પીએમ મોદી આજે ઉત્તરાખંડના રુદ્રપુરની મુલાકાતે, 3340 કરોડની આપશે ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસ પર છે. તેઓ આજે અહીં રુદ્રપુરના એફસીઆઈની સામેના મેદાનમાં સહકારી વિભાગની અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ સાથે જ તેઓ ભાજપની વિજય શંખનાદ રેલીને પણ સંબોધન કરશે. અહીં તેઓ 3340 કરોડ રૂપિયાની પરિયોજનાઓની ભેટ આપશે.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસ પર છે. તેઓ આજે અહીં રુદ્રપુરના એફસીઆઈની સામેના મેદાનમાં સહકારી વિભાગની અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ સાથે જ તેઓ ભાજપની વિજય શંખનાદ રેલીને પણ સંબોધન કરશે. અહીં તેઓ 3340 કરોડ રૂપિયાની પરિયોજનાઓની ભેટ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચી ગયા છે. અહીંથી તેઓ વિમાન દ્વારા બપોરે 2.50 વાગે 31મી વાહિની પીએસી, રુદ્રપુરમાં બનેલા હેલીપેડ પર પહોંચશે. અહીંથી લગભગ બપોરે 3 વાગે તેઓ રુદ્રપુરમાં એક જનસભા સ્થળ પહોંચશે. ત્યારબાદ સહકારી વિભાગની લગભગ 3340 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
તેમના આ કાર્યક્રમમાં તેમની સાથે મુખ્યમંત્રી ત્રિવેન્દ્ સિંહ રાવત, રાજ્યપાલ બેબી રાની મૌર્ય, સહકાર રાજ્યમંત્રી (સ્વંતત્ર પ્રભાર) ડો.ધનસિંહ રાવત સહિત અનેક મંત્રીઓ હાજર રહેશે. પીએમ મોદી ભાજપની વિજય શંખનાદ મહારેલીમાં જનસભાને પણ સંબોધન કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટના જણાવ્યાં મુજબ વિભિન્ન પદાધિકારીઓ અને કાર્યકર્તાઓના કાર્યક્રમને લઈને જવાબદારીઓ વહેંચી દેવાઈ છે. તેમણે દાવો કર્યો કે વિજય શંખનાદ રેલીમાં એક લાખથી વધુ લોકો સામેલ થશે.
આ બાજુ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મંગળવારે દેહરાદૂનમાં ડિફિનેસ કોલોની સ્થિતિ પોતાના અંગત નિવાસસ્થાને ભાજપનો ઝંડો ફરકાવીને રાજ્યમાં પાર્ટના મેરા પરિવાર ભાજપા પરિવાર અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે મતદારો સાથેના સંપર્કનું આ અભિયાન લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મજબુતાઈ આપશે. પાર્ટીનું લક્ષ્ય લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકો મેળવવાનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે