PM Modi એ બંગાળમાં આટલી સીટ જીતવાનો કર્યો દાવો, મમતા બેનર્જીને આપ્યો જવાબ

West bengal election: પશ્ચિમ બંગાળના જયનગરમાં પીએમ મોદીએ ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યુ કે, ચારે તરફ ભાજપની લહેર છે. આ દરમિયાન તેમણે મમતા બેનર્જી પર પણ હુમલો કર્યો હતો. 
 

PM Modi એ બંગાળમાં આટલી સીટ જીતવાનો કર્યો દાવો, મમતા બેનર્જીને આપ્યો જવાબ

જયનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) એ આજે દાવો કર્યો કે બંગાળમાં ભાજપની લહેર છે અને પાર્ટી 200થી વધુ સીટો જીતશે. તેમણે જયનગરમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યુ કે, પ્રથમ તબક્કામાં બંગાળમાં શાંતિપૂર્ણ અને રેકોર્ડ મતદાનમાં લોકોએ ભાજપનું ભારે સમર્થન કર્યું છે. 

પીએમ મોદીએ કહ્યુ કે, થોડા સપ્તાહ સુધી બંગાળના લોકો કહી રહ્યા હતા કે ભાજપ આ વખતે 200 સીટોને પાર જશે. પરંતુ પ્રથમ તબક્કામાં જે રીતે દમદાર શરૂઆત ભાજપે કરી છે, તેનાથી સ્પષ્ટ છે કે અવાજને ઈશ્વરનો પણ આશીર્વાદ મળી ગયો છે. બંગાળમાં ભાજપની જીતનો આંકડો 200ને પાર પણ જશે. 

તેમણે આગળ કહ્યું કે, આજે બીજા તબક્કામાં પણ લોકો મોટી સંખ્યામાં મતદાન મથક પહોંચી રહ્યાં છે. ચારે તરફ ભાજપની લહેર છે. 

પીએમ મોદીએ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યુ કે, ધમકી અને ગાળો આપનાર દીદી કહી રહ્યા છે કે Cool Cool! દીદી, તૃણમૂલ, કૂલ નહીં, બંગાળના લોકો માટે શૂલ છે. બંગાળને પીડા આવનાર શૂલ છે તૃણમૂલ. બંગાળને લોહીલુહાણ કરનાર શૂલ છે તૃણમૂલ. બંગાળની સાથે અન્યાય કરનાર શૂલ છે તૃણમૂલ. 

તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં દીદીના નિર્ણય બંગાળની રાજનીતિના ઓપિનિયન પોલ પણ બની ગયા છે અને એક્ઝિટ પોલ પણ બની ગયા છે. દીદીના પગેર પગલા જુઓ, બધુ સ્પષ્ટ નજર આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news