બંગાળમાં PM મોદીની રેલીનો પંડાલ તુટ્યામાં મમતા સરકારની બેદરકારી: રિપોર્ટ

પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં વડાપ્રધાન મોદીની રેલી દરમિયાન મંડપ તુટી પડ્યો હતો, તે મુદ્દે તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

બંગાળમાં PM મોદીની રેલીનો પંડાલ તુટ્યામાં મમતા સરકારની બેદરકારી: રિપોર્ટ

કોલકાતા : પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન પંડાલ પડવાની ઘટના તપાસમાં મોટી સુરક્ષા ચૂક સામે આવી છે. 16 જુલાઇનાં રોજ યોજાયેલી આ રેલીની સુરક્ષા વ્યવસ્થામાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારના ગંભીર બેદરકારી સામે આવી હતી. આ મુદ્દે તપાસ કરી રહેલી ઉચ્ચસ્તરીય ટીમ અને ગુપ્તચર એઝન્સીઓની રિપોર્ટમાં તેનો ખુલાસો થયો છે. 

જેમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદીની સુરક્ષામાં બ્લૂબુક રૂલ્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. રેલી પહેલા ન તોપીસ કર્મચારીઓને બ્રીફ કરવામાં આવ્યા ન તો કોઇ રિહર્સલ કરવામાં આવ્યું, જ્યારે નિયમાનુસાર વડાપ્રધાનની રેલીમાં રહેસા સુરક્ષા કર્મચારીઓને બ્રીફ કરવામાં આવે તે જરૂરી છે. તે ઉપરાંત રેલીના આયોજકો અને જિલ્લા તંત્રની વચ્ચે કોઇ કોઓર્ડિશન નહોતું, જે ખુબ જ જરૂરી હોય છે. વડાપ્રધાન મોદીના રેલીના પંડાલને બનાવવાથી જિલ્લા તંત્ર અને પીડબલ્યુડીએ પોતાની જાતને અલગ રાખી. સાથે જ પીડબલ્યુડી અને જિલ્લા તંત્રએ આ બાબતે જરૂરી પ્રમાણ પત્ર પણ ઉપલબ્ધ કરાવ્યું હતું, જ્યારે વડાપ્રધાનની રેલીમાં આ બંન્ને વિભાગની સક્રિય ભુમિકા રહી છે. પંડાલ બનાવવા મુદ્દે તેની દેખરેખ સુધીની સંપુર્ણ જવાબદારી આ બંન્ને વિભાગોની હોય છે. 

એટલું જ નહી રેલીમાં રહેલ પોલીસ કર્મચારીઓએ પંડાલમાં લાગેલા પોલ પર લોકોને ચઢતા પણ નહોતા અટકાવ્યા અને મુકદર્શક બની રહ્યા, જેના કારણે પંડાલ તુટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 20થી વધારે લોકો ઘાયલ થઇ ગયા હતા. તે ઉપરાંત રેલી સ્થળ પર સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી જિલ્લાનાં એસપીને સોંપવામાં આવી હતી. મોદીની રેલીનો પંડાલ તુટ્યા બાદ મિદનાપુરના એસપી ઘટનાસ્થળ પર પહોંચ્યા. આ સાથે જ આઇજી-ડીઆઇજી સ્તરના ઘણા સીનિયર અધિકારીઓ પણ રેલી સ્થળ પર હાજર નહોતા. રેલી સ્થળ પર જિલ્લાધિકારી પણ હાજર રહ્યા નહોતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના મિદનાપુરના કોલેજ ગ્રાઉન્ડમાં 16 જુલાઇના રોજ વડાપ્રધાન મોદી કિસારન રેલીને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે પંડાલનો એક હિસ્સો તુટી ગયો હતો. જેમાં 20 કરતા વધારે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને ત્યાર બાદ જિલ્લાહોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાન મોદી પોતે ઘાયલોની ખબર કાઢવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news