દુનિયામાં કોઇ પાછળ રહી ન જાય, કોરોના વિરૂદ્ધ લડાઇને આંદોલન બનાવ્યું: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ડિજિટલ માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર આર્થિક તથા સામાજિક પરિષદના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરી રહ્યા છે. આ વર્ષે આપણે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ

દુનિયામાં કોઇ પાછળ રહી ન જાય, કોરોના વિરૂદ્ધ લડાઇને આંદોલન બનાવ્યું: PM મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ડિજિટલ માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર આર્થિક તથા સામાજિક પરિષદના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કરી રહ્યા છે. આ વર્ષે આપણે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરી 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. આ સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા અને આજની દુનિયામાં પ્રાસંગિકતાનું આકલન કરવાનો એક અવસાર છે. 

પીએમ મોદીએ કહ્યું કે ભારત દ્વિતીય વિશ્વ યુદ્ધના તાત્કાલિક બાદ સંયુક્ત રાષ્ટ્રના 50મા સ્થાપક સભ્યોમાંથી એક હતા. ત્યારબાદથે આજ સુધી ખૂબ પરિવર્તન આવ્યા છે. આજે સંયુક્ત રાષ્ટ્ર 193 સભ્ય દેશોને સાથે લાવે છે. 

પીએમ મોદીએ કહ્યું કે શરૂઆતથી જ ભારતે સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યો અને ECOSOCનું સક્રિય સમર્થન કર્યું છે. ECOSOC પહેલાં અધ્યક્ષ એક ભારતીય હતા. ECOSOC ના એજન્ડાને આકાર આપવામાં ભારતે પણ યોગદાન કર્યું છે. 

આજે પોતાના ઘરેલૂ પ્રયત્નોના માધ્યમથી, અમે સતત વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં એક મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અને એજન્ડા 2030માં પોતાનું યોગદાન આપી રહ્યું છે. આપણે અન્ય વિકાસશીલ દેશોને પણ તેમના સતત વિકાસ લક્ષ્યોને પુરા કરવામાં મદદ કરી રહ્યા છે. 

તમને જણાવી દઇએ કે ભારતના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્યની ચૂંટણીમાં જીત બાદ આ પહેલો મોકો છે જ્યારે વડાપ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. ભારત સંયુક્ત રાષ્ટ્ર પરિષદના અસ્થ્યાયી સભ્યના રૂપમાં 2021-22 સત્ર માટે ચૂંટાયા છે. 

વિદેશ મંત્રાલયે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના 75મા સ્થાપના દિવસના અવસર પર આર્થિક તથા સામાજિક પરિષદના ઉચ્ચ સ્તરીય સત્રનો વિષય 'કોવિડ-19' બાદ બહુપીક્ષીયતા છે જે સુરક્ષા પરિષદને લઇને ભારતની પ્રાથમિકતાને દર્શાવે છે જ્યાં તેને કોવિડ 19 બાદ વિશ્વમાં બહુપક્ષીય સુધારની વાત કહી છે. 

આ વાર્ષિક ઉચ્ચ સ્તરીય સત્રમાં સરકાર, ખાનગી ક્ષેત્ર, નાગરિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ સહિત વિવિધ ગ્રુપના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ સામેલ થશે. તેમાં આ વાત પર વિચાર રજૂ કરી શકાશે 75મી વર્ષગાંઠ પર આપણે કેવું સંયુક્ત રાષ્ટ્ર ઇચ્છીએ છીએ.

સંયુક્ત રાષ્ટ્ર આર્થિક તથા સામાજિક પરિષદના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત પીએમ મોદીએ કહ્યું કે ભલે ભૂકંપ, ચક્રવાત, ઇબોલા સંકટ અથવા કોઇ અન્ય પ્રાકૃતિક અથવા માનવ નિર્મિત સંકટ હોય, ભારતે ઝડપથી એકજુટતા સાથે જવાબ આપ્યો છે. કોરોના વિરૂદ્ધ સંયુક્ત લડાઇમાં અમે 150થી વધુ દેશોમાં ચિકિત્સા અને અન્ય સહાયતા ઉપલબ્ધ કરાવી છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણા 600,000 ગામોમાં પૂર્વ સ્વચ્છતા પ્રાપ્ત કરીને અમે ગત વર્ષે મહાત્મા ગાંધીની 150મી જયંતિ ઉજવી. જ્યારે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્રના રૂપમાં પોતાના 75 વર્ષ પુરા કરશે ત્યારે અમે 'હાઉસિંગ ફોર ઓલ' કાર્યક્રમ 2020 સુધી દરેક ભારતીયના માથે એક સુરક્ષિત છત સુનિશ્વિત કરશે. COVID-19 મહામારીના દુનિયાભરના દેશોની પરીક્ષા લીધી છે. ભારતમાં અમે સરકાર અને નાગરિકોના પ્રયત્નોથી મહામારી વિરૂદ્ધ લડાઇને એક જન આંદોલન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. 

પીએમ મોદીએ કહ્યું કે વિકાસના પથ પર આગળ વધતાં આપણે આપણા પ્લાનેટ પ્રતિ પોતાની જવાબદારીને ભૂલી ન શકીએ કેટલાક વર્ષોમાં આપણે 38 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઓછું કર્યું છે. આપણા ત્યાં પ્રકૃતિ સાથે સદભાવમાં રહેવાની એક જૂની પરંપરા છે. આપણે સ્વચ્છતા અને પ્લાસ્ટિક ઉપયોગને ઓછો કરવા માટે અભિયાન ચલાવ્યું. 

વડાપ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આપણે 2025 સુધી ટીબીને ખતમ કરવાનો ટાર્ગેટ પણ પ્રાપ્ત કરી લઇશું. અન્ય વિકાસશીલ દેશ ભારતના વિકાસ કાર્યક્રમોના માપદંડ અને સફળતાની શીખી શકીએ છીએ. સંયુક્ત રાષ્ટ્રરૂપથી દ્વિતીય યુદ્ધના ઉપદ્વવો પેદા થયા હતા. આજે મહામારીના પ્રકોપને તેના પુનર્જન્મ અને સુધારના નવા અવસર પ્રદાન કર્યા છે. આવો આપણે આ તક ન ગુમાવીએ. 

વડાપ્રધાનમંત્રી મોદીએ આજે સંયુક્ત રાષ્ટ્ર આર્થિક તથા સામાજિક પરિષદના સમાપન સત્રને સંબોધિત કર્યું. જેમાં તેમની સાથે નોર્વેના વડાપ્રધાન અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતોનિયો ગુતારેસ પણ સામેલ હતા. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news