PM Modi ની Security Breach નો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, CM ચન્નીએ પણ બનાવી તપાસ માટે કમિટી

PM Modi Security Breach: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન થયેલી સુરક્ષા ચૂકનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.

PM Modi ની Security Breach નો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, CM ચન્નીએ પણ બનાવી તપાસ માટે કમિટી

PM Modi Security Breach: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન થયેલી સુરક્ષા ચૂકનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. બીજી બાજુ પંજાબની ચન્ની સરકારે આ મામલે તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી છે. 

સુરક્ષા ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્ના સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસની બેન્ચ તેના પર શુક્રવારે વાત કરી શકે છે. મળતી માહિતી મુજબ સીનિયર એડવોકેટ મનિન્દર સિંહે આ મામલે જનહિત અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવાયું છે કે આ પ્રકારની સુરક્ષામાં ચૂક સ્વીકારી શકાય નહીં. અરજીમાં સીનિયર એડવોકેટ મનિન્દર સિંહે પંજાબ સરકારને યોગ્ય નિર્દેશ આપવા, જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.

Court asks Singh to serve a copy of the petition to the Central and Punjab Govts today pic.twitter.com/lBXByu60ly

— ANI (@ANI) January 6, 2022

પંજાબ સરકારે તપાસ માટે કમિટી બનાવી
પંજાબ સરકારે પીએમ મોદીના ફિરોઝપુર પ્રવાસ દરમિયાન થયેલી ચૂક માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. સમિતિમાં રિટાયર્ડ જજ મેહતાબ સિંહ ગિલ, પ્રમુખ સચિવ (ગૃહ મામલા) અને ન્યાયમૂર્તિ અનુરાગ વર્મા સામેલ હશે. કમિટી 3 દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજુ કરશે. 

— ANI (@ANI) January 6, 2022

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ચિંતા વ્યક્ત કરી
પીએમ મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂક મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે તેઓ આજે પીએમ મોદી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. 

પીએમ મોદીની સુરક્ષા સાથે ષડયંત્રના પુરાવા
પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક પર સીએમ ચરણજીત સિંહ ચન્નીના દાવાનો પોલ ખોલતા વીડિયોમાં પ્રદર્શનકારીઓ પોસ્ટર ફાડતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ એ સવાલ ઉઠવા લાગ્યો છે કે શું પ્રદર્શનકારીઓને પહેલેથી ખબર હતી કે પીએમ મોદીનો કાફલો અહીંથી પસાર થવાનો છે. 

— Zee News (@ZeeNews) January 6, 2022

શું જાણી જોઈને લીક કરાયો પીએમનો રૂટ?
5 જાન્યુઆરીએ ઘટેલી આ ઘટના પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. ફ્લાયઓવર પર જ્યારે પીએમ મોદીનો કાફલો ફસાયો તો ત્યાં કેટલાક પ્રદર્શનકારીઓ હાજર હતા. એટલું જ નહીં કેટલાક પ્રદર્શનકારીઓ તો ચા પીતા પણ જોવા મળ્યા અને ત્યાં ઊભેલી પોલીસ તમાશો જોતી રહી. અનેક પોલીસવાળા તો પ્રદર્શનકારીઓ વચ્ચે પણ જોવા મળ્યા. ફ્લાયઓવર પર પીએમ મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો. આવામાં સવાલ એ ઉઠે છે કે શું પીએમ મોદીનો રૂટ જાણી જોઈને લીક કરાયો?

આ 5 મોટા સવાલ મો વકાસીને ઊભા છે
1. પીએમ મોદીનો રૂટ જાણી જોઈને લીક કરાયો?
2. પીએમ મોદીના પહોંચતા પહેલા રસ્તો કેવી રીતે બ્લોક થયો?
3. પ્રદર્શનકારીઓને કેવી રીતે ખબર પડી કે પીએમ અહીંથી પસાર થશે?
4. પોલીસ પ્રદર્શનકારીઓને રોકી શકી કેમ નહીં?
5. પીએમ મોદીના કાફલાને કોણે ખોટું ક્લિયરન્સ આપ્યું?

સુરક્ષામાં ચૂક પર ગૃહ મંત્રાલય આકરા પાણીએ
પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકને ભાજપે ખુબ જ ગંભીર ગણાવી છે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ આકરા પાણીએ છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જ્યારે કોઈને ખબર નથી કે પીએમ મોદીનો કાફલો અહીંથી પસાર થશે, તેની જાણકારી ફક્ત સુરક્ષા દળોને જ હોય છે તો પછી ત્યાં ફ્લાયઓવર પર લોકો શું કરી રહ્યા હતા?

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (MHA) એ પંજાબ સરકાર પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છે. અત્રે જણાવવાનું કે ત્રણ કૃષિ કાયદા પાછા લીધા બાદ પ્રધાનમંત્રીનો આ પહેલો પંજાબ પ્રવાસ હતો. પરંતુ ફિરોઝપુરના ફ્લાયઓવર પર 20 મિનિટ સુધી ફસાયેલા રહ્યા બાદ પીએમ મોદી પાછા ફરી ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news