PM મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, એગ્રીકલ્ચર ઈન્ફ્રા ફંડ લોન્ચ, 8.5 કરોડ ખેડૂતોને છઠ્ઠો હપ્તો પણ ટ્રાન્સફર થયો

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે દેશભરના ખેડૂતો (Farmers) ને એક લાખ કરોડ રૂપિયાની ભેટ આપી છે. એગ્રીકલ્ચર ઈન્ફ્રાન્સ્ટ્રક્ચર ફંડ હેઠળ ખેડૂતોને પાકની વધુ સારી કિમત મળે તે માટે ફાઈનાન્સિંગની સુવિધા મળશે. 

PM મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, એગ્રીકલ્ચર ઈન્ફ્રા ફંડ લોન્ચ, 8.5 કરોડ ખેડૂતોને છઠ્ઠો હપ્તો પણ ટ્રાન્સફર થયો

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે દેશભરના ખેડૂતો (Farmers) ને એક લાખ કરોડ રૂપિયાની ભેટ આપી છે. તેમણે એક લાખ કરોડના એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે ફાઈનાન્સ ફેસિલિટીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચ કરી. આ ઉપરાંત PM-KISAN યોજનાના છઠ્ઠા હપ્તાને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યાં. આ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યાં હતાં. એગ્રીકલ્ચર ઈન્ફ્રાન્સ્ટ્રક્ચર ફંડ હેઠળ ખેડૂતોને પાકની વધુ સારી કિમત મળે તે માટે ફાઈનાન્સિંગની સુવિધા મળશે. 

8.5 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયા 17 હજાર કરોડ રૂપિયા
આ અવસરે પીએમ મોદી 'પીએમ-કિસાન યોજના' (PM-Kisan Yojana) હેઠળ 8.5 કરોડ ખેડૂતોને 17,000 કરોડ રૂપિયાનો છઠ્ઠો હપ્તો પણ ખાતામાં ટ્રાન્સફર કર્યો. દેશભરના લાખો ખેડૂતો, સહકારી સમિતિઓ અને નાગરિક આ કાર્યક્રમમાં સામેલ થયા. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ આ અવસરે હાજર રહ્યાં.

આ હેતુથી બન્યું છે આ ફંડ
કેન્દ્રીય મંત્રીમંડળે એક લાખ કરોડ રૂપિયાના 'પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ' હેઠળ ફાઈનાન્સની સુવિધાને મંજૂરી આપી છે. આ ફંડ લલણી બાદ પાકના વધુ સારા મેનેજમેન્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રેક્ચર અને  (Community agricultural assets) જેમ કે કોલ્ડ સ્ટોરેજ, કલેક્શન સેન્ટર, પ્રોસેસિંગ યુનિટ બનાવવામાં મદદ કરશે. 

આ સુવિધાઓ શરૂ થવાથી ખેડૂતોને તેમના પાકની વધુ સારી કિંમત મળી શકશે. આ સુવિધાઓના કારણે ખેડૂતો પોતાના પાકને સ્ટોર કરી શકશે અને યોગ્ય કિંમત મળતા પોતાના માલને વેચી શકશે. તેમની આવક વધશે. ફૂડ પ્રોસેસિંગની સુવિધાથી ખેડૂતોને તેમના પાકની વધુ કિંમત મળી શકશે. 

11 સરકારી બેંકોએ સાઈન કર્યો એગ્રીમેન્ટ
સરકાર અનેક લોન આપનારી સંસ્થાઓ સાથે એગ્રીમેન્ટ કરીને આ એક લાખ કરોડ રૂપિયાની ફાઈનાન્સ સ્કિમ શરૂ કરી રહી છે. જેમાં સાર્વજનિક ક્ષેત્રની 12 બેંકોમાંથી 11 બેંકોએ પહેલેથી જ કૃષિ સહયોગ અને ખેડૂત કલ્યાણ વિભાગ સાથે એમઓયુ સાઈન કરી લીધો છે. આ સ્કિમનો ફાયદો વધુમાં વધુ ખેડૂતોને મળે અને તેમની આવક વધે તે માટે સરકારે આ સ્કિમના લાભાર્થીઓને 3 ટકા વ્યાજ સબસિડી અને 2 કરોડ રૂપિયા સુધીની કરજની ગેરન્ટી આપવાની જાહેરાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news