દેશમાં વધી રહેલી ગરમીથી પીએમ મોદી ચિંતિત, ચોમાસાની તૈયારીને લઈને પણ યોજી બેઠક

યુરોપના પ્રવાસથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વધી રહેલી ગરમીને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ચોમાસાની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી છે. 
 

દેશમાં વધી રહેલી ગરમીથી પીએમ મોદી ચિંતિત, ચોમાસાની તૈયારીને લઈને પણ યોજી બેઠક

નવી દિલ્હીઃ ત્રણ દેશોના વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે દેશના વિવિધ ભાગમાં પડી રહેલી ભીષણ ગરમી અને ચોમાસાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક મહત્વની બેઠક યોજી હતી. મહત્વનું છે કે દેશના અનેક ભાગમાં ભારે ગરમી પડી રહી છે. સરકારી સૂત્રએ કહ્યું કે, યુરોપીયન દેશના પ્રવાસથી પરત ફર્યા બાદ પીએમ મોદી સાતથી આઠ બેઠક યોજવાના છે. 

દેશના ઘણા ભાગમાં ગરમીનો પારો ઝડપથી વધી રહ્યો છે અને અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. તો રાજધાની દિલ્હી સહિત દેશના કેટલાક ભાગમાં બુધવારે વરસાદ સાથે કરા પડ્યા હતા. જેથી લોકોને થોડી રાહત મળી છે.

— ANI (@ANI) May 5, 2022

દિલ્હી અને એનસીઆરના કેટલાક ભાગમાં બુધવારે વરસાદ અને કરા પડવાથી લોકોને ભીષણ ગરમીથી થોડી રાહત જરૂર મળી છે. હવામાન વિભાગ પ્રમાણે કરા પડવા અને વરસાદની અસર એક દિવસ સુધી રહેશે. અધિકારીઓએ કહ્યું કે શુક્રવારથી તાપમાનમાં વધારો થશે અને રવિવારથી ફરી લૂ લાગવાની શરૂ થશે. 

મહત્વનું છે કે દિલ્હીમાં આજે સાંજે તાપમાન 37 ડિગ્રી હતી, પરંતુ ભારે પવન વરસાદ અને કરા પડવાને કારણે સાંજે છ કલાકે ઘટીને 31 ડિગ્રી થઈ ગયું હતું. હવામાન વિભાગ પ્રમાણે હરિયાભા, પંજાબ, ઉત્તર રાજસ્થાન તથા પશ્ચિમ તથા મધ્ય ઉત્તર પ્રદેશના કેટલાક ભાગમાં હળવો વરસાદ, કરા પડવાની સાથે ભારે પવન ફૂંકાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news