભળો અને પ્રજાતંત્રને બચાવવા માટે મતદાન કરો. 

— ANI (@ANI) July 18, 2022

સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કર્યું મતદાન
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગરમાં વિધાનસભા ભવન ખાતે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યું. 

— ANI (@ANI) July 18, 2022

સીએમ યોગીએ આપ્યો મત
ઉત્તર પ્રદેશા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં વિધાનસભામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મત આપ્યો. 

પ્રધાનમંત્રીએ કર્યું મતદાન
પીએમ મોદીએ સંસદ ભવમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મત આપ્યો. અત્રે જણાવવાનું કે સંસદ ભવનના રૂ નંબર 63માં 6 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.

— ANI (@ANI) July 18, 2022

આ રીતે થાય છે મતદાન
રાષ્ટ્રપતિની ચૂંટણી ઇલેક્ટોરલ કોલેજ દ્રારા કરવામાં આવે છે. ઇલેક્ટોરલ કોલેજમાં સંસદના બંને ગૃહ એટલે કે લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો અને તમામ વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો સામેલ હોય છે. તમામ સાંસદો અને ધારાસભ્યોને 'ઇલેક્ટોરલ કોલેજ' કહેવામાં આવે છે અને તેમાંથી દરેક જણને 'ઇલેક્ટર' કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દરેક સાંસદના વોટની વેલ્યૂ સમાન હોય છે, પછી ભલે તેનો સંસદીય વિસ્તાર નાનો હોય કે મોટો. એટલે કે ભલે યુપી જેવા મોટા રાજ્યના સાંસદના વોટની વેલ્યૂ હોય કે સિક્કમ કે ગોવા જેવા નાના રાજ્યો અથવા કોઇ અન્ય રાજ્યના સાંસદ, તેમના વોટની વેલ્યૂ બરાબર હોય છે. જોકે MLA ના વોટોની વેલ્યૂ એક સમાન હોતી નથી. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ધારાસભ્યોના વોટની વેલ્યૂ જનસંખ્યાના આધાર પર નક્કી થતી હોય છે. જનસંખ્યાની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય યુપીના એક ધારાસભ્યના વોટની વેલ્યૂ સૌથી વધુ 208, જ્યારે સિક્કિમના એક ધારાસભ્યના વોટની વેલ્યૂ 7 છે.  મતદાન બાદ 21 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news