પોઝિટિવ ન્યૂઝ : જ્યારે મોડી રાતે ઓટો ડ્રાઇવરે કરી મહિલાની મદદ... સોશિયલ મીડિયામાં વાયરલ થઇ તસ્વીર
હકારાત્મક અને પોઝિટિવ ન્યૂઝની તસ્વીર શેયર કરતાં વિજયતા લખે છે કે ગત રાતે મારી કેબ રસ્તા વચ્ચે ખરાબ થઇ હતી. જે બાદ મે એક ઓટો રોકાવી અને જોતાં જ હું અચંબિત થઇ હતી.
Trending Photos
નવી દિલ્હી : દેશમાં આજકાલ ઘરની બહાર નીકળતાં પહેલા મહિલાઓએ વિચારવું પડે છે કે બહાર તે સુરક્ષિત રહી શકશે કે કેમ? આવા સમયે મુંબઇની એક મહિલાએ મોડી રાતે પોતાના થયેલા અનુભવની એક તસ્વીર શેયર કરી છે જેને લઇને સોશિયલ મીડિયામાં તે લાઇમ લાઇટમાં આવી છે. મુંબઇની મહિલાએ શેયર કરેલી આ તસ્વીરે સમાજમાં આવી રહેલા પરિવર્તનની સાથોસાથ એક હકારાત્મક અને પોઝિટિવ વિચારની દિશામાં પ્રેરણા પુરી પાડી છે.
મુંબઇની મહિલા વિજયતાએ આ તસ્વીર ટ્વિટ કરી છે. આ તસ્વીર શેયર કરતાં એ લખે છે કે, ગત રાતે હું મુસાફરી કરી રહી હતી. એવામાં મોડી રાતે રસ્તામાં મારે કેબ ખરાબ થઇ, ત્યાર બાદ હું એમાંથી ઉતરી અને રસ્તા પર ઉભી રહી અન્ય ટેક્ષીની રાહ જોતી હતી એવામાં એક ઓટો આવતાં મેં રોકાવી અને એ જોતાં હું અચંબિત થઇ ગઇ, ઓટો એક મહિલા ડ્રાઇવર ચલાવી રહી હતી. જેણે મને સુરક્ષિત રીતે ઘરે તો છોડી સાથોસાથ રસ્તામાં એની સાથે ઘણી વાતો કરવાનો મોકો મળ્યો. મારો આ અનુભવ ઘણો સારો રહ્યો અને એ જાણીને ઘણી ખુશી થઇ કે, હું એક એવા શહેરમાં રહું છું કે જ્યાં મોડી રાતે ઓટો એક મહિલા ચલાવી રહી છે. વિજયતાની પોસ્ટ લોકોને ઘણી પસંદ આવી અને શેયર કરી રહ્યા છે તેમજ પોતાના વિચાર પણ વ્યક્ત કરી રહ્યા છે.
My cab broke down near Powai, past midnight. Stopped an auto and was wonderfully surprised to see a woman driver. She dropped me home, we chatted and it felt so good to live in a city where women do feel safe enough to be out at all hours. Really hope it stays that way! pic.twitter.com/2bTpq340R2
— Vijayeta (@SacredInsanity) June 21, 2018
એક યુઝરે તો વિજયતાની પોસ્ટ પર લખ્યું કે, જો મોડી રાત સુધી એક મહિલા ઓટો ચલાવી શકતી હોય તો એ સ્થળ સાચે જ મહિલાઓ માટે સુરક્ષિત છે.
My cab broke down near Powai, past midnight. Stopped an auto and was wonderfully surprised to see a woman driver. She dropped me home, we chatted and it felt so good to live in a city where women do feel safe enough to be out at all hours. Really hope it stays that way! pic.twitter.com/2bTpq340R2
— Vijayeta (@SacredInsanity) June 21, 2018
બીજા એક યુઝરે લખ્યું કે, આઝાદીના 70 વર્ષ બાદ આપણે એખ મહિલાને ઓટો ચલાવતા જોઇ ઉત્સાહિત થઇએ છીએ અને એને એક સામાન્ય રીતે નથી લેતા. જે દિવસે આપણે આ વાતને સામાન્ય લઇશું ત્યારે સાચે જ દેશમાં પરિવર્તન આવશે. આ મહિલા દેશમાં પરિવર્તન માટે ઓટો ચલાવી રહી છે.
દેશના અન્ય ન્યૂઝ જાણવા માટે અહીં ક્લિક કરો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે