મીટિંગ બાદ રેસલરોએ કહ્યું- 15 જૂન સુધી પોલીસ તપાસ પૂરી થવાનો મળ્યો સમય, ત્યાં સુધી નહીં થાય પ્રદર્શન

રેસલરો અને ખેલમંત્રી વચ્ચે બુધવારે આશરે 6 કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠક બાદ બહાર આવેલા રેસલરોએ કહ્યું કે સરકારે પોલીસ તપાસ પૂરી થવા માટે 15 જૂન સુધીનો સમય આપ્યો છે. આ વચ્ચે રેસલરો પ્રદર્શન કરશે નહીં. 

મીટિંગ બાદ રેસલરોએ કહ્યું- 15 જૂન સુધી પોલીસ તપાસ પૂરી થવાનો મળ્યો સમય, ત્યાં સુધી નહીં થાય પ્રદર્શન

નવી દિલ્હીઃ રેસલરો અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર વચ્ચે યોજાયેલી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠક આશરે 6 કલાક ચાલી હતી. આ બેઠક બાદ સાક્ષી મલિકે કહ્યું કે પોલીસ તપાસ પૂરી થવા માટે 15 જૂન સુધીનો સમય સરકારે આપ્યો છે. આ વચ્ચે રેસલર્સ કોઈ પ્રદર્શન નહીં કરે. બજરંગ, રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક અને તેનો રેસલર પતિ સત્યવ્રત કાદિયાન બેઠક માટે બુધવારે અનુરાગ ઠાકુરના ઘરે પહોંચ્યા હતા. 

ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પૂનિયાની આગેવાનીમાં રેસલરોની ખેલ મંત્રી અનુરાગ ઠાકુરની સાથે આ મહત્વપૂર્ણ બેઠક થઈ છે. સરકારે ભારતીય કુશ્તી મહાસંઘના નિવર્તમાન અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગને લઈને આંદોલન કરી રહેલા રેસલરોની સાથે સમજુતી કરવાનો પ્રયાસ જારી રાખ્યો છે. આ કડીમાં બેઠક યોજાઈ હતી. 

— ANI (@ANI) June 7, 2023

મીટિંગ બાદ મીડિયાને સંબોધિત કરતા ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે રેસલરોની સાથે સકારાત્મક વાતચીત થઈ. સરકારે ખુલા મનથી દરેક વિષયો પર વાત કરી. 15 જૂન સુધી રેસલરો પ્રદર્શન કરશે નહીં. ખેલાડીઓએ કેસ પરત લેવાની માંગ કરી છે. અનુરાગ ઠાકુરે કહ્યુ કે મહિલા રેસલરોને સુરક્ષા આપવામાં આવશે. 

— ANI (@ANI) June 7, 2023

અનુરાગ ઠાકુરે કહ્યું કે આ બેઠકમાં જે મુદ્દા પર ચર્ચા થઈ છે, તેમાં જે આરોપ લગાવવામાં આવ્યા છે, તેની તપાસ પૂરી કરી 15 જૂન સુધી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. રેસલિંગ ફેડરેશનની ચૂંટણી 30 જૂન સુધી કરવામાં આવશે. રેસલિંગ ફેડરેશનની આંતરિક ફરિયાદ સમિટિ બનાવવામાં આવે અને તેની અધ્યક્ષતા કોઈ મહિલા કરે. 

આ બેઠક પહેલા રેસલર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. એક સગીર સહિત સાત મહિલા રેસલરોના કથિત યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા બૃજભૂષણની ધરપકડની માંગને લઈને તે રેસલર 23 એપ્રિલથી બીજીવાર જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news