કોંગ્રેસના મોટામાં મોટા નેતાઓની આ 'લાલ ડાયરી'નું નામ સાંભળતા જ બોલતી બંધ થઈ જાય છે- PM મોદી
PM Modi in Rajasthan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારના સીકરમાં જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમે રાજસ્થાનની ગેહલોત સરકારમાંથી હાંકી કઢાયેલા મંત્રી રાજેન્દ્ર ગુઢાની કથિત લાલ ડાયરીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાંધ્યુ. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે સરકારના નામ પર લૂંટની દુકાન ચલાવી છે.
Trending Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારના સીકરમાં જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમે રાજસ્થાનની ગેહલોત સરકારમાંથી હાંકી કઢાયેલા મંત્રી રાજેન્દ્ર ગુઢાની કથિત લાલ ડાયરીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાંધ્યુ. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે સરકારના નામ પર લૂંટની દુકાન ચલાવી છે. લૂંટની આ દુકાનનું સૌથી તાજુ ઉદાહર છે રાજસ્થાનની લાલ ડાયરી. લાલ ડાયરીમાં કોંગ્રેસ સરકારના કાળા કારનામા કેદ છે. લોકો કહે છે કે જો તેના પન્ના ખુલશે તો કોંગ્રેસ સરકારનો ડબ્બો ગુલ થશે.
પીએમ મોદીએ કહ્યું કે લાલ ડાયરીનું નામ સાંભળીને કોંગ્રેસના મોટા નેતાઓની હાલત ખરાબ છે. આ ડાયરીમાં કોંગ્રેસ સરકારના કાળા કારનામા બંધ છે. જો તેના પન્ના ખુલ્યા તો ભલ ભલાનું આવી બનશે. આ લાલ ડાયરી કોંગ્રેસ સરકારનો ડબ્બો ગુલ કરી કરવા જઈ રહી છે. કોંગ્રેસના મોટામાં મોટા નેતાઓની આ લાલ ડાયરીનું નામ સાભળતા જ બોલતી બંધ થઈ રહી છે. આ લોકો ભલે મોઢા પર તાળા મારી દે પરંતુ આ લાલ ડાયરી આ ચૂંટણીમાં કોંગ્રેસનો ડબ્બો ગોલ કરવા જઈ રહી છે.
कहते हैं इस 'लाल डायरी' में कांग्रेस सरकार के काले कारनामे दर्ज हैं। लोग कह रहे हैं कि 'लाल डायरी' के पन्ने खुले तो अच्छे-अच्छे निपट जाएंगे।
कांग्रेस के बड़े से बड़े नेताओं की इस 'लाल डायरी' का नाम सुनते ही बोलती बंद हो रही है। ये लोग भले ही मुंह पर ताला लगा लें, लेकिन ये 'लाल… pic.twitter.com/XU85DLwMb2
— BJP LIVE (@BJPLive) July 27, 2023
પીએમ મોદીએ મહિલાઓની સુરક્ષા મુદ્દે ગેહલોત સરકારને ઘેરી
પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનના લોકો બહેન દીકરીઓના સન્માન સાથે રમત ક્યારેય સહન કરી શકશે નહીં. માતા પદ્માવતી અને માતા પન્નાધાયની આ ધરતીની દીકરીઓ સાથે જે થઈ રહ્યું છે તે આક્રોશથી ભરી દે છે. કોઈ દલિતની દીકરી સાથે દુષ્કર્મ થાય છે અને તેના પર એસિડ નાખી દેવામાં આવે છે. કોઈ દલિતની બહેન સાથે તેના પતિની સામે ગેંગરેપ થાય છે, આરોપી તેનો વીડિયો બનાવે છે. પોલીસમાં રિપોર્ટ લખાતો નથી. બેખોફ આરોપી વીડિયો વાયરલ કરે છે. નાની નાની બાળકીઓ અને શાળાના શિક્ષક સુદ્ધા રાજસ્થાનમાં સુરક્ષિત નથી.
INDIA ગઠબંધન ઉપર પણ સાધ્યું નિશાન
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેમના સહયોગી દળોએ એક નવો પેંતરો ચલાવ્યો છે. આ પેંતરો છે નામ બદલવાનો. પહેલાના જમાનામાં કોઈ પેઢી કે કંપની બદનામ થતી હતી તો તરત નવું બોર્ડ લગાવીને લોકોને ભ્રમિત કરી પોતાના ધંધાપાણી ચલાવવાની કોશિશ કરતી હતી. કોંગ્રેસ પણ એ જ કરી રહી છે. UPA ના કુકર્મ યાદ ન આવે એટલે તેને બદલીને I.N.D.I.A કરી દીધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે