Rahul Gandhi એ 3 કહેવતોથી સરકાર પર સાધ્યું નિશાન, જવાબમાં મળી આ 3 કહેવતો

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ સહિત અને સિતારાઓની ઓફિસ અને ઘરો પર આવકવેરા વિભાગના દરોડા મામલે ભાજપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે.

Rahul Gandhi એ 3 કહેવતોથી સરકાર પર સાધ્યું નિશાન, જવાબમાં મળી આ 3 કહેવતો

નવી દિલ્હી: ફિલ્મમેકર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ સહિત અને સિતારાઓની ઓફિસ અને ઘરો પર આવકવેરા વિભાગના દરોડા મામલે ભાજપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધીની કહેવતો જવાબ કહેવતોથી આપ્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 100 ઉંદર  ખાઈને બિલ્લી હજ પર ચાલી.

પ્રકાશ જાવડેકરે શેર કરી ત્રણ કહેવતો
પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને કહ્યું કે 'રાહુલ ગાંધી આ કહેવતોને પણ યાદ કરી લે. 1. સો ઉંદર ખાઈને બિલાડી હજ પર ચાલી.- ઈમરજન્સીમાં મીડિયાની આઝાદી પર અંકૂશ લગાવનારી કોંગ્રેસનું મીડિયા ફ્રીડમ પર જ્ઞાન આપવું. 2. આંગળી પણ ગણી લેવા- કોંગ્રેસની હાલની સ્થિતિ અને ચૂંટણીમાં સ્થિતિ. 2 રંગા સિયાર- સૌથી વધુ સાંપ્રદાયિક પાર્ટી સેક્યુલરિઝમનો ઢોંગ કરતી, એક પરિવારની પાર્ટી હવે લોકતંત્રનો પાઠ ભણાવે છે.'

— Prakash Javadekar (@PrakashJavdekar) March 4, 2021

રાહુલે કહેવતોથી કેન્દ્ર પર સાધ્યું હતું નિશાન
આ અગાઉ રાહુલ ગાંધીએ આવકવેરા વિભાગના દરોડાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને ત્રણ કહેવતો શેર કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું- 'કેટલીક કહેવતો..આંગળી પર નચાવવું- કેન્દ્ર સરકાર IT Dept-ED-CBI સાથે આવું કરે છે. ભીગી બિલ્લી બનવું- કેન્દ્ર સરકાર સામે મિત્ર મીડિયા. ખિસિયાની બિલ્લી ખંભા નોંચે- જેમ કેન્દ્ર સરકાર ખેડૂત-સમર્થકો પર રેડ કરાવે છે.'

उँगलियों पर नचाना- केंद्र सरकार IT Dept-ED-CBI के साथ ये करती है।

भीगी बिल्ली बनना- केंद्र सरकार के सामने मित्र मीडिया।

खिसियानी बिल्ली खंबा नोचे- जैसे केंद्र सरकार किसान-समर्थकों पर रेड कराती है।#ModiRaidsProFarmers

— Rahul Gandhi (@RahulGandhi) March 4, 2021

આવકવેરા વિભાગની કાર્યવાહી
અત્રે જણાવવાનું કે ટેક્સ ચોરી મામલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુ સહિત અનેક સિતારાઓના ઘરો અને ઓફિસ પર આવકવેરા વિભાગે બુધવારે દરોડા માર્યા હતા. આ ઉપરાંત આવકવેરા વિભાગે અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ સાથે બુધવારે મોડી રાત સુધી પૂછપરછ કરી હતી. આવકવેરા વિભાગે ફિલ્મમેકર મધુ મન્ટેનાની કંપની ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટના અંધેરી વેસ્ટના કોમર્સ સેન્ટર ઓફિસમાં દરોડા પાડ્યા. આ ઓફિસમાં આવકવેરા વિભાગના 8 અધિકારી સવારે 6 વાગે પહોંચ્યા હતા અને 20 કલાકથી વધુ સમય સુધી ત્યાં રહ્યા. આ દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓએ ઓફિસથી અનેક મહત્વના દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ગેઝેટ જપ્ત કર્યા. આ ઉપરાંત ક્વાન કંપનીના 4 એકાઉન્ટ્સ પણ સીલ કરાયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news