7 દિવસના અમેરિકા પ્રવાસ બાદ સ્વદેશ પાછા ફર્યા PM મોદી, આજે કરશે 'મન કી બાત'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં આજે ચોથીવાર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધશે. ગત વખતે તેમણે મન કી બાતમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવવાનો સંકલ્પ લેવાની વાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળમાં આજે ચોથીવાર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધશે. ગત વખતે તેમણે મન કી બાતમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવવાનો સંકલ્પ લેવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે બધા ઘર, ઘરની બહાર બધી જગ્યાએ પૂરી તાકાતથી આ માટે પ્રયત્ન કરીશું અને મને ખબર છે કે આ બધા અભિયાન સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દેશે. આવો, એક નવી ઉંમગ, નવા સંકલ્પ, નવી શક્તિ સાથે નીકળી પડીએ.
Celebrating the power of 130 crore Indians, igniting a spirit of positivity across our nation.
Do tune in to another episode of #MannKiBaat tomorrow at 11 AM. pic.twitter.com/w6LRMRlsaO
— Narendra Modi (@narendramodi) September 28, 2019
પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત દ્વારા લોકોને સંબોધન કરે છે. આ વખતે પણ તેઓ મહિનાના છેલ્લા રવિવારે 29મી સપ્ટેમ્બરે મન કી બાત દ્વારા સંબોધન કરવા જઈ રહ્યાં છે. પીએમ મોદીએ લોકોને પોતાના વિચાર રજુ કરવાનું કહ્યું છે. તેમણે ટ્વીટ દ્વારા જાણકારી આપતા લખ્યું કે હું આ મહિને મન કી બાત માટે તમારા વિચારો જાણવા માટે ઉત્સુક છું.
જુઓ LIVE TV
એટલું જ નહીં પીએમ મોદીએ શનિવારે લોકોને યાદ અપાવ્યું કે તેઓ રવિવારે મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધન કરવાના છે. તેમણે વધુમાં વધુ લોકોને આ પ્રોગ્રામ સાથે જોડાવવાની અપીલ કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે