PM મોદીનો કાફલો રોકનારા પર ફક્ત 200 રૂપિયા દંડ, FIR માં પ્રધાનમંત્રીનો ઉલ્લેખ સુદ્ધા નહીં

PM Modi Security Breach: પંજાબના ફિરોઝપુરમાં પ્રધાનમંત્રીના કાફલાને રોકનારાઓ પર ફક્ત 200 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો

PM મોદીનો કાફલો રોકનારા પર ફક્ત 200 રૂપિયા દંડ, FIR માં પ્રધાનમંત્રીનો ઉલ્લેખ સુદ્ધા નહીં

PM Modi Security Breach: પંજાબના ફિરોઝપુરમાં પ્રધાનમંત્રીના કાફલાને રોકનારાઓ પર ફક્ત 200 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો. એક અખબારના રિપોર્ટ મુજબ પંજાબ પોલીસે કુલગઢી પોલીસ મથકમાં જે એફઆઈઆર દાખલ કરી છે તેમાં આઈપીસીની કલમ 283 લગાવવામાં આવી છે. આ કલમ હેઠળ જામીન પોલીસ સ્ટેશનથી જ મળી જાય છે અને દંડની રકમ 200 રૂપિયા હોય છે. એક બાજુ જ્યાં આ મામલે રાજકીય પક્ષો વચ્ચે ખુબ નિવેદનબાજી થઈ રહી છે ત્યાં પંજાબ પોલીસની આ મામૂલી કાર્યવાહી સવાલના ઘેરામાં આવી ગઈ છે. 

દૈનિક ભાસ્કરના રિપોર્ટ મુજબ પંજાબ પોલીસ દ્વારા નોંધાયેલી FIR માં કોઈ પણ આરોપીનું નામ નથી. એટલે સુધી કે તેમાં પ્રધાનમંત્રીના કાફલાને રોકવા સુદ્ધા ઉલ્લેખ નથી. ભાજપનો આરોપ છે કે પંજાબ પોલીસે ઘટનાના 18 કલાક  બાદ જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં જવાની ચર્ચા થવા લાગી ત્યારે એફઆઈઆર દાખલ કરી. ભાજપના નેતાઓનું કહેવું છે કે પંજાબની પોલીસ પણ ઘટનાસ્થળે મોડેથી પહોંચી હતી. આરોપ લગાવ્યો કે પીએમનો કાફલો  બપોરે એક વાગે ફ્લાયઓવર પર ફસાયેલો હતો. જ્યારે પોલીસ ત્યાં અઢીથી ત્રણની વચ્ચે પહોંચી. એટલું જ નહીં કેસ પણ ઘટાના બીજા દિવસે સાંજે 7.40 વાગે રજિસ્ટર કરાયો. 

આ મામલે FIR પંજાબ પોલીસના એક ઈન્સ્પેક્ટરના નિવેદન પર નોંધાઈ છે. ઈન્સ્પેક્ટરે પોતાના નિવેદનમાં જણાવ્યું કે જ્યારે તેઓ કૃષિ ભવનની નજીક ડ્યૂટી કરી રહ્યા હતા ત્યારે સૂચના મળી કે પુલ પર કેટલાક અજાણ્યા લોકોએ ધરણા ધર્યા છે. જેના કારણે માર્ગમાં અવરોધ ઊભો થયો છે. તેમણે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે ઘટનાસ્થળે તેઓ લગભગ 3 વાગે પહોંચ્યા હતા. 

સીએમ ચન્નીએ ટ્વીટ કરી સાધ્યું નિશાન
આ બાજુ પ્રધાનમંત્રીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે પલટવારનો સિલસિલો ચાલુ જ છે. આ કડીમાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ એક રેલી દરમિયાન પીએમ મોદી પર ખુબ નિશાન સાધ્યું. તેમણે પીએમ માટે 'તુ' નું સંબોધન કર્યું. તથા સોશિયલ મીડિયા ઉપર પણ વાર કરવામાં પાછળ ન હટ્યા. 

ગુરુવારે એક રેલીમાં ભાજપ પર જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે પીએમની સુરક્ષામાં કોઈ ચૂક થઈ નહતી. પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે શું તને કોઈએ પથ્થર માર્યો, કોઈ ગાળી વાગી, કોઈ ઉઝરડો પડ્યો, કે પછી તારા વિરુદ્ધ નારા લાગ્યા....તો પછી સમગ્ર દેશમાં આ જૂઠ્ઠાણું કેમ ફેલાવવામાં આવે છે કે પ્રધાનમંત્રીના જીવને જોખમ થયું. 

ત્યારબાદ ચન્નીએ ટ્વિટર પર સરદાર પટેલની એક તસવીર શેર કરતા લખ્યું કે જેને કર્તવ્યથી વધુ જીવની ફિકર હોય તેમણે ભારત જેવા મોટા દેશની જવાબદારી લેવી જોઈએ નહીં. જો કે અહીં તેમણે કોઈનું નામ તો ન લીધુ પરંતુ તેમનો ઈશારો કોના તરફ હતો તે સંકત સ્પષ્ટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news