માત્ર 2.08 રૂપિયામાં દરરોજ 1 GB ડેટા, વોડાફોન-આઇડિયા Viનો દમદાર પ્રીપેડ પ્લાન
જો તમે વીઆઈનું 699 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને 84 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 4 GB ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને Vi Movies & TV appનું સબ્સક્રિપ્શન મળે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Vodafone-Idea (Vi), Reliance Jio અને Airtel માંથી કોનો પ્રીપેડ રિચાર્જ પ્લાન સૌથી સારો (Best Recharge Plan) છે, આ વાતને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે અને અલગ-અલગ માપદંડ પર આ ત્રણેય ટેલિકોમ નેટવર્ક સારા છે અને તેના કરોડો યૂઝર્સ છે. પરંતુ વોડાફોન-આઈડિયાનો એક દમદાર પ્રીપેડ પ્લાન છે, જેમાં યૂઝર માત્ર 2 રૂપિયા 8 પૈસા એટલે કે 2.08 રૂપિયામાં દરરોજ એક જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 મેસેજ, OTT સબ્સક્રિપ્શન સહિત અન્ય ફાયદા મેળવી શકે છે. આવો જાણીએ વોડાફોન-આઇડિયાના આ ખાસ પ્રીપેડ રિચાર્જ પ્લાન વિશે.
Vodafone Idea Rs 699 Prepaid Plan
વોડાફોન-આઇડિયા (Vi)નો એક પોપ્યુલર પ્લાન છે, જે 699નો છે. આ પ્લાનમાં યૂઝર્સને લાભ જ લાભ છે. જો તમે વીઆઈનું 699 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને 84 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 4 GB ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને Vi Movies & TV appનું સબ્સક્રિપ્શન મળે છે.
આ પણ વાંચોઃ Reliance Jioનો નવો શાનદાર પ્લાન, માત્ર આટલા રૂપિયામાં 336 દિવસ સુધી અનલિમિટેડ કોલ અને ડેટા
હકીકતમાં વોડાફોન-આઇડિયાના આ પ્લાનમાં યૂઝર્સને ડબલ ડેટા બેનિફિટ્સ મળે છે. કારણ કે આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે તો અમે તેના 84ને 4 ગણા કરીએ તો થાય છે 336 જીબી. એટલે કે યૂઝર્સને 699 રૂપિયાના રિચાર્જ પર 336 જીબી ડેટા મળે છે, એટલે કે દરરોજના હિસાબે માત્ર 2 રૂપિયા 8 પૈસામાં એક જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ સહિત અન્ય સુવિધાઓ.
Jio અને Airtelથી આ મામલામાં શાનદાર
વોડાફોન-આઇડિયાનો આ પ્લાન ખુબ યોગ્ય છે, જેમાં યૂઝર્સને લાભ જ લાભ છે અને આશરે 3 મહિના માટે બંપર ડેટા અને વારંવાર રિચાર્જથી છૂટકારો. તો Viના આ રિચાર્જ પ્લાનની આસપાસ એરટેલ અને જીયોના પ્રીપેડ રિચાર્જ પ્લાન જોઈએ તો એરટેલના 698 રૂપિયાના પ્લાનમાં વેલિડિટી ભલે 84 દિવસની હોય, પરંતુ યૂઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળે છે. તેવામાં પ્રતિ જીબી ડેટા કોસ્ટ પડે છે 4.15 રૂપિયા. તો જીયો 599 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી સાથે પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યું છે, જેમાં યૂઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં યૂઝર્સે એક જીબી માટે 3.56 રૂપિયા ચુકવવા પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે