નાગરિકતા બિલથી પાછી નહી હટે સરકાર, પૂર્વોત્તરને નહી થાય કોઇ નુકસાન: PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અસમ અને પૂર્વોત્તરનાં લોકોને આશ્વાસન આપ્યું અને કહ્યું કે, નાગરિકતા વિધેયકથી તેમના હિતોને કોઇ પણ પ્રકારનું નુકસાન નહી પહોંચે. મોદી અસમનાં સ્વાસ્થય મંત્રી અને ભાજપ નીત નેડા સંયોજક હિમંતા બિસ્વા સર્માના વિધાનસક્ષા ક્ષેત્રમાં એક જનસભા સંબોધિત કરી રહ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, આ પૂર્વોત્તરનાં લોકો સાથે એક રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે કે તેમને કોઇ પ્રકારે નુકસાન નહી પહોંચે અને તપાસ અને રાજ્ય સરકારોની ભલામણ બાદ જ નાગરિકતા આપવામાં આવશે. 
નાગરિકતા બિલથી પાછી નહી હટે સરકાર, પૂર્વોત્તરને નહી થાય કોઇ નુકસાન: PM

ચંગાસારી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અસમ અને પૂર્વોત્તરનાં લોકોને આશ્વાસન આપ્યું અને કહ્યું કે, નાગરિકતા વિધેયકથી તેમના હિતોને કોઇ પણ પ્રકારનું નુકસાન નહી પહોંચે. મોદી અસમનાં સ્વાસ્થય મંત્રી અને ભાજપ નીત નેડા સંયોજક હિમંતા બિસ્વા સર્માના વિધાનસક્ષા ક્ષેત્રમાં એક જનસભા સંબોધિત કરી રહ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, આ પૂર્વોત્તરનાં લોકો સાથે એક રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે કે તેમને કોઇ પ્રકારે નુકસાન નહી પહોંચે અને તપાસ અને રાજ્ય સરકારોની ભલામણ બાદ જ નાગરિકતા આપવામાં આવશે. 

મોદીએ કહ્યું કે, તે સમજવામાં આવવું જોઇએ કે, બળપૂર્વક દેશમાં ઘુસો લોકો અને પોતાની આસ્થાનાં કારણે ઘરેથી ભાગવા અને પોતાનો જીવ બચાવનારા લોકોની વચ્ચે ફરક છે. બંન્ને સમાન નથી. તેમણે કહ્યું કે, અમે તે લોકોને શરણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ જે પાડોશી દેશોમાં લઘુમતી છે અને જેમને તેમના પર કરવામાં આવેલા જુલમના કારણે બધુ જ છોડીને બાગવું પડ્યું. તેઓ આપણા દેશમાં આવ્યા છે અને ભારતમાંના વિચારો અને લોકાચારને અપનાવ્યા છે. 

મોદીએ કહ્યું કે, ભાજપ 36 વર્ષ જુના અસમ સમજુતીને લાગુ કરવા પ્રત્યે વચનબદ્ધ છે અને તેમના અનુબંધ 36ના ક્રિયાન્વયન માટે એક સમિતીની રચના કરવાની દિશામાં એક પગલું છે. તેમણે કહ્યું કે, તેમની સરકાર અસમ અને પૂર્વોત્તરની ભાષા, સંસ્કૃતી, સંસાધન, આશા અને આકાંક્ષાઓના સંરક્ષણ માટે કટિબદ્ધ છે.

મોદીએ કહ્યું કે, તેમની સરકાર અસમના દેશનું તેલ અને ગેસનું કેન્દ્ર બનાવવા પ્રત્યે વચનબદ્ધ છે અને 14 હજાર કરોડ રૂપિયાની યોજનાઓ છેલ્લા ચાર વર્ષમાં  પુર્ણ કરવામાં આવી છે.  સરકારે તે અંગે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news