ત્રણ દિવસ, ત્રણ દેશ અને સાત રાષ્ટ્ર પ્રમુખો સાથે વાર્તા, મેના પ્રથમ સપ્તાહમાં વિદેશ પ્રવાસે જશે પીએમ મોદી

પ્રધાનમંત્રી બેથી 4 મે, 2022 સુધી ફ્રાન્સ, જર્મની અને ડેનમાર્કની યાત્રા પર જઈ રહ્યાં છે. આ રીતે ત્રણ દિવસમાં ત્રણ દિવસની યાત્રા કરશે અને આ દરમિયાન સાત દેશોના પ્રમુખો સાથે ચર્ચા કરશે. 

ત્રણ દિવસ, ત્રણ દેશ અને સાત રાષ્ટ્ર પ્રમુખો સાથે વાર્તા, મેના પ્રથમ સપ્તાહમાં વિદેશ પ્રવાસે જશે પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2022માં પ્રથમવાર વિદેશ પ્રવાસે જઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી બેથી 4 મે, 2022 સુધી ફ્રાન્સ, જર્મની અને ડેનમાર્કની યાત્રા પર જઈ રહ્યાં છે. આ રીતે ત્રણ દિવસમાં ત્રણ દિવસની યાત્રા કરશે અને આ દરમિયાન સાત દેશોના પ્રમુખો સાથે ચર્ચા કરશે. યાત્રામાં સૌથી પહેલા પીએમ મોદી જર્મની જશે જ્યાં નવા ચાન્સલર ઓલ્ફ શોલ્ઝની સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે. 

જર્મન ચાન્સલર શોલ્ઝની સાથે પ્રથમ બેઠક
મોદી-શોલ્ઝ સંયુક્ત રીતે ભારત-જર્મની ઇન્ટર ગર્વમેન્ટલ કન્સલ્ટેશન્સની બેઠકની અધ્યક્ષતા કરશે. ચાન્સલર શોલ્ઝની સાથે પીએમ મોદીની આ પ્રથમ બેઠક હશે. વર્ષ 2000થી ભારત અને જર્મનીની રણનીતિક ભાગીદારી છે જે સતત મજબૂત થઈ રહી છે. યુક્રેન-રશિયા યુદ્ધ બાદ બંને દેશોના સંબંધોમાં મજબૂતી આવવાની વાત કહેવામાં આવી રહી છે. 

જર્મની બાદ ડેનમાર્ક જશે પીએમ મોદી
જર્મની બાદ પીએમ મોદી ડેનમાર્ક જશે. ત્યાં તેમની ડેનમાર્કના પીએમ મેટ ફ્રેડેરિકસનની સાથે દ્વિપક્ષીય મુલાકાત થશે. ત્યારબાદ મોદી નોર્ડિક દેશોના સમૂહની સાથે ભારતની સર્વોચ્ચ બેઠકમાં ભાગ લેશે. આ સમૂહમાં ડેનમાર્ક સિવાય સ્વીડન, ફિનલેન્ડ, નોર્વે અને આઇસલેન્ડ સામેલ છે. નોર્ડિક દેશોની સાથે ભારતે વિશેષ સંમેલનનો શુભારંભ વર્ષ 2018માં કર્યો હતો. 

ફ્રાન્સના પ્રવાસ પર નજર
આગામી બેઠકમાં કોરોના મહામારી બાદ આર્થિક રિકવરી, સ્વચ્થ ઉર્જા, પર્યાવરણ સુરક્ષા મુખ્ય રીતે હશે. ત્યાંથી પરત ફરતા ચાર મેએ પીએમ મોદી પેરિસ જશે. આમ તો પીએમ મોદીની આ યાત્રા પહેલાથી નક્કી હતી, પરંતુ રાષ્ટ્રપતિ મૈક્રો ચૂંટણી જીતવાથી તેનું મહત્વ વધી ગયું છે. બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા બાદ મૈક્રો સાથે મુલાકાત કરનાર પીએમ મોદી પહેલા વૈશ્વિક નેતા હશે. આ મુલાકાત ભારત અને ફ્રાન્સ વચ્ચે મજબૂત થઈ રહેલા દ્વિપક્ષીય સંબંધોને વ્યક્ત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news