PM Modi નું Twitter Account કોણે કર્યું હેક? જાણો બિટકોઈન અંગે શું ટ્વીટ કરાયું અને PMO એ શું કહ્યું?
પ્રધાનમંત્રી મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાના સમાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે સાયબર સેલ અને સુરક્ષા એજન્સીઓ કામે લાગી ગઈ છે. પ્રધાનમંત્રીનું ટ્વિટર અકાઉન્ટ હેક થયાના સમાચાર મળતાની સાથે જ તાત્કાલીક અસરથી પીએમઓ ઓફિસ આ સમગ્ર મામલાને લઈ ગંભીરતાથી પગલાં લઈ રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાના સમાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે સાયબર સેલ અને સુરક્ષા એજન્સીઓ કામે લાગી ગઈ છે. પ્રધાનમંત્રીનું ટ્વિટર અકાઉન્ટ હેક થયાના સમાચાર મળતાની સાથે જ તાત્કાલીક અસરથી પીએમઓ ઓફિસ આ સમગ્ર મામલાને લઈ ગંભીરતાથી પગલાં લઈ રહ્યું છે. સુરક્ષા એજન્સીઓને પણ સમગ્ર બાબતની તપાસ કરવાનું કામ સોંપી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છેકે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટર અકાઉન્ટ હેક કરીને તેમની બિટકોઈન અંગે ટ્વીટ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની ઘટના સામે આવતા તાત્કાલીક સાયબર વિભાગે પ્રધાનમંત્રીનું એકાઉન્ટ સૌથી પહેલાં સુરક્ષિત કરી દીધું છે. અને આ સાથે જ બિટકોઈન અંગે કરાયેલું ટ્વીટ પણ પીએમઓના હેન્ડલ પરથી દૂર કરવામાં આવ્યું છે. અને સમગ્ર મામલા અંગેની જાણકારી ખુદ પીએમઓ એટલે કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.
----------------------
The Twitter handle of PM @narendramodi was very briefly compromised. The matter was escalated to Twitter and the account has been immediately secured.
In the brief period that the account was compromised, any Tweet shared must be ignored.
— PMO India (@PMOIndia) December 11, 2021
----------------------
પીએમઓ એ ટ્વીટ કરીને આ ઘટના અંગે જાણકારી આપી છે. આવું ટ્વીટ કોણે કર્યું? કઈ રીતે પીએમના એકાઉન્ટથી ટ્વીટ કરાયું? આ પ્રકારનું ટ્વીટ કરવા પાછળનો આશય શું છે? હાલ આ તમામ સવાલોનો જવાબ મેળવવા માટે સુરક્ષા એજન્સીઓ અને સાયબર નિષ્ણાંતો કામે લાગ્યાં છે. ઉલ્લેખનીય છેકે, પીએમ મોદીના ટ્વિટર પર એક ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 'ભારતના અધિકારથી બીટીકોઈનને કાયદાકીય માન્યતા આપી છે અને સરકાર પણ 500 BTC ખરીદીને લોકોને વહેચી રહી છે. ' જોકે, આ સમગ્ર વાત ઉપજાવી કાઢેલી અને પાયાવિહોણી હોવાનું પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે