PM Modi એ ઉત્તરાખંડને આપી 17,500 કરોડ રૂપિયાની ભેટ, કહ્યું- આ દાયકો ઉત્તરાખંડનો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે ઉત્તરાખંડમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યને અનેક ભેટ આપી. તેમણે ઉત્તરાખંડમાં 17500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળા છ પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને લખવાડ બહુઉદ્દેશ્ય પ્રોજેક્ટ સહિત 17 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.

PM Modi એ ઉત્તરાખંડને આપી 17,500 કરોડ રૂપિયાની ભેટ, કહ્યું- આ દાયકો ઉત્તરાખંડનો છે

હલ્દ્વાની: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે ઉત્તરાખંડમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યને અનેક ભેટ આપી. તેમણે ઉત્તરાખંડમાં 17500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળા છ પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને લખવાડ બહુઉદ્દેશ્ય પ્રોજેક્ટ સહિત 17 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ સંબોધનમાં તેમણે કહ્યું કે આ ઉત્તરાખંડનો દાયકો છે અને હું જાણું છું કે ઉત્તરાખંડની શક્તિ શું છે. ઉત્તરાખંડમાં વધી રહેલા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ચાર ધામ મહાપ્રોજેક્ટ, નવા બની રહેલા રેલ રૂટ્સ, આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે. 

પીએમ મોદીએ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ધાટન- શિલાન્યાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કર્યું તેમાં રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટ, પિથૌરાગઢમાં એક Hydroelectric project અને નૈનીતાલમાં સીવરેજ નેટવર્ક સામેલ છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચો 3400 કરોડ રૂપિયા છે. પીએમ મોદીએ જે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો તેમાં સિંચાઈ, રસ્તા, આવાસીય,સ્વાસ્થ્ય માળખું, ઉદ્યોગ, સ્વચ્છતા, પીવાના પાણીની આપૂર્તિ સહિત અનેક ક્ષેત્રો સાથે સંબંધિત 17 પ્રોજેક્ટ્સ સામેલ છે અને તેનો કુલ ખર્ચો 14,100 કરોડ રૂપિયા છે. પ્રધાનમંત્રીએ લગભગ 5750 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી અને વર્ષોથી પેન્ડિંગ લખવાડ બહુઉદ્દેશ્ય પ્રોજેક્ટની આધારશિલા રાખી અને 8700 કરોડ રૂપિયાના અનેક રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. 

કુમાઉ આવવાથી અનેક જૂની યાદો તાજી થઈ- પીએમ મોદી
કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે અહીં 17000 કરોડ રૂપિયા કરતા પણ વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. આ તમામ પ્રોજેક્ટ્સ કુમાઉના તમામ સાથીઓને વધુ સારી કનેક્ટિવિટી અને વધુ સારી સુવિધાઓ આપનારા છે. આજે કુમાઉ આવવાનું સૌભાગ્ય મળ્યું તો અનેક જૂની યાદ તાજી થઈ છે. આ આટલી આત્મીયતાથી તમે જે ઉત્તરાખંડી ટોપી મને પહેરાવી છે તે પહેરીને મને ગર્વનો અનુભવ થઈ રહ્યો છે. 

હલ્દ્વાની માટે લઈને આવી રહ્યા છીએ 2000 કરોડના પ્રોજેક્ટ
પીએમ મોદીએ કહ્યું, હલ્દ્વાની શહેરના ઓવરઓલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અમે લગભગ 2000 કરોડ રૂપિયાની યોજના લઈને આવી રહ્યા છીએ. હવે હલ્દ્વાનીમાં પાણી, સીવરેજ, રોડ, પાર્કિંગ, સ્ટ્રીટ લાઈટ તમામ જગ્યા પર અભૂતપૂર્વ સુધાર થશે. આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવવા માટે તેજ ગતિથી આવા જ વિકાસ કાર્યો પર અનેક કામ કરવાની જરૂરિયાત પર અમે ભાર મૂક્યો છે. ઉત્તરાખંડમાં વધી રહેલા નવા હાઈડ્રો પ્રોજેક્ટ્સ, ઉત્તરાખંડમાં વધી રહેલી ઔદ્યોગિક ક્ષમતા, આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડથી કેટલીય નદીઓ નીકળે છે. આઝાદી બાદથી જ અહીંના લોકોએ અન્ય બે પ્રવાહો જોયા છે. એક પ્રવાહ છે- પહાડના વિકાસને વંચિત રાખવાનો અને બીજો પ્રવાહ છે પહાડના વિકાસ માટે દિવસ રાત એક કરવાનો. 

દેશને નવી ઊંચાઈ પર લઈ જવામાં લાગી છે સરકાર
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે અમારી સરકાર બધાનો સાથ, બધાનો વિકાસના મંત્ર સાથે તેજ ગતિથી દેશને નવી ઊંચાઈ પર લઈ જવામાં લાગી છે. આજે ઉધમસિંહ નગર જિલ્લામાં એમ્સ ઋષિકેશના સેટેલાઈટ કેન્દ્ર અને પિથૌરાગઢમાં જગજીવન રામ સરકારી મેડિકલ કોલેજની આધારશિલા રખાઈ છે. આજે ઉત્તરાખંડના આ કાર્યક્રમમાં લગભગ 9000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રોડ નિર્માણ સાથે જોડાયેલા છે. પીએમ ગ્રામ સડક યોજના હેઠળ 1200 કિમી ગ્રામીણ રોડ બનાવવાનું પણ કામ શરૂ થયું છે. આ રસ્તાઓ ઉપરાંત ઉત્તરાખંડમાં 151 પુલોનું નિર્માણ પણ કરવામાં આવશે. 

આ લોકોએ ખોલી અફવાઓ ફેલાવવાની દુકાન
પીએમ મોદીએ કહ્યું કે આમ તો આજે જનતા જનાર્દન આ લોકોની સચ્ચાઈ જાણી ચૂકી છે તો આ લોકોએ એક નવી દુકાન ખોલી છે. તે દુકાન છે- અફવાઓ ફેલાવવાની. અફવાઓ બનાવો, પછી તેને વહેતી કરો અને તે અફવાઓને  સાચી માનીને દિવસ રાત બૂમો પાડતા રહો. 

ગત સરકારોએ ઉત્તરાખંડને લૂંટ્યું
પીએમ મોદીએ કહ્યું કે ઉત્તરાખંડ પોતાની સ્થાપનાના 20 વર્ષ પૂરા કરી ચૂક્યું છે. આ વર્ષોમાં તમે એવી પણ સરકાર ચલાવનારા જોયા છે જે કહેતા હતા- ભલે ઉત્તરાખંડ લૂટી લો, મારી સરકાર બચાવી લો. આ લોકોએ બંને હાથે ઉત્તરાખંડને લૂંટ્યુ. જેમને ઉત્તરાખંડથી પ્રેમ હોય, તેઓ આવું વિચારી શકે નહીં. પહેલાની અસુવિધા અને અભાવ હવે સુવિધા અને સદભાવમાં બદલાઈ રહ્યો છે. તેમણે પોતાની મૂળ સુવિધાઓને અભાવ આપ્યો, અમે દરેક વર્ગ દરેક ક્ષેત્ર સુધી 10 ટકા પાયાની સુવિધાઓને પહોંચાડવા માટે દિવસરાત એક કરી રહ્યા છીએ. 

જૂની ચીજોને ઠીક કરવામાં જાય છે સમય
પીએમ મોદીએ કહ્યું કે મારા 7 વર્ષનો રેકોર્ડ જોઈ લો. શોધી શોધીને આવી જૂની ચીજોને ઠીક કરવામાં જ મારો સમય જઈ રહ્યો છે. હવે હું કામ ઠીક કરી રહ્યો છું. તમે તેમને ઠીક કરજો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news