કાશી વિશ્વનાથ કોરિડોરનો PMએ કર્યો શિલાન્યાસ, કહ્યું-વિશ્વનાથના દ્વાર આપણને માતા ગંગા સાથે જોડશે

લોકસભા ચૂંટણી અગાઉ પીએમ મોદી પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ પૂજા કરી. વિશેષ પૂજા દરમિયાન પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતાં. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ તેમણે કાશી વિશ્વનાથ મંદિર સંપર્ક માર્ગની આધારશીલા રાખી.

કાશી વિશ્વનાથ કોરિડોરનો PMએ કર્યો શિલાન્યાસ, કહ્યું-વિશ્વનાથના દ્વાર આપણને માતા ગંગા સાથે જોડશે

વારાણસી: લોકસભા ચૂંટણી અગાઉ પીએમ મોદી પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ પૂજા કરી. વિશેષ પૂજા દરમિયાન પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતાં. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ તેમણે કાશી વિશ્વનાથ મંદિર સંપર્ક માર્ગની આધારશીલા રાખી. કોરિડોરના ઉદ્ધાટન બાદ પીએમ મોદીએ ત્યાં હાજર લોકોને સંબોધન કર્યું. પોતાના સંબોધનની શરૂઆત તેમણે હર હર મહાદેવ બોલીને કરી. ત્યારબાદ વડાપ્રધાન દીનદયાળ હસ્તકળા સંકુલમાં રાષ્ટ્રીય મહિલા આજીવિકા સંમેલન 2019માં ભાગ લેશે.

સંબોધનના મુખ્ય અંશ...
- પીએમ મોદીએ કહ્યું કે કદાચ મને ભોલેબાબાએ કહ્યું કે બેટા તું વાતો તો ઘણી કરે છે, અહીં આવીને કામ કરી બતાવો-પીએમ મોદી
- યોગીજીની જે ટીમને અહીં કામ માટે લગાવી છે તે પૂરા મનથી કામમાં લાગી છે. હું તેમને ધન્યવાદ આપું છું-પીએમ મોદી
- વિશ્વનાથ ધામ એક એવી પરિયોજના છે જે અંગે હું  લાંબા સમયથી વિચારી રહ્યો હતો. સક્રિય રાજકારણમાં આવતા પહેલા હું કાશી ગયો હતો. ત્યારથી મને એવું લાગતું હતું કે મંદિર પરિસર માટે કઈંક કરવું જોઈએ. ભોલેબાબાના આશીર્વાદથી મારું સપનું સાચું પડ્યું.
- ભોલેબાબાની પહેલા કોઈએ આટલી ચિંતા ન કરી, મહાત્મા ગાંધી પણ બાબાની આ હાલત પર ચિંતિત હતાં.
- 2014ની ચૂંટણી દરમિયાન મેં કહ્યું હતું કે હું અહીં આવ્યો નથી, મને બોલાવ્યો છે. કદાચ મને આવા કામો માટે જ બોલાવ્યો હતો.
- અહીં ચારેબાજુ દીવાલોમાં ઘેરાયેલા ભોલેબાબાની મુક્તિનો પર્વ છે.

— ANI UP (@ANINewsUP) March 8, 2019

- હું આ કામ માટે યોગીજીની સરકારનો આભાર માનું છું. તેમણે ખુબ સહયોગ કર્યો છે.
- જો અગાઉ યુપીએ સરકારનો સાથ મળ્યો હોત તો આજે હું તેનું ઉદ્ધાટન કરી રહ્યો હોત.
- કાશી વિશ્વનાથનો દ્વાર આપણને માં ગંગા સાથે જોડશે-પીએમ મોદી

ગાઝિયાબાદને આપશે 32 હજાર કરોડ રૂપિયાની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાઝિયાબાદને પણ સાડા 32 હજાર કરોડ રૂપિયાથી વધુની ભેટ આપશે. આ સાથે જ ગૌતમબુદ્ધ નગર સંલગ્ન 1927 કરોડની મેટ્રો રેલ સેવાનું લોકાર્પણ કરશે. બંને જિલ્લાને મળીને 34.5 હજાર કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપશે. પીએમના હાથે 15 મોટી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે. હિંડન એરબેઝથી ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા, શહીદ સ્થળ (નવો બસ ડેપો)થી દિલશાદ ગાર્ડનની વચ્ચે મેટ્રો સેવાનું લોકાર્પણ કરવામાં આવશે. 

 

વડાપ્રધાન હિંડન એરપોર્ટ સિવિલ ટર્મિનલનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત તેઓ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ હાઈસ્પીડ આરઆરટીએસ પરિયોજનાનો શિલાન્યાસ કરશે. તેઓ ગાઝિયાબાદમાં શિક્ષણ, પેયજળ, સ્વચ્છતા, આવાસ અને સીવરેજ મેનેજમેન્ટ સંલગ્ન અનેક પરિયોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ જનસભાને પણ સંબોધશે. 

વારાણસીથી કાનપુર જશે પીએમ મોદી
પીએમ મોદી વારાણસીથી કાનપુર જશે. વડાપ્રધન કાનપુરથી જ વીડિયો લિંક દ્વારા લખનઉ મેટ્રો રેલ પરિયોજનાના બીજા તબક્કા હેઠળ થયેલા નિર્માણ કાર્યનું પણ લોકાર્પણ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news