વિશ્વની સૌથી મોટી ગીતાનું વિમોચન કરી પીએમ બોલ્યા, આ દુનિયાનો સૌથી પ્રેરક ઉપહાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીના ઈસ્ટ કૈલાશમાં આવેલા ઈસ્કોન મંદિરમાં વિશ્વની સૌથી મોટી ગીતાનું વિમોચન કર્યું હતું, આ અગાઉ તેઓ દિલ્હીની મેટ્રો ટ્રેનમાં બેસીને ઈસ્કોન મંદીર પહોંચ્યા હતા, મેટ્રોના પ્રવાસ દરમિયાન તેમણે પ્રવાસીઓ સાથે સેલ્ફી ખેંચાવી હતી અને બાળકોને વ્હાલ કર્યું હતું 

વિશ્વની સૌથી મોટી ગીતાનું વિમોચન કરી પીએમ બોલ્યા, આ દુનિયાનો સૌથી પ્રેરક ઉપહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અહીં ઈસ્ટ કૈલાશ વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિરમાં વિશ્વની સૌથી મોટી ગીતાનું વિમોચન કર્યું હતું. આ ગીતા 3 મીટર લાંબી અને 800 કિલો વજનવાળી છે. પીએમ મોદીએ કહ્યું કે, ભગવત ગીતાનું દિવ્ય જ્ઞાન જન-જન સુધી પહોંચાડવા માટે આ એક અનુપમ ઉદાહરણ છે. 

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આ અવસર મારા માટે એટલા માટે મહત્વનો છે, કેમ કે બે દાયકા પહેલા અટલજીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. 

ઈસ્કોન મંદિર જવા માટે પીએમ મોદીએ દિલ્હીના ખાન માર્કેટ મેટ્રો સ્ટેશનેથી મેટ્રો ટ્રેનની સવારી કરી હતી. પીએમ મોદીને જ્યારે પણ દિલ્હી-એનસીઆરના વિસ્તારમાં કોઈ વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવાની હોય ત્યારે તેઓ સડકના બદલે મેટ્રો ટ્રેનમાં જ મુસાફરી કરે છે. 

પીએમ મોદીને પોતાની વચ્ચે નિહાળીને ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ અચંભિત થઈ ગયા હતા. લોકોએ પીએમ  સાથે સેલ્ફી ખેંચાવી હતી. પીએમ મોદીએ પણ બાળકોને તેડીને વ્હાલ કર્યું હતું. 

— ANI (@ANI) February 26, 2019

વડા પ્રધાને અહીં વિશ્વની સૌથી મોટી ગીતાનું વિમોચન કરીને જણાવ્યું કે, આ દુનિયાનો સૌથી પ્રેરક ઉપહાર છે. ગીતા સમગ્ર વિશ્વની ધરોહર છે અને હજારો વર્ષથી પ્રાસંગિક છે. તેમણે પણ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ગીતા ભેટમાં આપી હતી. 

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, "દેશ-વિદેશની અનેક ભાષાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અનુવાદ થયો છે. લોકમાન્ય તિલકે જેલમાં રહીને ગીતાનું રહસ્ય પણ લખ્યું છે. તેમણે મરાઠીમાં ગીતાનું જ્ઞાન લોકો સુદી પહોંચાડ્યું છે. તેમણે ગીતાનો ગુજરાતીમાં પણ અનુવાદ કર્યો હતો."

પીએમે વધુમાં કહ્યું કે, "જો તમે વિદ્યાર્થી છો અને અનિર્ણયની સ્થિતિમાં છો, તમે કોઈ દેશના રાષ્ટ્રાધ્યક્ષ છો કે પછી મોક્ષની કામના રાખનારા યોગી છો. તમારા દરેક સવાલનો જવાબ તમને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મળી જશે."

પીએમ બોલ્યા કે, "પ્રભુ જ્યારે કહે છે કે, શા માટે વ્યર્થ ચિંતા કરો છો, કોનાથી ડરો છો, કોણ તમને મારી શકે છે. તમે શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના છો. પોતાની જાતને રાષ્ટ્રને સમર્પિત કરવાની પ્રેરણા આપમેળે જ મળી જાય છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news