સોગંદ મુજે ઇસ મીટ્ટી કી, મેં દેશ કો નહી મીટને દુંગા: PM મોદી

ચુરૂની ધરતીથી દેશવાસીઓ ફરી એકવાર 2014ના સંકલ્પોને પુનરાવર્તન કરું છું કે, સોગંદ છે મને આ માટીની, હું દેશને નેસ્તનાબુદ થવા નહીં દઉ. મારુ વચન છે હું ભારત માતાનું શીશ ઝુકવા નહીં દુઉ. મારો દેશ જાગી રહ્યો છે. દરેક ભારતવાસીની જીત છે.

સોગંદ મુજે ઇસ મીટ્ટી કી, મેં દેશ કો નહી મીટને દુંગા: PM મોદી

ચુરૂ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ચુરૂમાં જનતાનું સંબોધન કરતા કહ્યું કે આજે તમારો મિજાજ કંઇક અલગ લાગી રહ્યો છે. તમારી ભાવનાઓ અને ઉત્સાહને હું સમજી રહ્યો છું. આજે ચુરૂની ધરતીથી હું દેશવાસીઓને વિશ્વાસ આપાવું છું કે દેશ સુરક્ષિત હાથોમાં છે. ચુરૂની ધરતીથી દેશવાસીઓ ફરી એકવાર 2014ના સંકલ્પોને પુનરાવર્તન કરું છું કે, સોગંદ છે મને આ માટીની, હું દેશને નેસ્તનાબુદ થવા નહીં દઉ. મારુ વચન છે હું ભારત માતાનું શીશ ઝુકવા નહીં દુઉ. મારો દેશ જાગી રહ્યો છે. દરેક ભારતવાસીની જીત છે. દેશવાસીઓ આપણે ફરી પુનરાવર્તન કરવાનું છે અને પોતાની જાતને યાદ કરવાનું છે કે નથી ભટકવાનું, નથી અટકવાનું, કાઇપણ થાય આપણે દેશને નેસ્તનાબુદ થવા નહીં દઇએ.

પીએમ મોદીએ વધુમા કહ્યું કે ચુરૂના હજારો યુવાનો બોર્ડર પર રાષ્ટ્રની રક્ષા કરી રહ્યાં છે. એટલા માટે તમારુ સન્માન, સેવા મારા માટે ખુબજ મહત્વની છે. તમારા આ પ્રધાન સેવકે શહીદોના પરિવારોથી પૂર્વ સૈનિકોથી ઓઆરઓપીને લાગુ કરવાનું પણ વચન આપ્યું હતું. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમારા માટે પોતાની જાતથી મોટુ દળ અને દળથી મોટો દેશ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાનની સાથે આગળ વધી રહ્યાં છે.

પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનની સરકારે કેન્દ્રનો હજુ સુધી ખેડૂતોનું લિસ્ટ સોંપ્યુ નથી. જ્યારે એક કરોડથી વધારે ખેડૂતોને મદદની પહેલી હપ્તો મળી ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનના અંતમાં જનતાને કહ્યું કે આજ એવો દિવસ છે કે સંપુર્ણ શક્તિ સાથે બોલો ‘ભારત માતાની જય’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news