શું છે જનતા કર્ફ્યૂ? જાણો પીએમ મોદીએ જે કહ્યું તેના પર કેમ થશે અમલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ખતરા અને સરકારની તૈયારીને લઈને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, વૈશ્વિક મહામારી કોરોનાથી આપણે બચી જશું તેમ વિચારી લેવાની જરૂર નથી.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાત્રે દેશને સંબોધિત કર્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે, 'આ સંકટ એવું છે, જેને વિશ્વભરમાં માનવજાતિને સંકટમાં મુકી દીધી છે.' તેમણે કહ્યું કે, 130 કરોડ નાગરિકોએ કોરોના વૈશ્વિક મહામારીનો મુકાબલો કર્યો છે, જરૂરી સાવચેતી રાખી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેવું પણ લાગી રહ્યું છે કે જેમ આપણે સંકટથી બચેલા છીએ, બધુ યોગ્ય છે. વૈશ્વિક મહામારી કોરોનાથી ચિંતામુક્ત થઈ જવાનો વિચાર સારો નથી. પીએમે લોકોને અપીલ કરી કે જનતા કર્ફ્યૂ લગાવો. આ શું છે અને સામાન્ય જનતા તેને કઈ રીતે લાગૂ કરશે. પીએમે તેના વિશે પણ જણાવ્યું હતું.
શું છે જનતા કર્ફ્યૂ?
પીએમ મોદી પ્રમાણે, આ રવિવાર એટલે કે 22 માર્ચે સવારે 7 કલાકથી રાત્રે 9 કલાક સુધી કોઈ વ્યક્તિ ઘરની બહાર ન નિકળે. પોતાની જાતને કર્ફ્યૂ જેવી સ્થિતિ કરવાની છે. પીએમ મોદીએ અપીલ કરી છે કે સંભવ હોય તો દરેક વ્યક્તિ પ્રતિદિન ઓછામાં ઓછા 10 લોકોને ફોન કરીને કોરોના વાયરસના બચાવના ઉપાયોની સાથે જનતા-કર્ફ્યૂ વિશે પણ જણાવે. પીએમે અપીલ કરી છે કે રવિવારે સાંજે 5 કલાકે આપણે આપણા ઘરના દરવાજા પર ઉભા રહીને 5 મિનિટ સુધી એવા લોકોનો આભાર વ્યક્ત કરીએ જે કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈ લડી રહ્યાં છે. પીએમે હોસ્પિટલ પર દબાવનો ઉલ્લેખ કરતા લોકોને કહ્યું કે, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ જવાનું જેટલું સંભવ હોય ન જાવ.
શું છે તેનો ઇરાદો?
વડાપ્રધાન અનુસાર, આ જનતા કર્ફ્યૂ, કોરોના જેવા વૈશ્વિક મહામારી વિરુદ્ધ લડાઇ માટે ભારત કેટલું તૈયાર છે, તે જોવાનો અને કસોટીનો પણ સમય છે. તેમણે કહ્યું કે, જનતા કર્ફ્યૂ એક પ્રકારથી ભારત માટે એક કસોટી જેમ હશે. પીએમ પ્રમાણે, 22 માર્ચે આપણો આ પ્રયાસ, આત્મ-સંયમ, દેશહિતમાં કર્તવ્ય પાલનના સંકલ્પનું એક પ્રતિક હશે. 22 માર્ચે જનતા કર્ફ્યૂની સફળતા, તેના અનુભવ, અમે આવનારા પડકાર માટે પણ તૈયાર રહીશું.
પીએમ મોદીએ બ્લેક આઉટ વિશે સમજાવ્યું
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું, આજની પેઢી તેનાથી પરિચિત નહીં હોય પરંતુ જૂના સમયમાં યુદ્ધની સ્થિતિ થતી તો ગામ ગામમાં બ્લેક આઉટ કરવામાં આવતું હતું. ઘરોના કાચ પર કાગળ લગાવવામાં આવતો હતો, લાઇટો બંધ કરી દેવામાં આવતી હતી.
કોવિડ-19 માટે બની ટાસ્ક ફોર્સ
પીએમ મોદીએ જાહેરાત કરી કે નાણા મંત્રીના નેતૃત્વમાં કોવિડ-19 ઇકોનોમિક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ નક્કી કરશે કે આર્થિક મુશ્કેલી ઓછી કરવા માટે જેટલા સંભવ પગલા હોય, તેના પર પણ પ્રભાવિ અમલ થાય.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે