કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરી
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, દિલ્હીના સુલતાન ઔરંગઝેબથી પણ વધુ ક્રૂર તાનાશાહ મોદીજીએ દેશને 43 વર્ષ પહેલાના આપાતકાળના પાઠ ભણાવ્યા. શું કોંગ્રેસ પર ભડાસ કાઢવાથી મોદીજી ઝુલમ પર પડદો પાડી શકે છે?
Trending Photos
નવી દિલ્હીઃ આપાતકાળની 43મી વરસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેપ પર જોરદાર હુમલો કર્યો છે. તેના જવાબમાં કોંગ્રેસે પણ વડાપ્રધાન મોદીને ઔરંગઝેબ કરતા વધુ ક્રૂર ગણાવ્યા છે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, દિલ્હીના સુલતાન ઔરંગઝેબથી પણ વધુ ક્રૂર તાનાશાહ મોદીજીએ દેશને 43 વર્ષ પહેલાના આપાતકાળના પાઠ ભણાવ્યા. શું કોંગ્રેસ પર ભડાસ કાઢવાથી મોદીજી ઝુલમ પર પડદો પાડી શકે છે?
આ પહેલી પીએમ મોદીએ આપાતકાળ માટે ગાંધી પરિવાર પર જોરદાર હુમલો કર્યો. દેશમાં 43 વર્ષ પહેલા આપાતકાળ લાગૂ કરવાને લઈને કોંગ્રેસ અને ગાંધી પરિવારને આડે હાથ લેતા મોદીએ કહ્યું કે, એક પરિવારના સ્વાર્થી ખાનગી હિતોને કારણે ભારતને જેલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો હતો. આપાતકાળ લાગૂ કરવાના 43 વર્ષ થઈ ગયા છે અને ભાજપ કાળો દિવસ મનાવી રહ્યો છે.
પાર્ટી તરફથી આપાતકાળની વરસી પર આયોજીત બેઠકમાં મોદીએ કહ્યું કે, આ દિવસને બંધારણ અને લોકતંત્રની રક્ષા માટે સ્વયંને પુનઃસમર્પિત કરવા માટે મનાવવાની જરૂરીયાત છે.
મોદીએ કહ્યું કે, આપાતકાળ દેશના સર્વર્ણિમ ઇતિહાસ પર કાળો ડાઘ છે. તેમણે કહ્યું કે, માત્ર આપાતકાળ લગાવવા જેવા પાપ માટે કોંગ્રેસની ટિક્કા કરવા માટે આજે કાળો દિવસ મનાવવામાં આવતો નથી પરંતુ આ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય બંધારણ અને લોકતંત્રની રક્ષા માટે જાગરુતતા ફેલાવવાનો છે.
Delhi sultanate ke Aurangzeb se bhi zyada kroor tanashah Modi ji ne desh ko 43 saal pehle ke aapatkal (Emergency) ka paath padhaya. Kya Congress par bhadaas nikaalne se Modi ji ke jumlon pe parda dal sakta hai?: Randeep Surjewala, Congress pic.twitter.com/fZRsdSfxHa
— ANI (@ANI) June 26, 2018
ભાજપના શાસનમાં બંધારણ, દલિતો અને અલ્પસંખ્યકોને ખતરો હોવાના કાલ્પનિક ડર ફેલાવવા માટે કોંગ્રેસની આલોચના કરતા મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ક્યારેય નહીં સુધરે. ખાનગી હિતોને પ્રોત્સાહન આપવા માટે તેમણે પોતાની પાર્ટીને બરબાદ કરી.
મોદીએ કહ્યું, સ્વાર્થિ હિતો માટે કોંગ્રેસે વિપક્ષના નેતાઓને જેલમાં બંધ કરીને દેશને કારાગૃહમાં ફેરવી નાખ્યો. તેના માટે દેશ અને લોકતંત્રની કોઈ કિંમત નથી. કોર્ટના નિર્ણય બાદ (ઈન્દિરા ગાંધી) વડાપ્રધાન પદ્દ છોડવાની જગ્યાએ આપાતકાળ લગાવી દીધો. આ લોકો બંધારણની રક્ષા કરવાની વાત કેમ કરી શકે છે.
મોદીએ આપાતકાળ વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે ઈન્ડિયન એક્સપ્રેસના રામનાથ ગોયનકા અને કુલદીપ નાયર તથા સ્ટેટ્સમૈન અખબારની પ્રશંસા કરી. તેમણે કહ્યું, તેમાંથી ઘણા અમારા સમર્થન પણ નથી. નૈયર અમારા આલોચક છે. પરંતુ તેમણે લોકતંત્ર માટે લડાઇ લડી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે