Mahakal Corridor: PM મોદી મહાકાલ કોરિડોરનું આજે કરશે લોકાર્પણ, ખાસ જાણો તેના વિશે

પીએમ મોદી આજે 856 કરોડ રૂપિયાના મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પ્રોજેક્ટના પહેલા ફેઝનું ઉદ્ધાટન કરશે. 900 મીટરથી વધુ લાંબો આ મહાકાલ લોક કોરિડોર ત્યાં આવેલા જૂના રુદ્ર સાગર તળાવને ફરતે છે. કોરિડોર માટે બે ભવ્ય એન્ટ્રી ગેટ પણ બનાવવામાં આવ્યા છે.  મહાકવિ કાલિદાસના મહાકાવ્ય મેઘદૂતમાં મહાકાલ વનની પરિકલ્પનાને જે સુંદરતાથી રજૂ કરાઈ છે, સેંકડો વર્ષ બાદ તેને સાકાર સ્વરૂપ અપાયું છે. 

Mahakal Corridor: PM મોદી મહાકાલ કોરિડોરનું આજે કરશે લોકાર્પણ, ખાસ જાણો તેના વિશે

Mahakal Lok: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલ લોકના પહેલા ફેઝને રાષ્ટ્રને સમર્પિત કરશે. 900 મીટરથી વધુ લાંબો મહાકાલ લોક કોરિડોર જૂના રુદ્ર સાગર તળાવની ચારેબાજુ ફેલાયેલો છે. ઉજ્જૈન સ્થિત વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પુર્નવિકાસ યોજના હેઠળ રુદ્ર સાગર તળાવને પુર્નજીવિત કરવામાં આવ્યું છે. 

દેશના 12 જ્યોતિર્લિંગોમાંથી એક મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત છે અને અહીં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પ્રધાનમંત્રી મોદી 856 કરોડ રૂપિયાના મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પ્રોજેક્ટના પહેલા ફેઝનું ઉદ્ધાટન કરશે. પહેલા ફેઝમાં મહાકાલ લોકને 316 કરોડ રૂપિયામાં વિક્સિત કરાયું છે. 

બે દ્વાર બનાવવામાં આવ્યા છે
કોરિડોર માટે બે ભવ્ય એન્ટ્રી ગેટ- નંદી દ્વાર અને પિનાકી દ્વાર બનાવવામાં આવ્યા છે. આ કોરિડોર મંદિરના મેઈન ગેટ સુધી જાય છે. મહાકાલ મંદિરના નવા બનેલા કોરિડોરમાં 108 સ્તંભ બનાવવામાં આવ્યા છે. 910 મીટરનું આ આખું મહાકાલ મંદિર આ સ્તંભો પર ટકેલું રહેશે. મહાકવિ કાલિદાસના મહાકાવ્ય મેઘદૂતમાં મહાકાલ વનની પરિકલ્પનાને જે સુંદરતાથી રજૂ કરાઈ છે, સેંકડો વર્ષ બાદ તેને સાકાર સ્વરૂપ અપાયું છે. 

Visiting the temple will be an enriching experience for the devotees.

Have a look at the visuals of the corridor. pic.twitter.com/DP0qnUZofP

— Pralhad Joshi (@JoshiPralhad) October 10, 2022

પીએમ મોદીનો કાર્યક્રમ

- પીએમ મોદીને લઈને વાયુસેનાનું એક વિમાન બપોરે 3.35 વાગે અમદાવાદ એરપોર્ટથી રવાના થશે. સાંજે સાડા ચાર વાગે ઈન્દોર એરપોર્ટ પર પહોંચશે. 

- ઈન્દોરથી પીએમ મોદી હેલિકોપ્ટરથી સાંજે પાંચ વાગે ઉજ્જૈનના હેલીપેડ પર પહોંચશે. પીએમ મોદી સાંજે 5.25 વાગે મહાકાલેશ્વર મંદિર પહોંચશે. 

- સાંજે 6.25 વાગ્યાથી સાંજે 7.05 વાગ્યા વચ્ચે મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કરશે. આ અગાઉ તેઓ મહાકાલ મંદિરમાં પૂજા-અર્ચના કરશે. 

- ત્યારબાદ પીએમ મોદી કાર્તિક મેળા મેદાનમાં એક જાહેર સમારોહમાં ભાગ લેશે. 

- પીએમ મોદી ઉજ્જૈનથી લગભગ રાતે આઠ વાગે ઈન્દોર જવા માટે રવાના થશે અને ત્યાંથી રાતે લગભગ 9 વાગે દિલ્હી રવાના થશે. 

જુઓ Video

રાજ્ય સરકારે મંગળવારે સાંજે થનારા આ ભવ્ય આયોજન અંગે મોટા પાયે તૈયારીઓ કરી છે. રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, પીએમ મોદી મહાકાલલોકના પહેલા ફેઝને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ આપણા બધા માટે યાદગાર પળ હશે. સમગ્ર રાજ્ય આ પળની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે અને અમે બધા કોઈને કોઈ સ્વરૂપે આ આયોજનમાં ભાગ લઈશું. 

આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે મહાકાલ લોકનું ભ્રમણ કરીને આયોજનની તૈયારીઓની સમીક્ષા કરી. ચૌહાણે કહ્યું હતું કે મહાકાલેશ્વર મંદિર અને મહાકાલ લોકના દર્શન કર્યા બાદ રહસ્યવાદી અને અદભૂત પરિસર લોકોના હ્રદયમાં કાયમ માટે જગ્યા બનાવી લેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news