Precaution Dose: કોવિડ-19 રસીના બે ડોઝ લઈ ચૂકેલા લોકો માટે આવ્યા અત્યંત મહત્વના સમાચાર
દેશમાં કોરોનાના વધતા કેસને પહોંચી વળવા માટે રસી જ એકમાત્ર ઉપાય છે. જેને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે 15 વર્ષથી 18 વર્ષ વચ્ચેના કિશોરોને કોરોના રસી આપવામાં આવશે અને ફ્રન્ટ લાઈન વર્કર્સ તથા હેલ્થ વર્કર્સ કે પછી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા કેસને પહોંચી વળવા માટે રસી જ એકમાત્ર ઉપાય છે. જેને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે 15 વર્ષથી 18 વર્ષ વચ્ચેના કિશોરોને કોરોના રસી આપવામાં આવશે અને ફ્રન્ટ લાઈન વર્કર્સ તથા હેલ્થ વર્કર્સ કે પછી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. હવે આ મામલે નવું અપડેટ આવ્યું છે. જે લોકોને કોરોના રસીના બે ડોઝ મળી ચૂક્યા છે તેઓ કોઈ પણ રજિસ્ટ્રેશન વગર સીધા રસીકરણ કેન્દ્રમાં જઈને એપોઈન્ટમેન્ટ લઈ શકે છે કે પછી વોક ઈન કરી શકે છે.
રજિસ્ટ્રેશનની જરૂર નથી
આ શિડ્યૂલ શનિવારે એટલે કે 8 જાન્યુઆરી જાહેર કરવામાં આવશે. આ સાથે જ ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા પણ શનિવારે સાંજથી શરૂ થઈ જશે. અત્રે જણાવવાનું કે બૂસ્ટર ડોઝના રસીકરણની શરૂઆત 10 જાન્યુઆરીથી થવાની છે.
આ રીતે આપવામાં આવશે બૂસ્ટર ડોઝ
હાલમાં જ સરકારે જણાવ્યું હતું કે સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને અપાનારા કોવિડ-19નો બૂસ્ટર ડોઝ પહેલાના બે ડોઝની જેમ જ હશે. નીતિ આયોગના સભ્ય(સ્વાસ્થ્ય) વી કે પોલે કહ્યું કે જે લોકોએ પહેલા બે ડોઝ કોવિશીલ્ડના લીધા છે તેમને કોવીશિલ્ડ આપવામાં આવશે જ્યારે જે લોકોએ કોવેક્સીન લીધી છે તેમને કોવેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે રસીના મિશ્રણ સંલગ્ન નવી જાણકારી, વિજ્ઞાન અને આંકડા ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે