PSM@100: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની A to Z માહિતી માત્ર એક ક્લિક પર, કોઈને કંઈ પણ પૂછવાની નહીં પડે જરૂર!

Pramukh Swami Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં જવા અંગે તમારા મનમાં જે-જે સવાલો ઉદભવતા હશે એ તમામ સવાલોનો જવાબ તમને આ આર્ટિકલમાં મળી જશે.

PSM@100: પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની A to Z માહિતી માત્ર એક ક્લિક પર, કોઈને કંઈ પણ પૂછવાની નહીં પડે જરૂર!

BAPS Pramukh Swami Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહોત્સવનું સ્થળ ક્યાં આવેલું છે? મહોત્સવમાં જવા માટે કયા રસ્તેથી જવું? શું પહેલાંથી કોઈ રજીસ્ટ્રેશન કરાવવું પડે છે? કેટલાંથી કેટલાં વાગ્યા સુધી જાહેર જનતાને મળે છે પ્રવેશ? ત્યાં જમવા કે નાસ્તાની કોઈ વ્યવસ્થા છે? મેડિકલ ઈમરજન્સી થાય તો શું કરવું? ઈન્કવાયરી સેન્ટરથી લઈને વોશરૂમની વ્યવસ્થા સુધીની તમામ માહિતી સરળતાથી જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમિયાન સૌકોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. એના માટે કોઈ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. બે વાગ્યા પહેલાંનો સમય હરિભક્તો માટે આરક્ષિત છે. એના માટે દર્શનાર્થી હરિભક્તોનું તારીખ મુજબ આવવા માટે રજિસ્ટ્રેશન જે-તે દેશની સત્સંગ પ્રવૃત્તિ સેન્ટ્રલ ઓફિસ અને સત્સંગ પ્રવૃત્તિના કાર્યકર દ્વારા જ કરવામાં આવ્યું છે. દર્શનાર્થી માટે પણ કોઈ ઓનલાઈન રજિસ્ટ્રેશનની જાહેર લિંક, વેબસાઈટ કે એપ નથી. કોઈ પ્રકારના પ્રી-રજિસ્ટ્રેશન વિના જાહેર જનતા દરરોજ બપોરે 2.00 વાગ્યા પછીથી અને રવિવારે સમગ્ર દિવસ દરમિયાન મહોત્સવનો લાભ લઇ શકે છે. 

પરમ પૂજ્ય સંત શ્રી પ્રમુખસ્વામીના જન્મની શતાબ્દીના અવસરને ઉજવવા માટે અમદાવાદના આંગણે આ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં દેશ અને દુનિયાભરથી રોજ લાખો લોકો આવી રહ્યાં છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

બહારગામથી આવતા હરિભક્તો માટે રોકાણની વ્યવસ્થાઃ
પ્રમુખસ્વામી નગર માટે ખેડૂતો, વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓએ જમીન આપી છે. એ જ રીતે હરિભક્તોના રહેવા માટે બિલ્ડરો તરફથી પણ મકાનો આપીને સેવા કરી છે. આ મકાનોમાં બહારગામથી આવતા હરિભક્તોને 24 કલાક માટે ઉતારો આપવામાં આવશે. એના માટે નોંધણી કરાવનારા હરિભક્તોને જ ઉતારા આપવામાં આવશે.

એક મહિના સુધી ચાલશે આ મહોત્સવઃ
એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજે ઓછામાં ઓછા એક લાખ અને શનિ-રવિ તથા રજાઓમાં 2થી 3 લાખ મુલાકાતી પ્રવેશે એવો અંદાજ છે. આમ, આ મહોત્સવમાં એક મહિના દરમિયાન એક કરોડથી પણ વધુ મુલાકાતીઓ આવવાની શક્યતા છે. આટલી વિશાળ સંખ્યામાં મુલાકાતીઓના સંચાલન તેમજ સુવ્યવસ્થા માટે બારીકાઈથી એકેએક બાબતનું સચોટ આયોજન કરવામાં આવ્યું છે. આ નગરમાં આઝાદીના અમૃત મહોત્સવના વીરપુરુષોના કટઆઉટ પણ મુકાયા છે. બાળકોથી માંડીને યુવાઓ તેમ જ વડીલોને આકર્ષે એવા નગરની રચના કરવામાં આવી છે. આ ઉદઘાટન સમારોહમાં 1 લાખથી વધુ હરિભક્તો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં ભાવિક અને ભક્તો માટેની વ્યવસ્થા સાચવવા BAPS દ્વારા દિવસ-રાત મહેનત કરવામાં આવી છે, જેમાં ભોજનથી લઈ ભજન સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ થશે.

ભોજનશાળા અને હોસ્પિટલની વ્યવસ્થાઃ
આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખ્ખો હરિભક્તોનું માનવ મહેરામણ ઊમટી રહ્યું છે. આ મહોત્સવમાં અંદાજે 1 લાખ જેટલાં સ્વયં સેવકો ત્યાં ખડેપગે સેવા આપી રહ્યાં છે. તેમના માટે અલાયદી ભોજનશાળા, રહેવા માટેની વ્યવસ્થા અને મેડિકલ માટે હોસ્પિટલની વ્યવસ્થા કરાઈ છે. આ સાથે જ નિયમિત રીતે અહીં આવતા હરિભક્તોને પણ વિનામૂલ્યે હેલ્થચેકઅપ અને દવા વિનામૂલ્યે આપવામાં આવે છે.

વીવીઆઈપીની એન્ટ્રીઃ
પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશવા માટેનાં સાત પ્રવેશદ્વાર ઊભાં કરવામાં આવ્યાં છે, જેમાં મુખ્ય પ્રવેશદ્વાર VVIP માટે છે, જ્યારે બાકીનાં છ પ્રવેશદ્વારમાંથી ભક્તો પ્રવેશ કરી શકશે. આ પ્રવેશદ્વારમાંથી નગરમાં પ્રવેશતાં જ મુલાકાતીઓને ફ્રેશ થવા માટે વોશરૂમ રહેશે. ત્યાર બાદ પ્રેમવતી તેમ જ પુસ્તક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

કયા ગેટ પરથી કોને મળશે પ્રવેશ? 
અમદાવાદના એસ.પી.રીંગ રોડ પર ભાડજથી ઓગણજ રોડ વચ્ચે બનાવાયું છે ભવ્ય નગર
600 એકર જમીનમાં બનાવાયું છે ગજબનું શહેર
નગરની ફરતે ઉભા કરાયા છે 7 દરવાજા
નગરમાં પ્રવેશ માટે દરેક દિશામાં અપાયો છે એક-એક દરવાજો
તમામ દર્શનાર્થીઓ માટે વિનામૂલ્યે અપાશે પ્રવેશ
વીવીઆઈપીને મુખ્ય પ્રવેશ દ્વારથી અપાશે પ્રવેશ
ગેટ નં- 2, 3 અને 4: ભાડજ સર્કલથી આવતા લોકો આ 3 ગેટથી પ્રવેશી શકશે
ગેટ નં- 5, 6 અને 7: ઓગણજ સર્કલથી આવતા લોકોને આ 3 ગેટથી પ્રવેશ અપાશે
વિવિધ ગેટ નજીક પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે

મહોત્સવમાં પ્રવેશ માટેનો સમયઃ
પ્રમુખસ્વામી શતાબ્દિ મહોત્સવના કાર્યક્રમ સ્થળ પર જવા માટે સામાન્ય પબ્લિક માટે બપોરે 2 થી 9 વાગ્યાનો સમય રાખવામાં આવ્યો હતો. આ સમય સોમ-થી-શનિ સુધી લાગૂ રહેતું હોય છે. ત્યાર બાદ રવિવારે આખો દિવસ પબ્લિકને પ્રવેશ અપાય છે. રવિવાર સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી એમ કુલ 12 કલાક સુધી લોકોને વિના મુલ્યે પ્રવેશ અપાશે. રાત્રે 10 વાગ્યે મહોત્સવ સ્થળ બંધ કરી દેવામાં આવશે.

માત્ર 10 રૂપિયામાં મળશે તમામ ચા-નાસ્તોઃ
પ્રમુખસ્વામી શતાબ્દિ મહોત્સવ દરમિયાન સ્વંય સેવકો માટે ફ્રીમાં ભોજનની વ્યવસ્થા કરાઈ છે. જ્યારે બહારથી આવતા તમામ હરિભક્તોને અહીં તૈયાર કરાયેલાં પ્રેમવતીમાંથી ફૂડ લઈ શકશે. જેમાં 10 રૂપિયામાં ચા, કોફી, છાશ, લીંબુ શરબત, વિવિધ પ્રકારની વેફર્સ અને વિવિધ પ્રકારની નમકીન મળશે.

માત્ર 20 રૂપિયામાં મળશે ખાણી-પીણી:
પ્રમુખસ્વામી શતાબ્દિ મહોત્સવ દરમિયાન બહારથી આવતા તમામ લોકો માટે અહીં પ્રેમવતીના ફૂડ સેન્ટર ઉભા કરવામાં આવેલાં છે. જ્યાં પરોઠા શાક, સ્વામિનારાયણ ખીચડી, પાંઉભાજી, દાબેલી, સમોસા, સેન્ડવિચ, પફ, પોપકોર્ન, આઈસક્રીમ કપ અને ફુલફી, વિવિધ જાતનાં કોલ્ડડ્રિંક્સ માત્ર 20 રૂપિયામાં મળશે. અહીં આવતા હરિભક્તો નાસ્તો અને જમવા માટે 30થી વધુ પ્રેમવતી સેન્ટર ઉભા કરાયા છે. આ ઉપરાંત વિદેશથી આવતા મહેમાનો અને વીવીઆઈપી માટે જમવાની અલાયદી વ્યવસ્થા પણ કરાઈ છે.

 

પ્રમુખ સ્વામી નગરમાં શું ખાસ જોવા જેવું છે?
ટેલિફોન પર લો પ્રમુખસ્વામીના આર્શિવાદ
8 લાખ બબલ્સની પ્રમુખસ્વામી મહારાજની કલાત્મક મૂર્તિ
સહજાનંદ જ્યોતિ મંડપમ સાથે જ્યોતિ ઉદ્યાનનો ઝળહળાટ
દરરોજ સાંજે વિશાળ લાઈટ એન્ડ સાઉન્ડ શો

પાંચ વિશાળ ડોમમાં વિવિધ પ્રેરણાદાયિ કાર્યક્રમો:
ડોમ-1: ટૂટે દિલ, તૂટે ઘર (પારિવારિક સંવાદિતા)
ડોમ-2: ચલો તોડ દે યે બંધન (વ્યસનમુક્તિની પ્રેરણા)
ડોમ-3: મેરા ભારત, હમારા ભારત (ભારતના ગૌરવની વાત)
ડોમ-4: સંત પરમ હિતકારી (પ્રમુખસ્વામીની વિરલ પ્રતિભાનું દર્શન)
ડોમ-5: સહજાનંદ જ્યોતિ મંડંપ(પ્રમુખસ્વામીની જીવનયાત્રાના દર્શન)

વ્યક્તિ કે વસ્તુ ખોવાય તો શું કરવું?
600 એકર જમીનમાં પથરાયેલાં પ્રમુખ સ્વામી નગરમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ ખોવાઈ જાય તો અહીં સ્પેશિયલ ઈન્કવાયરી ઓફિસ તૈયાર કરાઈ છે. જ્યાં હાજર સ્વંય સેવકો કરશે મદદ....નગરમાં પ્રવેશ કરતા કોઈપણ પણ પ્રકારની માહિતી ના હોય અને ટેકનોલોજીની જાણકારી ના હોય તો મુલાકાત લેનારે ચિંતા કરવાની જરાપણ જરૂર નથી ઇન્કવારી ઓફિસ અને સ્વયંસેવક પડેપગે મદદ કરવા માટે તૈયાર છે.

 

Psm100 App પર મળશે A to Z માહિતીઃ
સ્વામિનારાયણ નગરે પહોંચ્યા બાદ સૌથી પહેલો સવાલ પાર્કિંગનો ઊભો થશે, પરંતુ અહીં એની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પહેલા તો તમારા ફોનમાં Psm100 એપ ઇન્સ્ટોલ કરી લો. હવે આગળ વાત કરીએ તો આ એપ એક ગાઈડની ભૂમિકા તરીકે કામ કરશે, જેમાં મુલાકાતીએ એક QR કોડ સ્કેન કરતાં પાર્કિંગ માટેની જગ્યાની ખબર પડી જશે અને મહોત્સવનાં તમામ આકર્ષણો પણ ક્યાં અને કેવી જવું એવી માહિતી આ એપ દ્વારા મળશે. કોઈપણ માહિતી અને લોકેશન કેટલું દૂર છે જેવી માહિતી એપ દ્વારા મળી જશે. એની સાથે સાથે સાંજે ચાલતા તમામ સાંસ્કૃતિક પ્રોગ્રામની માહિતી અને સમય પણ આ એપ્લિકેશન દ્વારા મળી જશે. આ એપ્લિકેશન ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં છે. 

કાર્યક્રમોનું ટાઈમટેબલઃ
કાર્યક્રમો અને પ્રદર્શન                    સમય                 ટાઈમલિમિટ
કલ્ચર ગેટ્સ                                  2pm to 9pm       20 મિનિટ
પ્રમુખસ્વામી મહારાજ મહામૂર્તિ       2pm to 9pm      30 મિનિટ
દિલ્હી અક્ષરધામની રેપ્લિકા            2pm to 9pm       20 મિનિટ
સોવેનિયર શોપ                            2pm to 9pm       20 મિનિટ
એક્ઝિબિશન પેવેલિયન                2pm to 9pm       25 મિનિટ
ચિલ્ડ્રન્સ એડવેન્ચર                        2pm to 9pm       90 મિનિટ
કલ્ચરલ ઈવનિંગ પ્રોગ્રામ                5pm to 7pm    -
સહજાનંદ જ્યોતિ ઉદ્યાન                2pm to 9pm      30 મિનિટ
પ્રેમવતી ફૂડકોર્ટ                            2pm to 9pm      20 મિનિટ    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news