દુનિયાની સૌથી લાંબી ‘અટલ ટનલ’નું આજે પીએમ મોદી કરશે ઉદઘાટન
Trending Photos
- હિમાલયના પીર પંજાબ પર્વતમાળાની વચ્ચે અત્યાધુનિક વિશિષ્ટતાઓની સાથે સમુદ્ર તળથી અંદાજે 3000 મીટર ઉંચાઈ પર ટનલને બનાવવામાં આવી છે.
- ટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી ટનલ છે, જે 9.02 કિલોમીટર લાંબી ટનલ મનાલીને વર્ષભર લાહૌલ સ્પીતિ ઘાટી સાથે જોડીને રાખશે
ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે અટલ ટનલનું હિમાચલ પ્રદેશના રોહતાંગમાં ઉદઘાટન કરશે. આ ટનલ (Atal Tunnel)ને કારણે મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર દૂર થઈ જશે. તેમજ મુસાફરીનો ચાર થી પાંચ કલાકનો સમય પણ બચી જશે. અધિકારીઓએ જણાવ્યુ કે, લાહૌલ સ્પીતિના સીસૂમાં ઉદઘાટન સમારોહ બાદ મોદી સોલાંગ ઘાટીમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે.
અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી ટનલ છે, જે 9.02 કિલોમીટર લાંબી ટનલ મનાલીને વર્ષભર લાહૌલ સ્પીતિ ઘાટી સાથે જોડીને રાખશે. પહેલા આ ઘાટી લગભગ છ મહિના સુધી ભારે બરફવર્ષાને કારણે બાકી ભાગોથી કપાઈ જતી હતી.
સમુદ્ર તળથી 3000 મીટર ઊંચાઈ
હિમાલયના પીર પંજાબ પર્વતમાળાની વચ્ચે અત્યાધુનિક વિશિષ્ટતાઓની સાથે સમુદ્ર તળથી અંદાજે 3000 મીટર ઉંચાઈ પર ટનલને બનાવવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી 3 ઓક્ટોબરના રોજ કુલ્લુ જિલ્લામાં હિમ તેમજ હિમસ્ખલન રિસર્ચ સંસ્થા પહોચશે.
પીએમ મોદી અટલ ટનલના માધ્યમથી લાહૌલ સ્પીતિ જિલ્લાની લાહૌલ ઘાટીમાં તેના ઉત્તરી પોર્ટલ સુધી પહોંચશે અને મનાલીમાં દક્ષિણી પોર્ટલની માટે હિમાચલ સડક પરિવહન નિગમની એક બસને લીલીઝંડી આપશે. અટલ ટનલને દક્ષિણી મનાલીથી 25 કિલોમીટર અંતર પર 3060 મીટરની ઊંચાઈ પર બનાવવામાં આવી છે, જ્યારે કે ઉત્તરી પોર્ટલ 3071 મીટરની ઊંચાઈ પર લાહૌલ ઘાટીમાં તેલિંગ, સીસૂ ગામની નજીક આવેલી છે.
ટનલની ખાસિયત
અધિકારીઓએ જણાવ્યું કે, ઘોડાના નાળના આકારવાળી બે લેન ટનલમાં 8 મીટર પહોળો રસ્તો છે અને તેની ઊંચાઈ 5.525 મીટર છે. 3300 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ટનલ દેશની રક્ષાના હેતુથી બહુ જ મહત્વપૂર્ણ છે. અટલ ટનલની ડિઝાઈન રોજની 3 હજાર જેટલી કાર અને 1500 ટ્રક માટે તૈયાર કરવામાં આવી છે. જેમાં વાહનોની મહત્તમ ગતિ 80 કિલોમટર પ્રતિ કલાક રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે