વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું જો બાઇડેને કર્યું ભવ્ય સ્વાગત, કહ્યું- આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે

PM Modi Meets Joe Biden:પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરૂવારે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ જણાવ્યું કે ભારત અને અમેરિકા કયા ક્ષેત્રમાં મળીને કામ કરી રહ્યાં છે. 
 

વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું જો બાઇડેને કર્યું ભવ્ય સ્વાગત, કહ્યું- આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે

વોશિંગટનઃ અમેરિકાના પ્રવાસે રહેલા પ્રધાનમંત્રી મોદીનું વ્હાઈટ હાઉસમાં ભવ્ય સ્વાગત કરાયું. વ્હાઈટ હાઉસમાં સંબોધન કરતા PM મોદીએ કહ્યુ કે આ સન્માન મારૂં નહીં પરંતુ 140 કરોડ ભારતીય લોકોનું છે. 

અમેરિકાના પ્રવાસે રહેલા PM મોદીનું વ્હાઈટ હાઉસમાં દમદાર સ્વાગત કરવામાં આવ્યું. PM મોદીની એક ઝલક મેળવવા કલાકોથી રાહ જોઈ રહેલા ભારતીય મૂળના લોકોએ મોદી મોદીના નારાથી પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. 
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને સંબોધન કરતા જણાવ્યુ કે ભારત અને અમેરિકા એકસાથે મળીને કામ કરી રહ્યા છે. કારણ કે આ બધુ જ હાલના સમયમાં અમેરિકા અને ભારત માટે ખૂબ મહત્વના છે. 

પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે અમેરિકામાં જો બાઈડેન દ્વારા શાનદાર સન્માન કરવામાં આવ્યુ. અને સન્માન ભારતના 140 કરોડ લોકો અને અમેરિકામાં વસતાં ભારતીય મૂળના લોકોનું સન્માન છે.

— ANI (@ANI) June 22, 2023

વ્હાઉટ હાઉસમાં PM મોદીએ પોતાના જૂના સ્મરણો યાદ કરતા કહ્યુ કે 3 દશક પહેલા મેં વ્હાઈટ હાઉસ બહારથી જોયું હતુ. અને હવે આજે વ્હાઈટ હાઉસના દરવાજા ભારત માટે ખુલી ચુક્યા છે. PM મોદીએ અમેરિકામાં વસતાં મૂળ ભારતીયોના વખાણ કરતા કહ્યુ કે તમે લોકો પોતાની કર્મ નિષ્ઠાથી કામ કરીને દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છો. 

વ્હાઈટ હાઉસમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે ભારત અને અમેરિકા બંને દેશ એકસાથે કામ કરવા માટે સક્ષમ છે. ત્યારે આ મુલાકાતથી ભારત અને અમેરિકાના સબંધો વધુ ગાઢ બનશે...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news