LIVE; 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની બેઠક શરૂ, પુછાયા ઘણા સવાલ
Trending Photos
નવી દિલ્હી; ભાજપના નવી દિલ્હી સ્થિત કેન્દ્રિય કાર્યાલય ખાતે મંગળવારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની પીએમ સાથેની બેઠક શરૂ થઇ છે. દેશના અંદાજે 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી આવી પહોંચ્યા છે. બેઠકમાં પીએમ મોદી અને વિવિધ રાજ્યોના સીએમ સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર છે.
આ બેઠક ઘણી રીતે મહત્વની માનવામાં આવી રહી છે. વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મણીપુરાં વિધાનસભા ચૂંટણી થનાર છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં અમિત શાહ આગામી ચૂંટણી માટેની રણનીતિ અંગે ગહન ચર્ચા કરવામાં આવી રહી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. કહેવાય છે કે, આ દરમિયાન અમિત શાહ લોકસભા, વિધાનસભા અને પેટા ચૂંટણીમાં રાજ્યમાં પાર્ટીનો દેખાવ કેવો રહ્યો આ અંગે પણ મુખ્યમંત્રીઓ પાસેથી ફીડબેક લેવામાં આવશે.
બેઠકમાં ચૂંટણી તૈયારીઓ, સમીક્ષા સાથે કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના કાર્યાન્વયનની પણ સમીક્ષા કરાશે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, પ્રમુખ કેન્દ્રિય મંત્રી અને ચુનિંદા પદાધિકારીઓ હાજર છે. આગામી ચૂંટણી પહેલા પીએમની આ છેલ્લી મુખ્યમંત્રી પરિષદ હોઇ શકે છે.
BJP President Amit Shah, Jharkhand Chief Minister Raghubar Das, and Bihar Deputy Chief Minister Sushil Modi arrive at BJP headquarters in Delhi for the meeting of Chief Ministers of BJP-ruled states pic.twitter.com/TXTZXvxShw
— ANI (@ANI) August 28, 2018
આ બેઠકમાં આ વખતે કેન્દ્ર સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓ અને સામાજિક સુરક્ષા યોજનાઓ અંગે દરેક રાજ્ય પાલેથી રિપોર્ટ માંગવામાં આવી શકે છે. વધુમાં આ બેઠકમાં જન આરોગ્ય આયુષ્યમાન ભારત યોજનાના વિસ્તાર અંગે ચર્ચા કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે