Farmers Protest પર PM મોદીનું મહત્વનું નિવેદન, કહ્યું-ખેડૂતોને ડરાવવામાં આવી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે વસંતપંચમીના દિવસે વીડિયો કોન્ફરન્સિંગ દ્વીારા શ્રાવસ્તીના મહાન યોદ્ધા રાજા સુહેલદેવની 4.2 મીટર ઊંચી પ્રતિમાનિર્માણનો શિલાન્યાસ કર્યો. આ અવસરે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. 
Farmers Protest પર PM મોદીનું મહત્વનું નિવેદન, કહ્યું-ખેડૂતોને ડરાવવામાં આવી રહ્યા છે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે વસંતપંચમીના દિવસે વીડિયો કોન્ફરન્સિંગ દ્વીારા શ્રાવસ્તીના મહાન યોદ્ધા રાજા સુહેલદેવની 4.2 મીટર ઊંચી પ્રતિમાનિર્માણનો શિલાન્યાસ કર્યો. આ અવસરે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. 

આવનારી પેઢીઓને પ્રેરિત કશે મહારાજા સુહેલદેવનું સ્મારક
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે વસંતપંચમીની તમને બધાને  ખુબ ખુબ મંગળકામનાઓ. માતા સરસ્વતી ભારતના જ્ઞાન-વિજ્ઞાનને વધુ સમૃદ્ધ કરે. પોતાના પરાક્રમથી માતૃભૂમિનું માન વધારનારા, રાષ્ટ્રનાયક મહારાજા સુહેલદેવની જન્મભૂમિ અને ઋષિમુનિઓએ જ્યાં તપ કર્યું, બહરાઈચની આ પુણ્યભૂમિને હું નમન કરું છું. તેમણે વધુમાં કહ્યું કે આજે મને બહચાઈચમાં મહારાજા સુહેલદેવજીના ભવ્ય સ્મારક, ઐતિહાસિક ચિતૌરા ઝીલનો વિકાસ, બહરાઈચ પર મહારાજા સુહેલદેવના આશીર્વાદને વધારશે અને આવનારી પેઢીઓને પ્રેરિત કરશે. 

विशेष तौर पर छोटे किसान जिसके पास बहुत कम जमीन होती है, वो इन योजनाओं के सबसे ज्यादा लाभार्थी हैं।

- पीएम @narendramodi

— BJP (@BJP4India) February 16, 2021

પીએમ મોદીએ કૃષિ કાયદા મુદ્દે વિપક્ષ પર સાધ્યું નિશાન
પીએમ મોદીએ ફરીથી એકવાર કૃષિ કાયદા પર રાજકારણ ખેલનારા વિપક્ષને આડે હાથ લીધો. તેમણે કહ્યું કે નવા કૃષિ કાયદા દ્વારા નાના ખેડૂતોને લાભ થશે અને અનેક જગ્યાઓ પર ખેડૂતોને લાભ થવા પણ માંડ્યો છે. કાયદા અંગે દુષ્પ્રચાર કરવામાં આવ્યો. 

इन कृषि सुधारों के लिए भांति-भांति का प्रचार करने की कोशिश की गई।

- पीएम @narendramodi

— BJP (@BJP4India) February 16, 2021

ખેડૂતોના સારા અનુભવ સામે આવી રહ્યા છે-પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે નવા કૃષિ કાદાના લાભ પણ નાના અને સીમાંત ખેડૂતોને સૌથી વધુ થશે. યુપીમાં આ નવા કાયદા બન્યા બાદ ઠેર ઠેરથી ખેડૂતોના સારા અનુભવ સામે આવી રહ્યા છે. આ કૃષિ સુધારા માટે જાત જાતનો પ્રચાર કરવાની કોશિશ કરવામાં આવી. તેમણે વધુમાં કહ્યું કે યુપીમાં સારી બની રહેલી માળખાગત સુવિધાઓનો સીધો લાભ ખેડૂતો, ગરીબો, ગ્રામીણોને થઈ રહ્યો છે. ખાસ કરીને નાના ખેડૂતો કે જેમની પાસે બહુ ઓછી જમીન હોય છે તેઓ આ યોજનાના સૌથી વધુ લાભાર્થી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news