PM એ જળ જીવન મિશન એપ લોન્ચ કરી, કહ્યું- જે 7 દાયકામાં ન થઈ શક્યું તે માત્ર 2 વર્ષમાં થયું

ગાંધી જયંતીના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળ જીવન મિશન હેઠળ પાણી સમિતિઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન તેમણે ગાંધીજીના જીવન સંલગ્ન અનેક વાતોનો ઉલ્લેખ કર્યો.

PM એ જળ જીવન મિશન એપ લોન્ચ કરી, કહ્યું- જે 7 દાયકામાં ન થઈ શક્યું તે માત્ર 2 વર્ષમાં થયું

નવી દિલ્હી: ગાંધી જયંતીના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળ જીવન મિશન હેઠળ પાણી સમિતિઓ સાથે સંવાદ કર્યો. આ દરમિયાન તેમણે ગાંધીજીના જીવન સંલગ્ન અનેક વાતોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બાપુ અને લાલબહાદુર શાસ્ત્રીજી આ બંને મહાન વ્યક્તિત્વોના હ્રદયમાં ભારતના ગામડા જ વસ્યા હતા. પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આજના દિવસે દેશભરના લાખો ગામડાઓના લોકો ગ્રામ સભાઓ સ્વરૂપે જળ જીવન સંવાદ કરી રહ્યા છે. આ અવસરે પીએમ મોદીએ જળ જીવન મિશન મોબાઈલ એપ પણ લોન્ચ કરી. 

પાણી સમિતિઓ સાથે પીએમ મોદીનો સંવાદ
પાણી સમિતિઓ સાથે પીએમ મોદીએ વર્ચ્યૂઅલ રીતે વાત કરી. તેમણે કહ્યું કે જળ જીવન મિશનનું વિઝન ફક્ત લોકો સુધી પાણી પહોંચાડવાનું નથી પરંતુ તેનો મુખ્ય આધાર જનઆંદોલન અને જનભાગીદારી છે. આ વિકેન્દ્રીકરણની પણ મોટી મૂમેન્ટ છે. તેમણે કહ્યું કે જળ જીવન મિશનનું વિઝન, ફક્ત લોકો સુધી પાણી પહોંચાડવાનું નથી, ગાંધીજી કહેતા હતા કે ગ્રામ સ્વરાજનો વાસ્તવિક અર્થ આત્મબળથી પરિપૂર્ણ થવાનું છે. આથી મારો નિરંતર પ્રયત્ન રહ્યો છે કે ગ્રામ સ્વરાજની આ સોચ, સિદ્ધિઓ તરફ આગળ વધે. પરંતુ ખુબ ઓછા લોકોના મનમાં એ સવાલ ઉઠે છે કે આખરે આ લોકોને દરરોજ કોઈ નદી કે તળાવ સુધી કેમ જવું પડે છે. આખરે પાણી આ લોકો સુધી પહોંચતું કેમ નથી. 

વિપક્ષ પર નિશાન સાધ્યું
વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે જે લોકો પર લાંબા સમય સુધી નીતિ નિર્ધારણની જવાબદારી હતી તેમણે આ સવાલ પોતાની જાતને જરૂર પૂછવો જોઈતો હતો. તેમણે કહ્યું કે અનેક ફિલ્મો, વાર્તાઓ અને કવિતાઓમાં દેખાડવામાં આવે છે કે કેવી રીતે ગામડાની મહિલાઓ અને બાળકો પાણી લેવા માટે માઈલો સુધી દૂર જતા હતા. કેટલાક લોકોના મનમાં ગામડાનું નામ લેતા જ આ તસવીર ઊભરે છે. 

જળ જીવન મિશન શરૂ થયા બાદ 5 કરોડ લોકોના ઘરમાં પાણી પહોંચ્યું
પીએમ મોદીએ કહ્યું કે હું ગુજરાત જેવા રાજ્યથી છું. જ્યાં મોટાભાગે દુકાળ પડતો હતો. મે જોયું છે કે પાણીના એક એક ટીપાનું કેટલું મહત્વ હોય છે. આથી ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે લોકો સુધી જળ પહોંચાડવું, જળ સંરક્ષણ, મારી પ્રાથમિકતા રહ્યા. પીએમ મોદીએ સંવાદ દરમિયાન કહ્યું કે આઝાદીથી લઈને 2019 સુધીમાં દેશમાં ફક્ત 3 કરોડ ઘરો સુધી જ નળથી પાણી પહોંચતું હતું. 2019માં જળ જીવન મિશન શરૂ થયા બાદથી 5 કરોડ ઘરોને પાણીના કનેક્શન સાથે જોડાયા છે. આજે દેશમાં 80 જિલ્લાના લગભગ સવા લાખ ગામડામાં નળથી ઘરે ઘરે પાણી પહોંચી રહ્યું છે. તેમણે કહ્યું કે જે છેલ્લા 7 દાયકાથી નહતું થઈ શક્યું, તે આજના ભારતે ફક્ત 2 વર્ષમાં કરી બતાવ્યું છે. 

આ દરમિયાન પીએમ મોદીએ પાણીની બરબાદી ન કરવાનો પણ સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે પાણીને બચાવવા માટે આપણે આપણી આદતો બદલવી પડશે. પાણીને પ્રસાદની જેમ ઉપયોગમાં લેવું પડશે. આ માટે દેશના દરેક નાગરિકે વધુમાં વધુ પ્રયત્ન કરવા પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news