ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈન્યુઅલ મેક્રો સાથે PM મોદીની મુલાકાત, મુલાકાત છે ખાસ
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન મોદી બે દિવસીય યાત્રા પર ફ્રાંસની રાજધાની પેરિસ પહોંચી ચુક્યા છે. વડાપ્રધાન મોદી પોતાની ફ્રાંસ યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ એમેનુએલ મેક્રો સાતે મુલાકાત કરી. વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રો અને વડાપ્રધાન એડવર્ડ ફિલિપ સાથે પણ દ્વિપક્ષીય બેઠક યોજશે. વડાપ્રધાન 22-23 ઓગષ્ટ સુધી ફ્રાંસમાં દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.
અમેઝોને હૈદરાબાદમાં પોતાના વિશ્વમાં સૌથી મોટા કેમ્પસનું કર્યું ઉદઘાટન
વડાપ્રધાન મોદી ફ્રાંસમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. 26-26 ઓગષ્ટ સુધી વડાપ્રધાન મોદી G7 સમ્મેલનમાં હિસ્સો લેશે. પોતાની યાત્રા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ યાત્રાથી ભારતનાં ત્રણ દેશો સાથેના સંબંધો મજબુત બનશે. વડાપ્રધાન મોદીને મળવા માટે અહીં ભારતીય સમુદાયનાં લોકો મોટા પ્રમાણમાં પહોંચ્યા હતા. હાથમાંત્રિરંગા સાથે લોકોએ વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું હતું.
રાજીવ ગાંધીએ સરકારી સંસ્થાઓનો ઉપયોગ કોઇને ડરાવવા માટે નથી કર્યો: સોનિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોમાં દ્વિપક્ષીય મંત્રણા માટે ગુરૂવારે રવાના થયા હતા. વડાપ્રદાન મોદી પહેલા ફ્રાંસ ત્યાર બાદ સંયુક્ત આરબ અમિરાત (UAE) અને બહેરીનની અધિકારીક મુલાકાત કરશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી G7 સમ્મેલન માટે ફ્રાંસ પરત ફરશે. જ્યાં તેઓ સમ્મેલનમાં ભાગ લીધા બાદ ભારત પરત ફરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે