3 વર્ષમાં 5 મોટા આતંકવાદી હુમલા, શું પૂંછમાં પુલવામાનું પુનરાવર્તન કરવાનો પ્રયત્ન

Poonch Terror Attack: 2019માં પુલવામા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ હુમલા બાદ આટલી મોટી આતંકવાદી ઘટના બની નથી પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં 5 આતંકી હુમલા કરવામાં આવ્યા છે.

3 વર્ષમાં 5 મોટા આતંકવાદી હુમલા, શું પૂંછમાં પુલવામાનું પુનરાવર્તન કરવાનો પ્રયત્ન

Poonch Terror Attack: ભારતીય સેનાએ ગુરુવારે (20 એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પાંચ સૈનિકોના નામ જાહેર કર્યા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના હવાલદાર મનદીપ સિંહ, લાન્સ નાઈક દેબાશીશ બસવાલ, લાન્સ નાઈક કુલવંત સિંહ, સિપાહી હરકિશન સિંહ અને સિપાહી સેવક સિંહ તરીકે થઈ છે. NIA પુંછ હુમલાની પણ તપાસ કરશે. NIAની ટીમ શુક્રવારે (21 એપ્રિલ) સાંજ સુધીમાં સ્થળ પર પહોંચી જશે.

હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે લીધી છે. સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો ફાયદો ઉઠાવીને અજાણ્યા આતંકવાદીઓએ રાશન અને ઈંધણ લઈ જતી ટ્રક પર ગ્રેનેડથી હુમલો કર્યો. જેના કારણે ટ્રકમાં આગ લાગી હતી.

આજે સૂર્ય ગ્રહણ પર બનશે 5 શુભ યોગ, આ રાશિવાળા પર થશે ધન-વર્ષા, મળશે પ્રગતિ
રાશિફળ 20 એપ્રિલ: આ રાશિના લોકો થઇ જાય સાવધાન, થઇ શકે છે આર્થિક નુકસાન

અંડરગાર્મેટમાં રોટલી સંતાડીને ખાવી પડતી હતી, પરંતુ હવે ઓફિસ બની પતિને ભણાવ્યો પાઠ
Buying Property: ઘર ખરીદવું કે ભાડે રહેવું સારું? જાણી લો તમારા ફાયદાનું ગણિત
કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી? જાણી લો કઈ ખરીદવાથી તમને મળશે અધધ... વળતર

છેલ્લા બે વર્ષમાં 4 મોટા આતંકવાદી હુમલા
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી હુમલાઓમાં ઘટાડો થયો છે. આમ છતાં આતંકવાદીઓને સંપૂર્ણ રીતે રોકી શકાયા નથી. છેલ્લા બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 4 મોટા આતંકી હુમલા થયા છે. 11 ઓક્ટોબર, 2021ના રોજ પૂંચ જિલ્લાના સુરંગ કોટ તાલુકામાં આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા. 16 ઓક્ટોબર 2021ના રોજ પૂંચ જિલ્લામાં આતંકવાદી હુમલામાં 4 જવાનો શહીદ થયા હતા.

11 ઓગસ્ટ, 2022ના રોજ, રાજૌરીના પરગલ વિસ્તારમાં આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં 5 જવાનો શહીદ થયા હતા, જ્યારે હુમલાને અંજામ આપનાર બંને હુમલાખોરો ફિદાયીનને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. તે જ સમયે, 1 જાન્યુઆરી, 2023 ના રોજ, રાજૌરીના ડાંગરીમાં આતંકવાદી હુમલામાં, આતંકવાદીઓ દ્વારા હિન્દુ સમુદાયના 7 લોકો માર્યા ગયા હતા.

આતંકી હુમલા પર સેનાએ શું કહ્યું?
ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના સૈનિકોને લઈને એક ટ્રક રાજૌરી સેક્ટરમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ભીમ્બર ગલી અને પુંછ વચ્ચે હાઈવે પર આતંકીઓએ ગોળીબાર કર્યો અને ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. હજુ સુધી આતંકીઓની ઓળખ થઈ શકી નથી. આ આતંકી હુમલામાં 4 આતંકીઓ સામેલ હોવાની આશંકા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news