27 ટકા અનામત આપીને પણ હારી ગયા વીપી સિંહ, શું મોદીનો દાવ સફળ જશે ?
મોદી સરકારનાં આર્થિક અનામતના નિર્ણયને લગભગ તમામ દળોનું સમર્થન મળી રહ્યું છે, 1990માં વીપી સરકારે જ્યારે અન્ય પછાત જાતીઓને અનામત આપવાનો નિર્ણય કર્યો તો કોંગ્રેસ સહિત અનેક દળોએ તેનો વિરોધ કર્યો હતો
Trending Photos
નવી દિલ્હી : 2019ની લોકસભા ચૂંટણી માટે મોદી સરકારે એક મોટો પાસો ફેંક્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકારનાં આ પગલાને વિરોધી દળો રાજકીય સ્ટંટ ગણાવી રહ્યા છે, જો કે વિરોધમાં કોઇ નથી. 29 વર્ષ પહેલા જ્યારે તત્કાલીન વડાપ્રધાન વીપી સિંહે ગરીબો પછાતોને 27 ટકા અનામત આપવાની ભલામણોને લાગુ કરી તો તેમનો વ્યાપક વિરોધ કરવામાં આવ્યો. એટલે કે ત્રણ દશકમાં રાજનીતિમાં એટલું પરિવર્તન આવ્યુ કે, દલિતોની રાજનીતિ કરનારા દળો પણ સવર્ણોને અનામતનું સમર્થન કરી રહ્યા છે. જો કે સવાલ તેમ છતા પણ તે જ છે કે 27 ટકા અનામત આપવા છતા પણ વીપી સિંહ હારી ગયા હતા તો શું વડાપ્રધાન મોદીનો આ દાવ સફળ થશે?
પાર્ટીઓમાં આ પરિવર્તન પાછળ શું મજબુરી છે તે સમજવા માટે તે સમયની રાજનીતિમાં જવું પડશે, જે સમયે વીપી સરકારે તે નિર્ણને લાગુ કર્યો. મોરારજી દેસાઇ નેતૃત્વમાં બનેલી પ્રથમ બિન કોંગ્રેસી સરકારે 20 ડિસેમ્બર, 1978નાં રોજ બિંદેશ્વરી પ્રસાદ મંડળની આગેવાનીમાં એક પંચ બનાવ્યું. જેને મંડલ આયોગ કહેવામાં આવ્યું. આ પંચે 12 ડિસેમ્બર, 1980ના રોજ પોતાનો અહેવાલ પુર્ણ કર્યો પરંતુ ત્યા સુધીમાં મોરારજી દેસાઇ ટકી શકી નહોતી અને ઇમરજન્સી બાદ સત્તામાંથી બેદખલ થયેલ ઇંદિરા ગાંધી પરત આવી ચુક્યા હતા. મંડલ કમિશે સરકારી નોકરીઓમાં અન્ય પછાત વર્ગ (OBC)ના લોકોને 27 ટકા અનામતની ભલામણ કરી હતી.
ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીને શાસન ચલાવવાની તક મળી, પરંતુ તેમને કમિશનની ભલામણો લાગુ કરી નહી. ત્યાર બાદ ફરી એકવાર જનતા દળ સરકાર બની અને વિશ્વનાથ પ્રતાય સિંહે દેશનાં વડાપ્રધાન બન્યા તો તેમણે મંડલ કમિશનની ભલામણોને લાગુ કરી દીધી. કહેવાય છેકે દેવીલાલનાં વધતા કદને અટકાવવા માટે તેમણે આ રમત રમી હતી.
જો કે આ નિર્ણય પછી દેશની રાજનીતિ બદલાઇ ગઇ. સવર્ણ જાતીનાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. અનામત વિરોધી આંદોલનનાં નેતા બનેલા રાજીવ ગોસ્વામીએ આત્મદાહ કરી લીધું. કોંગ્રેસે ખુલ્લો વિરોધ કર્યો. તો ભાજપે નવા પેંતરા દ્વારા આ સમગ્ર રાજનીતિથી અંતર જાળવ્યું. વીપી સિંહને પોતાનાં જ વિરોધીઓ થતા લાગ્યા. આખરે વીપી સિંહે સત્તા ગુમાવવી પડી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે