શું કોંગ્રેસમાં વાપસી કરશે કેપ્ટન? અટકળો પર અમરિંદર સિંહે આપ્યો સ્પષ્ટ જવાબ
કેપ્ટનના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે પૂર્વ મુખ્યમંત્રીના ટ્વિટર પર નિવેદન જાહેર કર્યુ. આ નિવેદનમાં કેપ્ટને કહ્યુ કે, તે કોંગ્રેસમાં રહેશે નહીં અને જલદી પોતાની પાર્ટી બનાવશે.
Trending Photos
ચંડીગઢઃ કોંગ્રેસ સાથે વાતચીતની ખબરોને નકારતા કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh) તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ બધી વસ્તુનો સમય નિકળી ગયો છે. કેપ્ટનનું સ્પષ્ટ કહેવુ છે કે પડદાની પાછળ વાતચીતના સમાચારો ખોટા છે. તેમણે પાર્ટીથી અલગ થવા અને પદ ત્યાગવાનો નિર્ણય ખુબ સમજી વિચારીને લીધો છે. સહયોગ માટે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) નો આભાર વ્યક્ત કરતા કેપ્ટને કહ્યુ કે, હવે કોંગ્રેસમાં રહી શકે નહીં.
ભાજપ, અકાલી સાથે ગઠબંધન માટે વાતચીત કરશે કેપ્ટન
કેપ્ટન અમરિંદર સિંહના મીડિયા મેનેજરે તેમનું નિવેદન ટ્વીટ કર્યુ જેમાં કહેવામાં આવ્યું છે, 'હું જલદી મારી પાર્ટી શરૂ કરીશ અને કિસાનોના મુદ્દાને ઉકેલ્યા બાદ પંજાબ ચૂંટણી માટે ભાજપ, અલગ થયેલા અકાલી જૂથો અને અન્ય સાથે સીટોની વહેંચણીને લઈ વાતચીત કરીશ. હું પંજાબ અને તેના કિસાનોના હિતમાં મજબૂત સામૂહિક તાકાત બનાવવા ઈચ્છુ છું.'
‘Reports of backend talks with @INCIndia are incorrect. The time for rapprochement is over. The decision to part ways with party was taken after much thought and is final. I'm grateful to #SoniaGandhi ji for her support but will not stay in Congress now.': @capt_amarinder 1/2 pic.twitter.com/FbO7Toj28V
— Raveen Thukral (@RT_Media_Capt) October 30, 2021
સિદ્ધુને ખુલ્લો પડકાર
ઉલ્લેખનીય છે કે બુધવારે કેપ્ટન અમરિંદર સિંહે નવી પાર્ટીની સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી હતી. તે સમયે તેમણે કહ્યુ હતુ કે ચૂંટણી પંચની મંજૂરી બાદ તે ચૂંટણી ચિન્હની સાથે નામની જાહેરાત કરશે. સિદ્ધુ પર નિશાન સાધતા કેપ્ટને કહ્યુ હતુ કે સિદ્ધુ જ્યાંથી લડશે, અમે તેની સાથે લડીશું. સમય આવવા પર અમે બધી 117 સીટો પર ચૂંટણી લડીશું.
ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે પહેલા પણ પોતાની પાર્ટી બનાવી હતી અને ચૂંટણી લડવા પર તેમને માત્ર 856 મત મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે