જબરદસ્ત! આ એક જ ટ્રિકથી પોલીસ અધિકારીએ 48 કિલો વજન ઘટાડી નાખ્યુ, જાણીને દંગ રહી જશો
જ્યારે એકવાર વજન વધી જાય છે તો આ વધેલા વજનને ઉતારવા માટે ખુબ પરસેવો પાડવો પડે છે. અનેક મહિનાઓ સુધી સતત કસરત અને ભાગદોડ કરવી પડે છે. એટલું જ નહીં ખાવા પીવામાં પણ ચરી પાળવી પડે છે અને અનેક મનગમતા વ્યંજનોથી દુર રહેવું પડે છે.
Trending Photos
જ્યારે એકવાર વજન વધી જાય છે તો આ વધેલા વજનને ઉતારવા માટે ખુબ પરસેવો પાડવો પડે છે. અનેક મહિનાઓ સુધી સતત કસરત અને ભાગદોડ કરવી પડે છે. એટલું જ નહીં ખાવા પીવામાં પણ ચરી પાળવી પડે છે અને અનેક મનગમતા વ્યંજનોથી દુર રહેવું પડે છે. વજન ઓછું કરવા માટે જિમ ટ્રેનર, યોગ ટીચરથી લઈને ડાયેટિશિયન પાસે જવું પડે છે અને તેમની સલાહ લેતા હોઈએ છીએ. આપણે અનેક પોલીસકર્મીઓને પણ જોયા છે જેમનું વજન ખુબ વધી જાય છે. પરંતુ તેમને વજન ઓછું કરવામાં ખુબ મહેનત લાગતી હોય છે. આવું એટલા માટે કારણ કે તેમને સતત કામના પગલે કસરત કરવાનો ટાઈમ જ નથી મળતો.
વજન ઓછું કરવા માટે આ પોલીસકર્મીએ કર્યું કઈક આવું
જો કે કેટલાક પોલીસકર્મીઓ એવા પણ છે જે એકવાર જે નક્કી કરી લે તો કોઈ તેમને રોકી શકતું નથી. છત્તીસગઢ પોલીસના એક એએસઆઈએ આવું જ કરી બતાવ્યું છે. તેમણે ન તો જિમ જોઈન કર્યું કે ન તો યોગ કે ન તો કોઈ દવા લીધી. આમ છતાં તેમણે 9 મહિનાની અંદર 48 કિલો વજન ઓછું કરી લીધુ. આ જોઈને બધા સ્તબ્ધ છે કે આખરે આવું કર્યું કેવી રીતે. આ અંગે આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે આખરે કેવી રીતે એએસઆઈએ પોતાનું વજન ફક્ત 9 મહિનામાં ઓછું કરી બતાવ્યું.
.@CG_Police के ASI विभव तिवारी ने, सिर्फ 9 महीने में अपना वजन 150 किलो से 102 किलो कर दिखाया.
बेहतर फिटनेस कार्यकुशलता बढ़ाती है.
बेहद सराहनीय एएसआई विभव.👏 आपकी उपलब्धि बहुत से लोगों को हेल्थी और फिट जीवनशैली अपनाने के लिए प्रेरित करेगी.#fitnesslifestyle #HealthyLiving. pic.twitter.com/SpBgkSoVeq
— Dipanshu Kabra (@ipskabra) February 7, 2022
આઈપીએસ દિપાંશુ કાબરાએ ટ્વીટ કરી
આઈપીએસ દીપાંશુ કાબરાએ પોતાની ટ્વીટમાં લખ્યું કે 'છત્તીસગઢ પોલીસ(@CG_Police)ના એએસઆઈ વિભવ તિવારીએ ફક્ત 9 મહિનામાં પોતાનું વજન 150થી 102 કરી બતાવ્યું. સારી ફિટનેસ કાર્યકુશળતા વધારે છે. ખુબ જ પ્રશંસનીય એએસઆઈ વિભવ. તમારી ઉપલબ્ધિ અનેક લોકોને હેલ્ધી અને ફીટ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરશે.' એએસઆઈ વિભવ તિવારીએ પોતાના વજનને ઓછું કરવા અંગે જાણકારી આપી કે આખરે કેવી રીતે તેઓ કોઈ પણ જિમ, યોગ કે દવા વગર વજન ઓછું કરવામાં સફળ રહ્યા.
આખરે પોલીસ અધિકારીએ કેવી રીતે ઓછું કર્યું આટલું બધુ વજન
એએસઆઈ વિભવે પોતાના વજન ઓછું કરવા અંગે જણાવ્યું કે તેમણે સવાર અને સાંજ ફક્ત એક કલાક વોક કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેમણે તળેલું ભોજન એવોઈડ કર્યું. લીલા શાકભાજી પર નિયમિત ધ્યાન આપ્યું. બહારના જંક ફૂડને પણ બંધ કર્યું. વર્ષ 2020 મે થી તેમણે વજન ઓછું કરવાનું શરૂ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 50 કિલો જેટલું ઓછું કરી લીધુ છે. તેમણે હેલ્થ એક્સપર્ટ પાસે પણ સલાહ લેવાનું શરૂ કરી દીધુ છે જેથી કરીને હજુ વધુ વજન ઓછું થઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે