PM મોદીએ ફરી દુનિયામાં વગાડ્યો ડંકો, અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિને આપી માત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની લોકપ્રિયતાનો ડંકો ભારતની સાથે-સાથે દુનિયામાં વાગી ચૂકયો છે અને સૌથી પ્રશંસનીય લોકો (મોસ્ટ એડમાયર્ડ)ની યાદીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) ને માત આપી છે.

PM મોદીએ ફરી દુનિયામાં વગાડ્યો ડંકો, અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિને આપી માત

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની લોકપ્રિયતાનો ડંકો ભારતની સાથે-સાથે દુનિયામાં વાગી ચૂકયો છે અને સૌથી પ્રશંસનીય લોકો (મોસ્ટ એડમાયર્ડ)ની યાદીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) ને માત આપી છે.

8 નંબર પર પીએમ નરેન્દ્ર મોદી
YouGov દ્રારા આયોજિત વર્ષ 2021 ના મોસ્ટ એડમાયર્ડ મેન (World's Most Admired Men 2021) ની યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) 8મા નંબર પર છે અને તેમણે વિશ્વના ઘણા નેતાઓ સહિત મોટી હસ્તીઓને પાછળ છોડી દીધી છે. પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, ચીનના બિઝનેસ ટાયકૂન જૈક મા, પોપ ફ્રાંસિસ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનથી આગળ છે. 

લિસ્ટમાં પીએમ​ મોદીથી આગળ છે લોકો 
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સતત બીજા વર્ષે દુનિયાના સૌથી પ્રશંસિત વ્યક્તિ (Most Admired Men) ની લિસ્ટમાં નંબર વન પર બનેલા છે. આ યાદીમાં બીજા નંબર પર અમેરિકી બિઝનેસ ટાયકૂન બીજા અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રીજા નંબર પર છે. લિસ્ટમાં પીએમ મોદીથી આગળ ફૂટબોલના દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, એક્શન સ્ટાર જૈકી ચૈન, ટેક જીનિયસ ઇલોન મસ્ક અને ફૂટબોલ સનસની લિયોનેલ મેસી છે. 

20મા નંબર પર છે અમેરિકી રાષ્ટ્રાપતિ બાઇડેન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) યાદીમાં પીએમ મોદી બાદ 9મા નંબર પર છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) 20મા નંબર પર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ મોસ્ટ એડમાયર્ડ મેનની યાદીમાં 13મા નંબર છે. 

યાદીમાં સામેલ છે આ ભારતીય
વર્લ્ડ્સ મોસ્ટ એડમાયર્ડ મેન (World's Most Admired Men 2021) ની યાદીમાં પીએમ મોદી ઉપરાંત ઘણા અન્ય ભારતીય ટોપ 20માં છે. આ યાદીમાં 12મા નંબર પર પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, 14મા નંબર પર બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન, 15મા નંબર પર બોલીવુડના શહંશાહ અમિતાભ બચ્ચન અને 18 નંબર પર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news