PM મોદીએ નેપાલમાં લોન્ચ કરી RuPay, બંને દેશ વચ્ચે મહત્વના મુદ્દા પર સમજૂતી

નેપાળના PM શેર બહાદુર દેઉબાએ શનિવારના ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બંને દેશના નેતાઓની હાજરીમાં ભારત અને નેપાળ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા અને દસ્તાવેજોની આપ-લે કરવામાં આવી.

PM મોદીએ નેપાલમાં લોન્ચ કરી RuPay, બંને દેશ વચ્ચે મહત્વના મુદ્દા પર સમજૂતી

નવી દિલ્હી: નેપાળના પ્રધાનમંત્રી હાલમાં ત્રણ દિવસ ભારતના પ્રવાસે છે. આ દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાએ શનિવારના હૈદરાબાદ હાઉસમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બંને દેશના નેતાઓની હાજરીમાં ભારત અન નેપાળ વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને દસ્તાવેજોની આપ-લે કરવામાં આવી.

તેલ ક્ષેત્રમાં આ બે મુદ્દા પર સમજૂતી
પીએમ મોદી અને નેપાળના પીએમ દેઉબાની બેઠક વિશે જાણકારી આપતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે, આ મુલાકાત દરમિયાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને નેપાળ ઓઇલ કોર્પોરેશને બે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. એક 5 વર્ષની સમયમર્યાદા માટે પેટ્રોલિયમ ઉત્પાદનોના પૂરવઠાના નવીનીકરણ માટે અને બીજું તકનીતી કુશળતાની વહેંચણી માટે.

ભારતીય પેમેન્ટ સર્વિસ સિસ્ટમ RuPay નેપાળમાં લોન્ચ
પીએમ નરેન્દ્ર મોદીએ તેમના નેપાળી સમકક્ષ સાથે સંયુક્ત રીતથી આ હિમાલયી દેશમાં ભારતીય પેમેન્ટ સર્વિસ સિસ્ટમ RuPay લોન્ચ કર્યું અને જયનગર (ભારત) થી કુર્થા (નેપાળ) વચ્ચે ક્રોસ બોર્ડર પેસેન્જર ટ્રેન સર્વિસને પણ મંજૂરી આપી. પ્રધાનમંત્રી મોદીએ જોઇન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે, નેપાળની શાંતિ, સમૃદ્ધિ અને વિકાસની યાત્રામાં ભારત એક દ્રઢ સાથી રહ્યું છે અને હંમેશા રહેશે.

ભારતના જૂના મિત્ર દેઉબા
PM મોદીએ કહ્યું, દેઉબાજી ભારતના જૂના મિત્ર છે. પ્રધાનમંત્રી તરીકે આ તેમની ભારતની પાંચમી યાત્રા છે. તેમણે ભારત-નેપાળ સંબંધોને વિકસિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારત અને નેપાળ વચ્ચે દોસ્તી, અમારા લોકો વચ્ચે સંબંધ- એવું ઉદાહરણ દુનિયામાં ક્યાંય બીજે જોવા મળશે નહીં. મને આ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે નેપાળથી વીજળીની આયાત કરવા માટે ઘણી વધુ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news