PM Modi In Ujjain: પ્રલયના પ્રહારથી પણ મુક્ત છે મહાકાલ નગરી, શંકરના સાનિધ્યમાં કંઈ સાધારણ નથી

PM Modi Ujjain Visit: પીએમ મોદીએ કહ્યુ કે જ્યોતિષીય ગણનાઓમાં ઉજ્જૈન ન માત્ર ભારતનું કેન્દ્ર રહ્યું છે પરંતુ તે ભારતની આત્માનું પણ કેન્દ્ર રહ્યું છે. 

PM Modi In Ujjain: પ્રલયના પ્રહારથી પણ મુક્ત છે મહાકાલ નગરી, શંકરના સાનિધ્યમાં કંઈ સાધારણ નથી

ઉજ્જૈનઃ પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં મહાકાલ લોક (Mahakal Lok) કોરિડોરનું લોકાર્પણ કર્યું છે. આ પહેલા પીએમ મોદીએ મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. મહાકાલ લોક પરિયોજનાના પ્રથમ તબક્કામાં મંદિરમાં આવનારા તીર્થયાત્રીકોને વિશ્વ સ્તરીય આધુનિક સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. 

પરિયોજનાનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં ભીડ ઓછી કરવી અને વારસાગત માળખાના સંરક્ષણ અને પુનનિર્માણ પર વિશેષ ભાર આપવાનો છે. પરિયોજના હેઠળ મંદિર પરિસરનો આશરે સાત દણો વિસ્તાર કરવામાં આવશે. આનો કુલ ખર્ચ લગભગ 50 કરોડ રૂપિયા છે. મહાકાલ લોકનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદીએ ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યાં હતા. 

શંકરના સાનિધ્યમાં સાધારણ કંઈ નથી
પીએમ મોદીએ કહ્યું કે શંકરના સાનિધ્યમાં કંઈ સાધારણ નથી, બધુ અલૌકિક છે, અસાધારણ છે, અવિસ્મરણીય અને અવિશ્વસનીય છે. ઉજ્જૈનની આ ઉર્જા અદ્ભુત છે. મહાકાલના આશીર્વાદ જ્યારે મળે છે, ત્યારે કાળની રેકાઓ ખતમ થઈ જાય છે. મહાકાલ લોકની આ સીમા આવનારી પેઢીઓને દર્શન કરાવશે. હું રાજાધિરાજ મહાકાલના ચરણોમાં નમન કરૂ છું. શિવરાજ સિંહની સરકારને ધન્યવાદ આપુ છું. 

ભારતની આત્માનું કેન્દ્ર રહ્યું ઉજ્જૈન
પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યોતિષીય ગણનાઓમાં ઉજ્જૈન ન માત્ર ભારતનું કેન્દ્ર રહ્યું પરંતુ તે ભારતની આત્માનું પણ કેન્દ્ર રહ્યું છે. સફળતાના શિખર સુધી પહોંચ્યા બાદ તે જરૂરી છે કે રાષ્ટ્ર પોતાના સાંસ્કૃતિક ઉત્કર્ષ પર પહોંચે, પોતાની ઓળખની સાથે ગૌરવથી માથુ ઉંચુ કરી ઉભુ થાય. ઉજ્જૈને મહારાજ વિક્રમાદિત્યનો પ્રતાપ જોયો છે, જેનાથી ભારતનો નવો અધ્યાય શરૂ થયો હતો. 

"ઉજ્જૈનની દરેક ક્ષણમાં ઈતિહાસ છુપાયેલો છે"
પીએમ મોદીએ કહ્યું કે ઉજ્જૈને હજારો વર્ષો સુધી ભારતની સંપન્નતા અને સમૃદ્ધિનું, જ્ઞાન અને ગરિમાનું, અને સાહિત્યનું નેતૃત્વ કર્યું છે. ઉજ્જૈનની દરેક ક્ષણમાં, ઈતિહાસ છુપાયેલો છે. કણ-કણમાં આદ્યાત્મ સમાયેલું છે અને ખુણા-ખુણામાં ઈશ્વરીય ઉર્જા સંચારિત થઈ રહી છે. ભારતનો આ સાંસ્કૃતિક દર્શન એકવાર ફરી શિખર પર પહોંચી વિશ્વનું માર્ગદર્શન કરવા માટે તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news