Independence Day: નાના કિસાનથી લઈને વૈજ્ઞાનિક સુધી, વાંચો- લાલ કિલ્લા પરથી PM ના ભાષણની 10 મોટી વાતો

PM Modi Speech: પીએમ મોદીએ ભારતના ઓલિમ્પિક ખેલાડીઓની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમનું પ્રદર્શન અનેક યુવાઓને પ્રેરિત કરશે. પીએમ મોદીએ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિકાસ, સબકા વિશ્વાસની સાથે સબકા પ્રયાસનું પણ આહ્વાન કર્યુ.

Independence Day: નાના કિસાનથી લઈને વૈજ્ઞાનિક સુધી, વાંચો- લાલ કિલ્લા પરથી PM ના ભાષણની 10 મોટી વાતો

નવી દિલ્હીઃ Independence Day 201 PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 75માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પર સતત આઠમી વખત તિરંગો ફરકાવ્યો. ત્યારબાદ દેશના નામે સંબોધનમાં પીએમ મોદીએ કિસાનોના મુદ્દે, કોરોના મહામારી, રસીકરણની ગતિ, સરકારી યોજનાઓ, નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ સહિત અનેક મુદ્દા પર પોતાના વિચાર રાખ્યા. અહીં વાંચો પીએમ મોદીના ભાષણની મોટી વાતો..

પીએમ મોદીના સંબોધનની 10 મોટી વાતો
- સરકાર પોતાની અલગ-અલગ યોજનાઓ હેઠળ જે ચોકા ગરીબોને આપે છે, તેને ફોર્ટિફાઈ કરશે, ગરીબોને પોષણયુક્ત ચોખા આપશે. રાશનની દુકાન પર મળનાર ચોખા હોય, મિડ ડે મીલમાં મળનાર ચોખા હોય, 2024 સુધી દરેક યોજનાના માધ્યમથી મળનાર ચોખા ફોર્ટિફાઈ કરી દેવામાં આવશે. 

- આપણે આઝાદીનો જશ્ન મનાવીએ છીએ, પરંતુ વિભાજનનું દુખ પણ આજે હિન્દુસ્તાનની છાતીમાં છે. આ પાછલી સદીની સૌથી મોટી ત્રાસદીમાંથી એક છે. કાલે દેશે ભાવુક નિર્ણય લીધો છે. હવે 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના રૂપમાં યાદ કરવામાં આવશે. 

- આજે નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવિટીનો નવો ઈતિહાસ લખવામાં આવી રહ્યો છે. આ કનેક્ટિવિટી દિલોની પણ છે અને આંતરમાળખાની પણ. ખુબ જલદી નોર્થ ઈસ્ટના બધા રાજ્યોની રાજધાનીઓને રેલવેસા સાથે જોડવાનું કામ પૂરુ થવાનું છે. 

- લદ્દાખ પણ વિકાસની પોતાની અસીમ સંભાવનાઓ તરફ આગળ વધી રહ્યું છે. એક તરફ લદ્દાખ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું જોઈ રહ્યું છે તો બીજીતરફ સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી લદ્દાખને ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર બનાવવા જઈ રહી છે. 

- આપણા વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોની તાકાતનું પરિણામ છે કે આજે ભારતે કોઈ અન્ય દેશ પર નિર્ભર થવું પડ્યું નહીં. આજે આપણે ગૌરવથી કહી શકીએ કે દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન કાર્યક્રમ ભારતમાં ચાલી રહ્યો છે. આપણે 54 કરોડથી વધુ લોકોને વેક્સિન લગાવી ચુક્યા છીએ. 

- આજે આપણે આપણા ગામમાં ઝડપથી પરિવર્તન જોઈ રહ્યાં છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગામ સુધી રસ્તા અને લાઇટ જેવી સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે. હવે ગામડાઓને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક, ડેટાની તાકાત પહોંચી રહી છે. ઇન્ટરનેટ પહોંચી રહ્યું છે. હવે ગામડા પણ ડિજિટલ Entrepreneur તૈયાર થઈ રહ્યાં છે. 

- ગામમાં જે આપણી સેલ્ફ હેલ્થ ગ્રુપ સાથે જોડાયેલી 8 કરોડથી વધુ બહેનો છે અને તે એકથી એક સારી વસ્તુ બનાવે છે. આ વસ્તુને દેશમાં અને વિદેશમાં મોટુ બજાર મળે, તે માટે હવે સરકાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરશે. 

- નાના કિસાન બને દેશની શાન, આ અમારૂ સપનું છે. આવનારા વર્ષોમાં દેશના નાના કિસાનોની સામૂહિક શક્તિને વધારવી પડશે. તેને નવી સુવિધાઓ આપવી પડશે. દેશના 80 ટકાથી વધુ કિસાન એવા છે, જેની પાસે બે હેક્ટર કરતા ઓછી જમીન છે. 

- ભારતને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં હોલિસ્ટિક અપ્રોચ અપનાવવાની જરૂર છે. ભારત આવનારા થોડા સમયમાં પ્રધાનમંત્રી ગતિશક્તિ- નેશનલ માસ્ટર પ્લાન લોન્ચ કરવા જઈ રહ્યું છે. 

- દેશે સંકલ્પ લીધો છે કે આઝાદીના અમૃત મહોત્સવના 75માં સપ્તાહમાં 75 વંદેભારત ટ્રેન દેશના દરેક ખુણાને આપસમાં જોડશે. આજે જે ગતિથી દેશમાં નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે, ઉડાન યોજના અંતરિયાળ વિસ્તારોને જોડી રહી છે, તે પણ અભૂતપૂર્વ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news