CBSE 10TH EXAM 2021 પર થઈ રહી હતી બેઠક, પીએમ મોદીની એક વાત પર અધિકારીઓએ બદલી દીધો નિર્ણય

CBSE 10th Exam: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ હાઈ લેવલ બેઠક દરમિયાન સ્પષ્ટ કર્યુ કે, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યથી વધુ કંઈ નથી. 

CBSE 10TH EXAM 2021 પર થઈ રહી હતી બેઠક, પીએમ મોદીની એક વાત પર અધિકારીઓએ બદલી દીધો નિર્ણય

નવી દિલ્હીઃ દેશમાં કોરોના (Corona) ના વધતા ખતરા વચ્ચે સીબીએસઈ બોર્ડ પરીક્ષા (CBSE Board Exam 2021) ને લઈને બુધવારે બોલાવેલી હાઈ લેવલ મીટિંગમાં પ્રધાનમંત્રી મોદી (Narendra Modi)  એક વાલીની ભૂમિકામાં જોવા મળ્યા. તેમણે બેઠકમાં કોરોનાના ખતરા વચ્ચે બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ચિંતાઓ પર ખાસ ચર્ચા કરી હતી. 

ઓફિસરોએ આપ્યુ હતુ આ સૂચન
સૂત્રો પ્રમાણે બેઠકમાં પહેલા હાઈસ્કૂલ  (CBSE 10th Exam) અને ઇન્ટરમીડિએટ (CBSE 12th Exam) ની પરીક્ષાઓ ટાળવાનો પ્રસ્તાવ ઓફિસરો તરફથી આવ્યો હતો. અધિકારીઓનું કહેવું હતું કે સ્થિતિ સામાન્ય થવા પર આગળ પરીક્ષા કરાવી શકાય છે, પરંતુ પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ કહ્યુ કે, બાળકો માટે કોઈ પ્રકારનો ખતરો લઈ શકાય નહીં. 

પીએમ મોદીએ કહી આ વાત
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, હાઈસ્કૂલના બાળકોની ઉંમર ઓછી હોય છે, તેવામાં તેની પરીક્ષા સ્થગિત નહીં પરંતુ રદ્દ કરવી જરૂરી છે. તો પ્રધાનમંત્રીએ ધોરણ 12ની પરીક્ષા સ્થગિત કરવા પર મંજૂરી આપી હતી. બેઠકમાં કહેવામાં આવ્યું કે, ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ માટે બીજી કોલેજમાં જવુ પડે છે, તેવામાં તેની પરીક્ષા યોજી શકાય છે. બેઠકમાં સામેલ ઉચ્ચસ્તરીય સૂત્રએ જણાવ્યુ કે, પ્રધાનમંત્રી મોદીના હસ્તક્ષેપ બાદ હાઈસ્કૂલની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. 

વિદ્યાર્થીઓને નિરાશા નહીં, આશા તરફ લઈ જાવ
સૂત્રો અનુસાર પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ધોરણ 12ની પરીક્ષા જ્યારે આયોજીત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સમય પહેલા જાણકારી આપવામાં આવે. કોરોના કાળમાં પરેશાન બાળકો અને વાલીઓને શિક્ષણ મંત્રાલય તથા શાળા દરેક સંભવ મદદ કરે. દેશના છાત્રોને આ સ્થિતિમાં નિરાશા નહીં પણ આશા તરફ લઈ જવા જોઈએ. 

માર્કથી અસંતોષ હોય તો મળશે બીજી તક
પ્રધાનમંત્રી મોદી સાથે થયેલી બેઠક બાદ શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે નિર્ણયો વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ કે, 4 મેથી 14 જૂન વચ્ચે યોજાનાર ધોરણ 10ની પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે. શાળાના ઇન્ટરનલ એસેસમેન્ટના આધારે વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે. જે વિદ્યાર્થી પોતાના નંબરથી અસંતુષ્ટ હશે તેને ફરી પરીક્ષા આપવાની તક આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news