Indian Railways: પીએમ મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને દેખાડશે લીલી ઝંડી, આ શહેરોથી સીધી પહોંચશે Statue of unity
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવાર 17 જાન્યુઆરી સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા માટે 8 નવી ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેનો વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રીવા અને ચેન્નઈ સ્ટેશનોથી રવાના થશે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવાર 17 જાન્યુઆરી સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા માટે 8 નવી ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેનો વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રીવા અને ચેન્નઈ સ્ટેશનોથી રવાના થશે. અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ પણ હશે. તેને વિશેષ રૂપથી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનની યાત્રાને સુંદર અને યાદગાર બનાવવા માટે બનાવવામાં આવ્યો છે. કોવિડ બાદ આ પ્રથમ તક હશે જ્યારે કોઈ પેસેન્જર ટ્રેનને લોન્ચ કરવામાં આવશે.
આ એક્સપ્રેસ ટ્રેન સેવા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે, નિયમિત રેલ સેવાથી પર્યટન સ્થળ પર વધુ પ્રવાસીઓ આવશે. રેલ મંત્રાલયે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે કેવડિયા રેલવે સ્ટેશન બનાવ્યું છે, જેનું ઉદ્ઘાટન પણ રવિવારે પીએમ મોદી કરશે.
Prime Minister Shri @NarendraModi will flag off eight trains connecting different regions of the country to Kevadiya on 17th January, 2021 at 11 AM via video conferencing. These trains will facilitate seamless connectivity to the Statue of Unity.https://t.co/90yzXgPb3y
— Ministry of Railways (@RailMinIndia) January 15, 2021
મુખ્ય ફોકસ સ્ટેચ્યુ ઓફ યુનિટી
પીએમ મોદી રવિવારે દાભાઈ-ચંદોદ-કેવડિયા બ્રોડ ગેજ રેલ લાઇન અને પ્રતાપનગર-કેવડિયા નવ વિદ્યુતીકરણ ખંડનું ઉદ્ઘાટન કરશે. પ્રતાપનગર વડોદરા જિલ્લામાં સ્થિત છે અને આ ખંડમાં એક નિયમિત મેમૂ સેવા શરૂ થશે. એક અધિકારીએ કહ્યું કે, આ કનેક્ટિવિટીનું મુખ્ય ફોકસ સ્થાનીક અને બહારના પ્રવાસીઓને આકર્ષિત કરવાનું છે. સરકારે તેને સૌથી આકર્ષક પર્યટન કેન્દ્રોમાંથી એક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
પ્રધાનમંત્રી આ ટ્રેનોને આપશે લીલી ઝંડી
1- 09103/04 કેવડિયાથી વારાણસી મહામાના એક્સપ્રેસ (સાપ્તાહિક)
2-02927 / 28 દાદર થી કેવડિયા દાદર કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)
3-09247 / 48 અમદાવાદ થી કેવડિયા, જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)
4-09145 / 46 કેવડિયાથી હઝરત નિઝામુદ્દીન સંપર્કકર્ંતિ એક્સપ્રેસ (અઠવાડિયામાં 2 દિવસ)
5-09105 / 06 કેવડિયા થી રીવા, કેવડિયા રીવા એક્સપ્રેસ (સાપ્તાહિક)
6-09119 / 20 ચેન્નાઇ થી કેવડિયા, ચેન્નઈ કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)
7-09107 / 08 પ્રતાપનગર થી કેવડિયા મેમુ ટ્રેન (દૈનિક)
8 09109/10 કેવડિયાથી પ્રતાપનગર મેમુ ટ્રેન (દૈનિક)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે