PM મોદીનો આજે વારાણસીમાં મેગા રોડ શો, NDAના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં એક મેગા રોડ શો કરવાના છે અને ગંગા આરતીમાં ભાગ લેશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે આવતી કાલે શુક્રવારે તેઓ વારાણસી સંસદીય બેઠકથી ઉમેદવારી નોંધાવશે.

PM મોદીનો આજે વારાણસીમાં મેગા રોડ શો, NDAના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં એક મેગા રોડ શો કરવાના છે અને ગંગા આરતીમાં ભાગ લેશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે આવતી કાલે શુક્રવારે તેઓ વારાણસી સંસદીય બેઠકથી ઉમેદવારી નોંધાવશે. પાર્ટીના એક પદાધિકારીએ આ જાણકારી આપી. વડાપ્રધાન દ્વારા ઉમેદવારી નોંધવવા દરમિયાન એનડીએના ઘટક પક્ષ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને જનતા દળ યુનાઈટેડના અધ્યક્ષ નીતિશકુમાર સહિત ભાજપ તથા અન્ય સહયોગી પક્ષોના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે. 

ઉપલબ્ધ  કાર્યક્રમ મુજબ વડાપ્રધાન બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંસ્થાપક મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પમાળા ચઢાવશે, ત્યારબાદ બપોરે લગભગ ત્રણ વાગ્યા પછી રોડ શો શરૂ થશે. રોડ શો સાંજે સાત વાગે વારાણસીના ઘાટોના સૌથી પ્રમુખ ઘાટ દશાશ્વમેઘ ઘાટ પર સમાપ્ત થશે. જ્યાં મોદી સાંજની પ્રાર્થનામાં ભાગ લેશે. વડાપ્રધાન શુક્રવારે સવારે 9 વાગે છાવણી ક્ષેત્રની એક હોટલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે એક બેઠક યોજશે. 

નીતિશકુમાર અને પ્રકાશ સિંહ બાદલ પણ રહી શકે છે હાજર
પીએમ મોદી ઉમેદવારી પત્રક ભરવા માટે કલેક્ટ્રેટ કાર્યાલય જાય તે અગાઉ કાલ ભૈરવ મંદિરમાં પ્રાર્થના કરશે. ભાજપ અને એનડીએના અન્ય પક્ષોના વરિષ્ઠ નેતાઓ મોદી ઉમેદવારી નોંધવશ તે સમયે હાજર રહેશે. આ કાર્યક્રમમાં સામેલ થનારા સહયોગીઓમાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ પ્રમુખ નીતિશકુમાર, શિરોમણી અકાલી દળના નેતા તથા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, લોક જનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાન તથા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામેલ છે. નામાંકનની પ્રક્રિયા 11.30 કલાકે થશે. 

જુઓ LIVE TV

સુષમા સ્વરાજ અને પીયૂષ ગોયલ પણ હાજર રહેશે
પાર્ટીના નેતાઓએ કહ્યું કે કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ, પીયૂષ ગોયલ, જે પી નડ્ડા અને નીતિન ગડકરી પણ સામેલ થાય તેવી સંભાવના છે. મોદીએ 2014માં વારાણસી બેઠક પર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને 3 લાખથી વધુ મતોના અંતરથી હરાવીને જીત મેળવી હતી. આ વખતે એવી અટકળો છે કે કોંગ્રેસ પોતાના ઉત્તર યુપી મહાસચિવ પ્રિયંકા ગાંધીને તેમના વિરુદ્ધ મેદાનમાં ઉતારી શકે છે. 

પીએમ મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

1. પીએમ મોદી વારાણસીમાં બીએચયુ હેલીપેડ પર 2.45 કલાકે પહોંચશે. 

2. બીએચયુ ગેટ પર પંડિત મદનમોહન માલવીયાની મૂર્તિને પુષ્પમાળા પહેરાવશે. 

3. 3 કલાકે બીએચયુ ગેટથી પીએમ મોદીનો રોડ શો શરૂ થશે. 

4. પીએમ મોદીનો રોડ શો લંકા ગેટ, અસ્સી ઘાટ ચોક, ભદૈની, સોનારપુરા, મદનપુરા થઈને ગોદૌલિયા પહોંચશે. 

5. ગોદૌલિયા ચોકથી પીએમ મોદી, તમામ કેન્દ્રીય મંત્રી, ભાજપના નેતાઓ સાંજે 7 કલાકે દશાશ્વરમેઘ ઘાટ પર ગંગા આરતીમાં સામેલ થશે. 

6. ગંગા આરતી બાદ પીએમ મોદી ગુરુવારે કાશી સંમેલન કાર્યક્રમમાં હોટલ ડી પેરિસમાં 3 હજાર વિશેષ અતિથિઓ સાથે મુલાકાત કરશે. 

7. 26 એપ્રિલના રોજ પીએમ મોદી કાર્યકર સંમેલનમાં બૂથ સ્તરના કાર્યકરો અને તેમના ઉપરના પદાધિકારીઓને હોટલ ડી પેરિસમાં સંબોધિત કરશે. 

8. 11 કલાકે પીએમ મોદી કાશીના કોટવાલ કાળ ભૈરવ મંદિરમાં પૂજા-અર્ચના કરશે. 

9. 11.15 કલાકે પીએમ મોદી કાળ ભૈરવ મંદિરથી ઉમેદવારી નોંધાવવાના સ્થળ માટે રવાના થશે. 

10. 11.30 કલાકે પીએમ મોદી ઉમેદવારી પત્રક ભરશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news