5G Launch: 4G નો ગયો જમાનો, હવે આવી ગયું 5G, PM મોદીએ કર્યું લોન્ચ, મળશે સુપરફાસ્ટ ઈન્ટરનેટ

5G Launch today: લાંબા ઈન્તેજાર બાદ આખરે ભારતમાં 5જી ઈન્ટરનેટ સેવા લોન્ચ થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરવાની સાથે સાથે દેશમાં 5જી સેવા પણ લોન્ચ કરી. આ લોન્ચિંગ બાદ ભારત હવે એવા દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં લેટેસ્ટ જનરેશનની ટેલિકોમ સર્વિસિસ મળશે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની શરૂઆત આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી દિલ્હીના પ્રગતિ મેદાનથી થઈ છે. આ કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે.

5G Launch: 4G નો ગયો જમાનો, હવે આવી ગયું 5G, PM મોદીએ કર્યું લોન્ચ, મળશે સુપરફાસ્ટ ઈન્ટરનેટ

5G Launch: લાંબા ઈન્તેજાર બાદ આખરે ભારતમાં 5જી ઈન્ટરનેટ સેવા લોન્ચ થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરવાની સાથે સાથે દેશમાં 5જી સેવા પણ લોન્ચ કરી. આ લોન્ચિંગ બાદ ભારત હવે એવા દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં લેટેસ્ટ જનરેશનની ટેલિકોમ સર્વિસિસ મળશે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની શરૂઆત આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી દિલ્હીના પ્રગતિ મેદાનથી થઈ છે. આ કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે.

હાલ સમગ્ર દેશમાં નહીં મળે 5જી
જો કે શરૂઆતમાં દેશના તમામ શહેરોમાં આ 5જી સેવા ઉપલબ્ધ નહીં થાય. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ સહિત અમુક શહેરોમાં જ આ સેવા મળશે. 5જી સેવાનો વિસ્તાર આગામી વર્ષના અંત સુધીમાં પેન ઈન્ડિયા લેવલ પર થશે. હાલ મેટ્રો શહેરોમાં 5જી કનેક્ટિવિટી મળશે. 

આટલા શહેરોમાં ઉપલબ્ધ થશે સેવા
પ્રધાનમંત્રીએ આજથી જે 5જી મોબાઈલ સેવાનો શુભારંભ કરાવ્યો તે ગણતરીના શહેરોમાં ઉપલબ્ધ થશે. પહેલા તબક્કામાં 13 શહેરોમાં 5જી સેવાની શરૂઆત થશે. જેમાં દિલ્હી, અમદાવાદ, બેંગ્લુરુ, ચંડીગઢ, ચેન્નાઈ, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનઉ, મુંબઈ અને પુણે સામેલ છે. 

— ANI (@ANI) October 1, 2022

ગુજરાતના આ શહેરોમાં ઉપલબ્ધ
પીએમ મોદીએ પ્રગતિ મેદાનથી જે 8 શહેરોમાં 5જી સેવાની શરૂઆત કરાવી તેમાં અમદાવાદ, ગાંધીનગર અને જામનગર પણ સામેલ છે. અમદાવાદના રોપડા ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ઉપરાંત રિલાયન્સ કંપનીના અધિકારીઓ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. 

કોણ લઈ શકશે લાભ
5જી યૂઝ કરવા માટે તમારે નવા સિમ કાર્ડની હાલ જરૂર નહીં પડે. તમે તમારા જૂના સિમ પર જ નવી સેવા યૂઝ કરી શકશો. જો કે તે માટે તમારા ફોનમાં 5જી સપોર્ટ હોવો જરૂરી છે. 5જી સપોર્ટ ઉપરાંત તેમાં તે બેન્ડ્સ હોવા પણ જરૂરી છે જેના પર સર્વિસ ઉપલબ્ધ હશે. 

ભારતમાં લોન્ચ થયેલા અનેક મોબાઈલ 5જી સ્પેક્ટ્રમ હરાજી પહેલાના છે. આવામાં તમારે ચેક કરી લેવું જોઈએ કે તમારા ફોનમાં કયા કયા બેન્ડ્સ મળે છે અને તમારા ઓપરેટર કયા બેન્ડ્સ પર સર્વિસ પ્રોવાઈડ કરશે. 

નવું શું હશે
એવું નથી કે 5જી નેટવર્ક પર તમને ફક્ત ફાસ્ટ ઈન્ટરનેટ જ મળશે. આ તો સેવાનો માત્ર એક પહેલું છે. 5જી નેટવર્ક પર તમને હાઈ સ્પીડ ઈન્ટરનેટ ઉપરાંત સારી ટેલિકોમ સર્વિસિસ અને કોલ કનેક્ટિવિટી મળશે. એટલે કે નવા નેટવર્ક પર હાઈ સ્પીડ ડેટા ઉપરાંત સારી કોલ અને કનેક્ટિવિટી મળશે. બધુ મળીને આ નેટવર્ક પર તમારો ટેલિકોમ એક્સપિરિયન્સ સારો હશે. 

PM मोदी 5G सेवाओं का भी उद्घाटन करेंगे।

इंडिया मोबाइल कांग्रेस अक्टूबर 1-4 तक चलेगा। pic.twitter.com/58ehybzjNm

— ANI_HindiNews (@AHindinews) October 1, 2022

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું કર્યું ઉદ્ધાટન
5જી સેવા લોન્ચ કરતા પહેલા પીએમ મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ધાટન કર્યું. આ અવસરે કેન્દ્રીય સંચાર, ઈલેન્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ પહેલી ઓક્ટોબરથી 4 ઓક્ટોબર સુધી ચાલશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news